મોરારીબાપુ ના જીવનનો આ પ્રેરક પ્રસંગ આપ નહિ જાણતા હો….!!

આજથી લગભગ સાઠેક વર્ષ પહેલાંની વાત છે.ભાવનગરના તલગાજરડા ગામમાં એક દરજીની દુકાને એક છોકરો હાથમાં ફાટેલું ખમીસ લઇને ઊભો હતો.દુકાનમાં ભીડ હતી અને છોકરો બહાર બારણા પાસે ઊભો હતો.તેની પાસે ખમીસ સંધાવવાના પૈસા નહોતા એટલે દુકાનમાં ભીડ ઓછી થાય એની રાહ જોતો હતો.

છોકરો મનમાં ભારે ક્ષોભ અનુભવતો હતો.મફતમાં ખમીસ સંધાવવાનું તે દરજીને કહી કેમ શકશે એની તેના મનમાં પારાવાર વિસામણ હતી.આખરે ભીડ ઓછી થઇ.બેએક જણાં બાકડાં પર બેઠેલા.દરજીની નજર છોકરા પર ગઇ.

શું છે?તેના અવાજમાં અણગમા સાથે કરડાકીનો ભાવ હતો. છોકરો ઉંધું ઘાલીને બોલ્યો બાએ કહ્યું છે તે આ બુસકટમાં સિલાઇ ભરી આપોને.આટલું બોલતા છોકરાને જાણે મહાભારત થઇ પડ્યું. દરજી ખંધું હસ્યો.લાવો.તમને બાવાજીને આના સિવાય બીજી તો અમારાથી શી દક્ષિણા અપાય !

તેના વેણમાં રહેલો ઉપહાસનો ભાવ આ નાનકડો કિશોર સમજી ગયો.તેને નાસી જવાનું મન થયું પણ તે લાચાર હતો. ત્યાં દરજીએ બીજો મર્મવેધ છોડ્યો આ પ્રભુદાસબાપુના છોકરાઓ કાયમ કાંઇકને કાંઇક લઇને ઊભા જ હોય છે.અને એ બાકડાં પર બેઠેલા આદમીઓ સામે હસ્યો.

છોકરા માટે આ બાણો અસહ્ય હતાં.પણ તે ઊભો રહ્યો. આ છોકરો એટલે આજે ગુજરાત,ભારત અને પૂરાં વિશ્વમાં માનસથી લોકમાનસ સુધી અદ્ભુત વાણીથી રામાયણ પહોંચાડનાર મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી ઉર્ફે મોરારીબાપુ !

આજે કોણ આ પ્રતિભાથી અજાણ છે ? ભારતભરમાં રામાયણની અદ્ભુતતા,સત્ય-પ્રેમ-નિષ્ઠાનો સંદેશ પહોંચાડાનાર,દુનિયાભરમાં ભારતીય અસ્મિતાનો ડંકો વગાડનાર અને ગરીબ-ગુરબાઓ માટે સદાય મદદની અવિરત લ્હાણી કરનાર આ સંતે તેના નાનપણમાં આવા કટુ અનુભવ કરેલા અને એના બદલે એણે અવિરત પ્રેમ-ભક્તિ જ વહાવી.ના કોઇ ક્રોધ,ના અન્ય લાગણી,બસ પ્રેમપ્રેમ અને પ્રેમ.

હમણાં લંડનમાં ચાલી રહેલી રામકથામાં તેમણે એકમાત્ર ટહેલ નાખી અને લાખો પાઉન્ડ બનાસકાંઠાના પુર પિડિતો માટે ભેગાં કરી દીધાં.આ રકમ લઇ ત્વરિત લંડનનું પ્રતિનિધી મંડળ ગુજરાત પધાર્યું અને રકમ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી.સમાજસેવાનું આનાથી મોટું ઉદાહરણ બીજું કયું હોઇ શકે ?

ઈત્તરાખંડમાં આવેલ તબાહી વખતે કેલિફોર્નિયામાં ચાલતી રામકથામાં પણ બાપુએ પુરપિડિતો માટે એક હોકારો નાખ્યો અને કરોડો ભેગાં કરી આપ્યાં ! આ તાકાત છે આ વિરલ પ્રતિભાની.

બાપુએ કેવલ કથાકાર નથી.તેઓ સમાજસુધારક છે,સાહિત્યક્ષેત્રમાં તેનું યોગદાન કદી ના ભુલાય એવું છે.બાપુએ આજે ગુજરાતી ભાષાના તમામ સાહિત્યકાર અને લોકસાહિત્યકારોને પોતાના નેજા હેઠળ ભેગા કર્યાં છે એ સૌથી મહાન કાર્ય છે.આ બધાં કલમના આરાધકોને એણે સામાન્ય જન સુધી પહોંચાડ્યા છે અને તેમની લેખનશક્તિને શક્તિ પ્રદાન કરી છે.

અવિરત રામકથા કરતાં બાપુની બધી રામકથાઓ સાંભળનારને એકબીજા કરતાં અલગ લાગે છે.તેની દરેક કથા નવી લાગે છે.બાપુની આ ખુબી અદ્ભુત છે.લોકમાનસ સુધી પહોંચતી તેની કથામાં સુની રે ડેલીને સુના ડાયરા. અને વહુએ વગોવ્યા મોટા ખોરડા.જેવા લોકમાનસને પ્રફુલ્લિત કરતાં ગીતો હોય છે તો ખલિલ જીબ્રાન અને ગાલિબના મુશાયરા પણ હોય છે.

ભક્તિ કરવી તો રાંક થઇને રેવું પાનબાઇ..જેવી ગંગાસતીની શિખામણને બાપુ વળગી રહ્યાં છે.અને દરેક કથામાં લોકોને પોતાની કમાણીનો દસમો ભાગ ગરીબોને આપવાનું કહી અનન્ય સમાજસેવા કરતાં રહે છે.
આવા વૈષ્ણવજનને વંદન !

મિત્રો, બાપુ વિષે આટલું બોલ્યા પછી રામ ને ના યાદ કરીએ તો બાપુ ખુશ નો થાય ! ચાલો, કોમેન્ટ માં “શ્રી રામ” લખી ને બાપુ ને ફરી યાદ કરીએ…!!!

સંકલન – સૌજન્ય : દીપેન પટેલ

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block