તમે તો નથી કરતાને આ વસ્તુઓનો ઉપયોગ તમારા બાળકના ઉછેર માટે??? વાંચો અને શેર કરો…

દરેક પૅરંટ્સ માટે તેમનું બાળક સૌથી વધુ પ્યારૂં હોય છે. કોઈ પણ પૅરંટ્સ ક્યારેય નહીં ઇચ્છતા કે તેમનાં જિગરનાં ટુકડાને કોઈ પણ જાતનું કોઈ નુકસાન પહોંચે. પોતાનાં બાળકને સુરક્ષિત રાકવા માટે આપ દરેક પ્રકારનાં જતન કરો છો. તેની ખાવા-પીવાની વસ્તુઓથી લઈ તેનાં રમકડાઓ સુદ્ધા આપસ સમજી-વિચારીને ખરીદો છો, કારણ કે આપ જાણો છો કે આપ પોતાનાં બાળક માટે જે વસ્તુઓ ખરીદીને લાવી રહ્યાં છો, તેમાંની ઘણી પ્રોડક્ટ એવી હોય છે કે જેને આપે પોતે જ પોતાનાં બાળકથી દૂર રાખવી જોઇએ. જો આપ નથી જાણતા, તો ચાલો આજે અમે આપને આ આર્ટિકલ વડે જણાવીએ કે એવી કઈ પ્રોડક્ટ છે કે જે આપનાં બાળક માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

1. બાથટબની સીટ છે ખતરનાક

બાથટબ સીટ આપનાં બાળકને સ્નાન દરમિયાન સીધું બેસવામાં મદદ કરે છે. આ વાત સાચી પણ છે, પરંતુ તેનાં કારણે આપનાં બાળકની લપસી પડવાની શંકા વધી જાયછે. તેથી તેને ઈજા પહોંચી શકે છે. તેથી શક્ય હોય, તો આપ પોતાનાં બાળક માટે બાથટબ ન ખરીદો.

2. વૉકર નથી બાળકો માટે યોગ્ય

આજ-કાલ વૉકર પૅરંટ્સ અને તેમનાં બાળકો બંને માટે એક ફૅશન બની ગયું છે. જો બાળકે પોતાનું પ્રથમ ડગલું મૂકવાનું શરૂ કરી દીધું છે, તો પૅરંટ્સનાં મગજમાં સૌપ્રથમ વૉકર જ આવે છે, પરંતુ આપને જણાવી દઇએ કે વૉકર બાળક માટે ઘાતક સાબિત થઈ શકે છે, કારણ કે તેમાંથી બાળકનાં પડી જવાનો ભય રહે છે. જો ક્યાંક તે વૉકર વડે સીડી નજીક પહોંચી ગયો, તો તેની જાનને પણ ખતરો થઈ શકે છે. તેથી બાળકને વૉકર અપાવતા પહેલા આપ તેની સલામતી વિશે જરૂર વિચારો.

3. સૉફ્ટ બેડિંગ પણ નુકસાનકારક

એમ તો દરેક પૅરંટ્સ પોતાનાં બાળકો માટે ડિઝાઇનર બેડિંગ જ ખરીદીને લાવે છે, પરંતુ આ ડિઝાઇનર બેડિંગ જોવામાં જેટલું સુંદર લાગે છે, તેટલું જ આપનાં બાળક માટે નુકસાનકારક પણ છે. જો આપનું બાળક આ બેડિંગમાં રમી રહ્યુ હોય કે પછી પલટી ખાતો હોય, તો પૂરી શક્યતા છે કે તે તેમાં ધસી શકે છે. તેનાથી તેને ગુંગળામણ થઈ શકે છે. તેથી શક્ય હોય, તો આપ કાં તો પોતાનાં બાળક પાસે રહો અને કાં તો તેને કોઇક થોડાક સખત બેડિંગ પર સુવડાવો.

4. સ્લિંગ કૅરિયર છે ઘાક

વૉકરની જેમ જ આજ-કાલ સ્લિંગ કૅરિયરની પણ ફૅશન ખૂબ ટ્રેન્ડમાં છે. પૅરન્ટ્સ જો ક્યાં ફરવા બહાર જઈ રહ્યાછે, તો બૅબીને તેમાં મૂકી દે છે, પરંતુ શું આપ જાણો છો કે આ આપનાંબાળક માટે કેટલું નુકસાનકારક છે. તેનાથઈ માત્ર આપનાં બાળકને ગુંગળામણ થવાની શંકા જ નથી રહેતી, બલ્કે ભીડભાડ ધરાવતી જગ્યા પર બાળકને ઈજા પહોંચવાની શંકા પણ રહે છે.

5. ક્રિબ ટેંટ છે હાનિકારક

લોકોનું માનવું છે કે ક્રિબ ટેંટ આપનાં બાળકને નીચે પડવાથી રોકે છે, કારણ કે તેમાં લાગેલા બેલ્ટમાં બંધાયેલું આપનું બાળક સલામત રહે છે. જોકે ક્યારેક-ક્યારેક આ બેલ્ટોમાં સતત ખેંચાણનાંકારણે બાળકોને ઈજા પણ પહોંચી શકે છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે પોતે ઝૂલામાંથી નીચે ઉતરવાની કોશિશ કરે છે. તેથી શ્રેષ્ઠએ જ છે કે આપ પોતાનાં બાળકને ક્રિબ ટેંટનાં સ્થાને બેડ કે પછી ફર્શ પર બેડિંગ લગાવીને સુવડાવો.

સૌજન્ય : બોલ્ડ સ્કાય

શેર કરો અને ટેગ કરો તમારા મિત્રોને જેમના ઘરમાં નાના બાળકો છે. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી