પત્નીની બેવફાઈ છતાં પતિ કરે છે તેને માફ, વાંચો આ ખુબ સુંદર વાર્તા..

પ્રેમનો દાવો…….

પોતાના જ પોતાના થાય.

શિયાળાના દિવસો હતા. વાતાવરણ આજે બદલાયેલ હતું. આકાશમાં ધૂળની ડમરીઓ ઊડતી હતી. બદલાયેલા વાતાવરણની જેમ કોઈની જિંદગીમાં પણ આવું તુફાન આવેલ.એ હતી માયુષી પટેલ!!!!! અને વિયંક પટેલ!!!!!!!

અમદાવાદની ઉચી ઇમારતો બનાવવાવાળો કમલેશ પટેલ. જેને પોતાની જિંદગી એસો આરામ માં જીવવા અને પોતાના પરિવારને સુખી જોવા પૈસા પાછળ ઓધળી દોટ લગાવી હતી.

આ ઓધળી દોટમાં તે પોતાના પરિવાને ભૂલી ગયો હતો. પોતાની પત્ની માયુષી તેના પ્રેમથી સંતુષ્ટ ન હતી. જેનો લાભ વિયંક પટેલે ભરપૂર લીધો હતો. કમલેશની એક ભૂલ આજે તેના પરિવાર માટે જ ઘાતક બની હતી.

વાત એમ હતી છેલ્લા ચાર વર્ષ સુધી માયુષી અને વિયંક એક બીજાના પ્રેમમાં હતા. બન્નેનાં લગ્ન થઈ ગયેલ હોવા છતાં તેઓ આ એક ભૂલ કરી બેઠા હતા. વિયંકની પત્ની રોજ વિયંક જોડે ઝગડા કરતી. પણ પ્રેમમાં ઓધળો થયેલો વિયંક તેનું સાંભળતો નહીં. બસ !!!!! એક જ જવાબ આપતો ” મારે તેની જોડે કશું પણ નથી તું ખોટી વહેમ કરે”. મોબાઈલ તોડતો કે બાળકો ઉપર ગુસ્સો કરતો પોતાનો ખોટો આવાજ તેની આગળ સાચો સાબિત કરતો.

સાચી હોવા છતા સાવિત્રી બોલતી ન હતી. વિયંકે પોતાના જીવનની તમામ ખુશી માયુષી માટે કુરબાન કરી હતી. સાચા અર્થમાં તે માયુષીના પ્રેમમાં તળબોર થઇ ગયો હતો. માયુષીના એક આવાજ ઉપર તે તેની જોડે હાજર થઇ જતો. રોજ તેને જોવી. તેની જોડે વાતો કરવી. તેના હાથની ચા પીવી. અને એક નાનું ચુંબન તેના ગુલાબી હોઠોથી લેવું એતો તેનો નશો બની ગયું હતું.

જયારે પણ માયુષીને પોતાની બાહોમાં લેતો અને તેની આંખોમાં આખો નાખીને વાતો કરવી બન્નેને ખુબ ગમતું હતું. જેમ જેમ દિવસો વીતતા હતા. તેમના પ્રેમની ખુશ્બુ લોકો સુધી પહોંચતી હતી. માયુષીને તેની જાણ થતા તેને પોતાની ભૂલ સમજાઈ હોય એમ, તેને ડર લાગતો હતો કે પોતાના પતિને ખબર પડી જશે તો ?. બસ, આજ કારણથી તેને વિયંકને પોતાનાથી દૂર કરી દીધો હતો.

જ્યારે કમલેશના કાને આ વાત આવી ત્યારે માયુષી કહે ” મારે આવું કઈ નથી. વિયંક મને બદનામ કરે છે”. આ એજ માયુષી હતી જેને દરેક સમયે વિયંકે સાથ આપેલ. તેની દરેક જરૂરિયાત પુરી કરી હતી. છેલ્લી હદ સુધી માયુષી જશે તેની વિયંકને ક્યાં ખબર હતી !.

પોતાના પતિ કરતા વધુ પ્રેમ તે વિયંકને કરતી હતી. એજ માયુષી આજે પોતાના પતિની થઇ ગઈ હતી. તેના કારણે આજે વિયંક કોર્ટના દરવાજે ઉભો હતો કેમકે પોતાની પત્ની માયુષીને બચાવવા કમલેશે દાવો કરેલો હતો. વિયંક ઉપર. માનહાની નો દાવો !!!!!!!

