મોરારિબાપુના જન્મદિવસે : જીવનમાં યાદ રાખવા જેવી વાતો…ચાલો, કોમેન્ટ માં બાપુને શુભેરછા આપીએ..

માનસરોવરના ઘાટ પર એક સાધુ સાથે થોડાં ભકતજનો ઊભાં છે. સાધુએ હસ્તલિખિત રામચરિતમાનસને પ્લાસ્ટિકમાં વીંટાળી પાણીમાં ઝબોળી તેના ઊપર પાણીનાં છાંટા નાખ્યાં. એમનો અવાજ અલૌકિક અનુભૂતિથી રુંધાયેલો હતો, હોઠ કંપતા હતા, આંખો જાણે બીજું માનસરોવર બની ગઈ હતી.

ત્યારબાદ રામચરિતમાનસ સામે આંગળી ચિંધીને કહ્યુ : સૌરાષ્ટૃનાં ગામડાના ગરીબ સાધુનો દીકરો આ પોથીના પ્રતાપે માનસરોવર સુધી પહોચ્યો છે.

આ સાધુનું નામ મોરારિબાપુ. ગુજરાત રાજયનાં ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં આજથી ૭૧ વષઁ પહેલા મહાશિવરાત્રીના દિવસે મેારારિબાપુનો જન્મ થયો હતો. જન્મતારીખ : ૨૫/૦૯/૧૯૪૬.

મેં અહીં સુધીની તમામ માહિતી મારા પપ્પા હાસ્યકાર જગદીશ ત્રિવેદીએ ત્રીજું પીએચ.ડી. મોરારિબાપુ ઉપર કર્યું ત્યારે તેમણે લખેલા મહાનિબંધમાંથી લીધી છે. હું હવે જે લખું છું તે મૌલિક ત્રિવેદીનું મૌલિક લખાણ છે :-

બાપુ નાનપણમાં ખુબ ગરીબ હતા અને થીગડાંવાળી ચડ્ડી પહેરતા હતા. એમણે એકવાર માઁને થીગડાંવાળી ચડ્ડીની ફરિયાદ કરી તો માઁએ કહ્યુ : ‘બેટા, આપણે સાધુ છીએ, સાધુના દીકરાને તો થીગડાંવાળી ચડ્ડી જ હોય ને !

બાપુ તલગાજરડાથી મહુવા ઊઘાડા પગે ચાલીને ભણવા જતા હતા. આવી પરિસ્થિતિમાં એ મેટટ્રીકમાં ત્રણવાર નાપાસ થયા હતા. કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામે હેટટ્રીક લીધી તેમ બાપુએ મેટટ્રીકમાં હેટટ્રીક કરી હતી.

એક વિચાર મને થરથરાવી મુકે છે, એ લખતાં મારી કલમ ધ્રુજે છે કે બાપુ ત્રીજીવાર નપાસ થયા ત્યારે તેમણે હતાશ થઈને આત્મહત્યા કરી લીધી હોત તો ?????

બાપુ અત્યારે ૭૯૮ મી રામકથા કરી રહ્યા છે, તેમણે ૧૨૫ જેટલી કથાઓ તો પરદેશમાં કરી છે. તેમણે માનવવસતિ ધરાવતાં પાંચ ખંડમાં કથાઓ કરી છે. નભમાં,જળમાં,સ્થળમાં અને રણમાં પણ કથાઓ કરી છે. તદુપરાંત ૫૦૦૦ થી વધુ ઊદ્ઘાટન, પ્રવચન અને વિમોચન કયાઁ છે. જો તેમણે આત્મહત્યા કરી લીધી હોત તો આ કશુ ન થઈ શક્યુ હોત, અને…..
*તો વિશ્વ આટલું રુપાળુ ન હોત*

મોરારિબાપુના જન્મદિને હું વિશ્વને એટલું જ કહીશ કે ગમે તેટલી ગરીબી હોય, ગમે તેટલી નિષ્ફળતા મળે પરંતુ કયારેય નિરાશ થશો નહીં. જીવનમાં બધુ હારી જજો પણ હિંમત હારશો નહી, બધુ છોડી દેજો પણ ઊમ્મીદ છોડશો નહી.

ત્રણ-ત્રણ વખત નાપાસ થનાર સાવ નાનકડા ગામડાનો ગરીબ યુવાન કરોડો લોકોનાં દલડાંનાં દેશમાં સત્ય , પ્રેમ અને કરુણાનો ત્રિરંગો ફરકાવી શકે છે. માત્ર શરત એટલી કે માણસે જીવતા રહેવુ જોઈએ.

ભારત પોલિયોમુક્ત થયુ તેમ વિશ્વ આપઘાતમુક્ત બને તેવી મોરારિબાપુના જન્મદિવસે હનુમાનજીને પ્રાથઁના.

લેખક ~ મૌલિક જગદીશ ત્રિવેદી
( સંપાદક : આપઘાતની ઘાત ટાળીએ )

બાપુ ને કોમેન્ટ માં આજે અચૂક શુભેરછા ઓ આપજો !!!!

ટીપ્પણી