દીકરો અને મધર્સ ડે

તે દિવસે, સવારથી જ મીતાનું મન કંઈક આતુર હતું. થોડી વારે ઘડિયાળ તરફ તો થોડી વારે ઘરના બારણાં તરફ તેનું ધ્યાન જઈ રહ્યું હતું. આખરે રાહ જુવે જ ને કારણ કે તે એક માઁ હતી અને દિવસ હતો – “Mother’s Day”.

દર વર્ષે તો આ દિવસે, તેની દીકરી મીરા તેની પાસે જ રહેતી હતી, પણ હવે વાત કંઈક અલગ હતી. કારણ કે ચાર મહિના પહેલા મીરાનું સુખે-સુખે કન્યાદાન કરી દીધું હતું. દીકરી ભલે દૂર હોય પણ મનમા મક્કમ વિશ્વાશ હતો કે મીરા આ વર્ષે કાર્ડ મોકલશે જ.

ત્યારે જ ઘર નો બેલ રણક્યો અને એક માઁની તેના દીકરી વિશેની વિચારો ની યાત્રા અટકી ગઈ.

હરખાયેલી માઁ, બારણું ખોલવા માટે આગળ વધી. બારણું ખોલતા જ તેની આશા મુજબ દરવાજા ની બીજી બાજુ કુરિયરવાળા ભાઈને ઉભેલા જોયા.

કુરિયર લઈને તેણે હર્ષો-ઉલ્લાશ પૂર્વક કુતિયાર ખોલ્યું। તેની અપેક્ષા મુજબ કુરિયરમાંથી “Happy Mother’s Day” નું કાર્ડ મળ્યું.

આખરે તેને આનંદ થયો કે ભલે તેની દીકરી તેનાથી દૂર છે પણ સાથે તો છે. આ આનંદ સાથે જયારે તેને પૂરું કાર્ડ વાંચ્યું તો કાર્ડ મોકલનારનું નામ વાંચતાની સાથે તે આશ્ચર્ય પામી.

તે નામ તેની દીકરીનું નહતું. કાર્ડના નીચે લખ્યું હતું કે – “સહ પ્રેમ સાથે, તમારો દીકરો – રાજ”.

મીતાની આંખમા પાણી આવી ગયું. જેવી રીતે એક વહુ દીકરી બનીને સાસરાને તેના પ્રેમથી ભરી દે, બસ કંઈક તેવી જ રીતે મીતાના જમાઈએ દીકરો બનીને પ્રેમની સુવાસ ફેલાવી દીધી.

ઝીંદગીના સફરમા પ્રથમવાર તે દિવસે, તે માઁ એ એક દીકરો અનુભવ્યો.
લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

ટીપ્પણી