વકીલ સાહેબના પ્રશ્નો વારંવાર એક જ આવાજ કરતા ” તારા પ્રેમની સાબિતી શું ?” . વિયંક તેનો કોઈ જવાબ આપતો નહીં. માયુષી પણ તેનું મૌન જોઈને મનોમન ખુશ થતી. પોતાના પતિને કહેતી ” કંઈ હોય તો આપેને. એક નંબર નો લોફર”. પોતાની પત્નીની બહાદુરી જોઈને કમલેશ મનોમન ખુશ થતો હતો.

એક દુઃખી હતી સાવિત્રી. જે જાણતી હતી કે હજુ પણ મારો પતિ માયુષીને બચાવે છે. તે કોર્ટ બહાર આવીને પણ કહેતી કે ” શું કામ તેને બચાવો. પ્રેમ હોત તો આજે તે કોર્ટના દરવાજા સુધી તમને લાવીના હોત. તમારા બાળકોનું વિચારો”. તેના મિત્રો પણ કહેતા ” દોસ્ત, શું કામ તારી જિંદગી બગાડે. હવે તો સાચે સાચું બોલ”. જાણે મરેલા મડદા આગળ બોલતા હોય તેમ કોઈની વાતની અસર વિયંક ઉપર થતી નહીં. રિસેશ પછી ફળીવાર બધા અંદર ગયા. વિયંકના વકીલ જોડે પણ સાબિતી ન હતી. એક સાવિત્રી કહેતી ” હા, મારા પતિ જોડે માયુષીને અફેર છે. પણ તેની વાતોનું કંઈ ઉપજતું નહીં.

વાતમાં તથ્ય કંઈ લાગતું ન હોવાથી જજ સાહેબે સાત દિવસ પછી છેલ્લી સુનાવણીની તારીખ આપી દીધી. બધા પોતપોતાના ઘરે ગયા.

વિયંકને આજે મન ઉપર લાગી આવેલ. જેના માટે દિવસ કે રાત જોઈ ન હતી, એજ આજે કોર્ટમાં લઈ ગયેલ. વિયંકે એક કાગળ લીધો અને લખવા લાગ્યો. તેની પત્ની પણ જોતી હતી. તેને કમલેશના સરનામેં તે કાગળ પોસ્ટ કળી દીધો. કાગળ તેની પત્ની પણ વાંચેલ. તે પણ આજે કંઈક મૂડમાં જણાતી હતી.
બે દિવસમાં તો કાગળ કમલેશના ઘરે પહોંચી ગયો. ટપાલીએ કાગળ આપ્યો કેે તરત તેને ફાડીને જોયો

ડિયર,
કમલેશ.

માનવીના જીવનમાં ક્યારેક અજાણતા ઘણી ભૂલો થતી હોય છે. પોતાનું વ્યક્તિ સાચું જ બોલે છે એવું કદી માની લેવું નહીં. માયુષીને જાહેરમાં હું ખોટી પાડવા માગતો નથી. માટે આ કાગળ લખું છું જેમાં તારા સવાલોના જવાબ મળી જશે.

આટલું વાંચતો જ કમલેશ નો હાથમાં ફફડાટ થવા લાગ્યો. અચાનક તે સોફા ઉપર બેસી ગયો. તે આગળ વાંચવા લાગ્યો.

માયુષી મારી હતી. ભલે તે મારી પત્ની નથી એક સુવર્ણ સમય હતો જયારે તેના દિલમાં ફક્ત હુંજ હતો. નતો તે મને છોડવા માગતી કે ના હું તેને. નસીબ બન્નેનું ખરાબ હતું.

માયુષી દિવસ દરમ્યાન તારી જોડે મોડ પાંચ મિનિટ અને રાત દરમ્યાન મોડ વિસ મિનિટ વાત કરતી. જ્યારે હું અને તે આખો દિવસ અને મોડી રાત સુધી એકબીજાને વાત કરતા અને ખ્યાલોમાં રહેતા. આ દુનિયામાં મારી આજુબાજુ ઘણી યુવતીઓ છે. એ બધાને નહીં ને તારી પત્નીનું જ મેં નામ આપ્યું એટલો તો વિચાર કર !.

