મોતી પુલાવ – પુલાવ માં છે, Twist..B day પાર્ટી હોય કે ગેસ્ટ…દરેક ને ભાવશે !

મોતી પુલાવ

સામગ્રી :

2 કપ બાસમતી રાંધેલો ભાત
1 ડુંગળી સમારેલ,
1 સ્પૂન.. આદુ, લસણ ની પેસ્ટ,
1 મરચુ સમારેલું
1/2 કોબીજ જીણા સમારેલા,
1 ટામેટું જીણું સમારેલુ
1/2 કપ લીલા વટાણા/ગાજર
1/2 કપ કેપ્સીક્મ
1/2 ચમચી હળદર
1 ચમચી મરચું
1 ચમચી ધાણાજીરુ
1-2 ચમચી ગરમ મસાલો,
1 સ્પૂન બિરયાની મસાલા
2 ચમચા તેલ / બટર,
મીઠું સ્વાદ અનુસાર
કોથમરી જીણી સમારેલી,
એક લીંબુ
કાજુ 7- 8 નંગ ફ્રાય કરેલા

રીત :-

સૌ પ્રથમ ગાજર વટાણાને બાફી લો, બફાય ગયા પછી તેમાં થી પાણી નીતારી લો. એક કડાઈ માં તેલ મુકો તેમાં જીણાં સમારેલા કાંદા નાખો. કાંદા ગોલ્ડન બ્રાઉન કલર ના થઇ જાય પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરો ને હલાવો. પછી તેમાં કોબીજ, કેપ્સીક્મ, જીણાં સુધારેલા ટમેટા નાખી ને પાછા હલાવો.

બધું થોડું ચડવા લાગે પછી તેમાં બાફેલા વટાણા, ગાજર, મરચા નાખો. ત્યાર બાદ તેમાં હળદર, મરચું, મીઠું ધાણાજીરું પાવડર, ગરમ મસાલો મસાલો,બિરયાની મસાલા નાખી ને ફરી વાર હલાવો. તેમાં રાંધેલો ભાત ઉમેરી ને બધું મિક્ષ કરો લીંબુનો રસ નાખો કોથમરી, ફ્રાય કરીને કાજુ નાખો.પુલાવ તૈયાર છે .

મોતી માટે :

પનીર છીણેલું – 1/2 સ્પૂન ,
બટેટા બાફેલા 1 કપ,
ઓઈલ તળવા માટે,
લીલા મરચા ઝીણા કટ કરેલ 1/2 ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
કોર્ન ફ્લોર 2- ટે .સ્પૂન
વરખ ગારનીશ કરવા

રીત :

એક બાઉલ માં બટેટા, પનીર, કોર્ન ફ્લોર, લીલા મરચા મીઠું મિક્ષ કરી બોલ નો શેપ આપી તેલ માં તળી લો.

સવૅ કરવા માટે:

એક ડીશ માં પુલાવ મૂકી તેના ઉપર બનાવેલા મોતી મુકો..વરખ થી મોતી ને ગારનીશ કરી કોથમીર થી ગાર્નિશ કરો .તૈયાર છે મોતી પુલાવ.

સોઈની રાણી : રાની સોની (ગોધરા)

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી અચૂક કહેજો !

ટીપ્પણી