હા, એટલું કહીશ કે તેને મને પોતાના હદયમાં રાખેલ. છતા ક્યારેય અમે બીજી કોઈ મર્યાદા વટાવી નથી. વાંક માયુષીનો પણ નથી. જે સમયે તેને તારી જરૂર હતી તે સમયે તું પૈસા પાછળ પાગલ હતો. અને મેં તેને દરેક પળે સાથ આપેલ.

માયુષી મને તારાથી પણ વધારે માન આપતી હતી. એ મને ઘણીવાર કહેતી કે ” મને કોઈ કહી બતાવે કે આ કામ મેં કરેલ એ જરાય પસન્દ નથી. માટે હું જાહેરમાં કહી બતાવા માંગતો નથી. તેને શું ગમે અમે શું નાં ગમે એ મને ખબર છે. તને નથી ખબર કેમ કે તે કદી પૂછ્યું જ નથી.

અમે સીમા બહાર જઈને વાત કરતા. તે સમયે એમ લાગતું કે તે પોતાની વ્યથા તેના પતિને કહીરહી હોય. તેના શરીરના દરેક રૂપરંગની મને ખબર છે. તેના દેહ ઉપર ક્યાં ઘા છે હું જાણું.

આ એજ માયુષી છે જેને દરેક જન્મમાં મારી જોડે જિંદગી વિતાવવાના કોલ આપેલ. પણ આજે જરૂર કહીશ કે તે બેવફા છે. આખરે તો માયુષી તારી હતી અને તારી જ થઇ.

આ કાગળની જાણ તેને ના કરતો સુખેથી જીવવું હોય તો. કેમ કે તું પહેલા પણ નતો જાણતો કે તે મારી હતી અને મારી હતી ત્યારે તને ખબર ન હતી અમારી પ્રેમલીલાની. કેમ કે હવે તું કહીશ તો તે ભલે તારી બનીને રહેશે પણ તેનું હ્દય સદાય લાચાર રહેશે. એ હવે સાચા હ્દયથી તને ચાહશે તો પણ તું એમ માનીશ કે મજબુરીમા તને ચાહે. એના કરતા એ હવે તને ચાહે જ છે તો તેને પોતાણી બનાવવામાં જ જિંદગીની સાચી મજા છે.

મારી પત્નીને બચાવવા માટે મજબૂરણ આ કાગળ લખું છું. હજુ પણ તારી પત્ની ઉપર તને ભરોશો હોય તો કોર્ટમાં હું પ્રુફ આપીશ. કે તે મારી હતી. અને તારી ઈજ્જત બચાવવા માંગતો હોય તો કેસ પાછો લઈલેવા વીંનતી કરુંશું.

હા, એટલું જરૂર કહીશ કે માયુષીએ એની એક સહેલી અને મારા એક મિત્રને કહેલું છે. કે ” હું તેને બદનામ કરું છું “. આ બન્નેની આગળ એક દિવસ જરૂર હું સાબિત કરીશ માયુષીની હાજરીમાં કે હું ખોટો નથી.

વધારે કઇ કહેતો નથી હું કેમ કે આખરે પોતાના જ પોતાના થાય. એતો આજે સમયે મને બતાવ્યું છે.

લિ.
વિયંક પટેલ

કાગળ પૂરો થતો જ કમલેશને જાણે દુનિયા ખોઈ બેઠી હોય એવો અહેશાસ થયો. કઠણ કાળજે તે પોતાના બેડરૂમમાં જાય છે તે સમયે માયુષી છૂતી હતી. બહાર આવીને તે પાણી પીવે છે અને શાંત મને વિચાર કરે છે.

પોતાના વકીલને કોલ કરીને પોતાનો કેસ પાછો લેવાનું કહે છેે. તેની આખોના ખૂણામાં તે સમયે આંસુ હોય છે. પોતાની પત્નીને ખબર ન પડે તે રીતે તે મો સાફ કરે છે .

માયુષીની બાજુમાં જઈને તે સુવા લાગે છે . પોતાની પત્નીના મુખ ઉપર હાથફેળવીને જગાડે છે. માયુષીને એક નાનકડું સ્મિત આપીને પોતાની બાહોમાં છુપાવી દેશે……

લેખક : મયંક પટેલ

દરરોજ આવી નાની નાની વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી