તમારા મનપસંદ મુવીના આ લોકેશન છે ફેક.. શું જાણતા હતા તમે આના વિષે..

બોલિવૂડ ફિલ્મોના એવા 13 લોકેશન જે હકીકતમાં રીયલ નહોતા

ફિલ્મ બનાવતી વખતે ઘણી બધી વસ્તુઓ બનતી રહે છે. સ્ટાર્સે ફાળવેલી તારીખોના એડજસ્ટમેન્ટ ઉપરાંત અન્ય ઘણી બધી મંજૂરીઓની ફિલ્મના શુટિંગ વખતે જરૂર પડતી રહે છે. જેમ કે યોગ્ય સમયે યોગ્ય લોકેશન અને તે ચોક્કસ જગ્યા પર શૂટિંગ કરવાની મંજૂરીઓ વિગેરે. પણ કેટલીકવાર તેમાં ઘણીબધી સમસ્યાઓ નડતી હોય છે અને છેવટે તેમણે તે જગ્યા છોડી કોઈ બીજી જગ્યાએ શૂટિંગ કરવું પડે છે. જ્યારે કેટલાક સંજોગોમાં દીગદર્શકની ચોક્કસ માંગ હોય છે કે કોઈ ચોક્કસ સિન કેવો દેખાવો જોઈએ અને તેવો જ સીન મેળવવા માટે તેમણે કોઈ બીજા લોકેશન પર શૂટિંગ કરવું પડે છે. તે પાછળ ઘણાબધા કારણો જવાબદાર હોય છે.

1. યે જવાની હે દિવાની

આ ફિલ્મમાં ફિલ્મના મુખ્ય પાત્રો મનાલિની ટ્રીપ પર હોય છે પણ હકીકતમાં મંદિર અને રિસોર્ટ સિવાયનું મોટા ભાગના ટ્રેકિંગનું શૂટિંગ તેમણે ગુલમર્ગ અને પહેલગામમાં કર્યું છે. અરે તે માટે જમ્મુ અને કાશ્મિરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલાહે તો ફિલ્મના આ શોટ્સ માટે પોતાનો અણગમો પણ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મંદિર અને સ્પેન રિસોર્ટ સિવાયનું મોટા ભાગનું શુટિંગ ગુલમર્ગમાં શૂટ થયું હતું.

2. ફના

ફના એક ઉત્તમ ફિલ્મ હતી અને કાજોલ-આમિરની કેમેસ્ટ્રીતો ખુબ જ વખણાઈ હતી. આપણે તો આ ફિલ્મને ખુબ માણી પણ તમને એ નહીં ખબર હોય કે તેના લોકેશનમાં તેમણે ખુબ જ મોટો ફેરફાર કરવો પડ્યો હતો. દિગદર્શકે કાશમીરમાં ફિલ્મમાવવાના દ્રશ્યો દક્ષિણ પોલેન્ડના ટેટ્રા માઉન્ટેઇન પર ફિલ્માવવાનું નક્કી કર્યું હતું. કારણ કે તે પણ તેવી જ બરફીલા પહાડોવાળી પૃષ્ઠભૂમિ ધરાવતા હતા.

3. હમ દિલ દે ચૂકે સનમ

સંજય લીલા ભણસાળીની પ્રથમ ક્લાસિક ફિલ્મ હતી ‘હમ દીલ દે ચૂકે સમન’. આ પ્રણય કથા ખુબ જ સુંદર રીતે શૂટ કરવામાં આવી હતી અને જે આજે પણ આપણા મન મસ્તિષ્ક પર ક્યાંક ને ક્યાંક અંકિત થઈ ચૂકી છે. આ ફિલ્મમાં અજય દેવગન અને ઐશ્વર્યા, સલમાન ખાનને ઇટાલિમાં શોધવા આવ્યા હતા. પણ હકીકતમાં, આ બધા જ દ્રશ્યો બુડાપેસ્ટમાં ફિલ્માવવામાં આવ્યા હતા.

4. દબંગ

‘થપ્પડ સે ડર નહીં લગતા પ્યાર સે લગતા હૈ’ આ આઇકોનિક ડાયલોગ આજે પણ આપણામાંના મોટા ભાગનાને યાદ જ હશે. આ ફિલ્મને હકીકતમાં તો બિહારમાં ફિલ્માવવાની હતી પણ પાછળથી ફેરફાર થતાં તેનું શૂટિંગ મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં ચુલબુલ પાંડેનું જે ઉત્તર પ્રદેશ સ્થિત લાલગંજ ગામ છે તે હકીકતમાં મહારાષ્ટ્રનું નાનકડું નગર વાઈ છે.

5. બજરંગી ભાઈજાન

ફિલ્મની સેકન્ડ હાફમાં પૃષ્ટભૂમિ પાકિસ્તાનની છે, પણ તેનું શુટિંગ કાશ્મિરમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મના કેટલાક સિન તો સલમાન ખાનના પનવેલના ફાર્મહાઉસ પર ફિલ્માવવામાં આવ્યા હતા. જો કે ફિલ્મનું મોટા ભાગનું શુટિંગ તો કાશ્મિરના જ સોનમર્ગ અને જોઝી લા પ્રદેશોમાં જ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનો ક્લાઇમેક્સ સીન થાજિવાસ ગ્લેશિયર નજીક સોનમર્ગમાં શૂટ કરવામાં આવ્યો હતો.

6. કભી ખુશી કભી ગમ

તમારામાંના ઘણાબધા નહીં જાણતા હોવ કે કભી ખુશી કભી ગમ ફિલ્મનો ફર્સ્ટ હાફ જેમાં ચાંદની ચોકની પૃષ્ઠ ભૂમિ છે તેનું શુટિંગ હકીકતમાં ફિલ્મ સિટિ ઓફ મુંબઈના સ્ટુડિયોમાં ચાંદની ચોકનો સેટ ઉભો કરી કરવામાં આવ્યું હતું. વિશ્વાસપાત્રતા માટે ફિલ્મની ટીમે દિલ્હીના ચાંદની ચોક વિસ્તારના ઘર, દુકાનો, બજારની ઢગલાબંધ તસ્વીરો લીધી હતી.
અને પેલા રીચાર્ડ પેલેસનું શુટિંગ પણ કંઈ દિલ્લીમાં નહોતું કરવામાં આવ્યું. રાઇચંદ ફેમિલિ મેન્શનનું જે બહારનું દ્રશ્ય હતું તે હકીકતમાં લંડનના, વેડેસ્ડનમાં શૂટ કરવામાં આવ્યું હતું.

7. ચેન્નઈ એક્સ્પ્રેસ

આ ફિલ્મ એક ખુબ જ હળવી કોમેડી ધરાવતી મન પ્રફુલ્લીત કરતી ફિલ્મ હતી. ફિલ્મતો અદ્ભુદ હતી જ , પણ તેનું મોટા ભાગનું ફિલ્માંકન ગોઆ અને મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું હતું. વાસ્કો ડી ગામા રેઇલવે સ્ટેશનને કલ્યાંણ જંક્શનના રેઇલવે સ્ટેશન તરીકે ફિલ્માવવામાં આવ્યું હતું.
2013ના જાન્યુઆરીમાં, શૂટિંગ ખરેખર ઉંટીમાં કરવામાં આવનાર હતું, પણ શાહ-રુખ ખાનને ઉંટી મુંબઈથી ઘણું દૂર લાગતું હોવાથી, ઊંટીમાં ફિલ્માવનારા કેટલાક લોકેશનને વાઇના પંચગીની આસપાસ આર્ટ ડિરેક્ટર નરેન્દ્ર રુહારીકર દ્વારા પુનઃનિર્મિત કરવામાં આવ્યા હતા.

8. મેરી કોમ

આ બાયોપિક મણિપુરની વાસ્તવિક બોક્ષર મેરિ કોમ પર આધારીત હતી. આ ફિલ્મના કેટલાક દ્રશ્યોને હિમાચલ પ્રદેશના મનાલીમાં ફિલ્માવવામાં આવ્યા હતા જો કે તેને મણિપુર તરીકે ચિત્રિત કરવામાં આવ્યા હતાં.

9. સરબજીત

ભારતીય જાસૂસના આરોપ હેઠળ ભારતીય સરબજીત સિંઘની પાકિસ્તાનની જેલમાં અટકાયત કરવામાં આવી હતી જેના પર આ બાયોપિક આધારીત છે. પણ ડિરેક્ટરે પાકિસ્તાની જેલનો મુંબઈમાં જ સેટ ઉભો કરવો પડ્યો હતો. ફિલ્મના મુખ્ય પાત્રનું ઘર પણ શહેરની આરેય કોલોનીમાં જ રીક્રિએટ કરવામાં આવ્યું હતું.

10. સ્ટુડન્ટ ઓફ ધી યર

તમે આ ફિલ્મમાં જે વિશાળ શાળા જોઈ હતી તે હકીકતમાં ભારતમાં જ આવેલી છે. શાળાનો જે પ્રાંગણનો ભાગ છે તે દહેરાદુનની કાસિગા સ્કૂલનો છે. જ્યારે ફિલ્મનો કેટલોક ભાગ કાશ્મિર અને દહેરાદૂનની, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટમાં ફિલ્માવવામાં આવ્યો હતો. હોસ્પિટલ વાળા જેટલા દ્રશ્યો છે તે બધા જ શ્રીનગરના, લલિત ગ્રાન્ડ પેલેસના પ્રાંગણમાં ફિલ્મમાવવામાં આવ્યા હતા. આ ફિલ્મના કેટલાક દ્રશ્યો થાઇલેન્ડમાં પણ ફિલ્માવવામાં આવ્યા હતા.

11. બોમ્બે વેલ્વેટ

ફિલ્મ મૂળે તો મુંબઈ પર જ આધારીત હતી, અને આપણે એવું વિચાર્યું હતું કે ફિલ્મમેકર જુના બોમ્બેનો સેટ ઉભો કરી ફિલ્મનું શુટિંગ કરશે. પણ આ સમગ્ર ફિલ્મને શ્રીલંકામાં ફિલ્માવવામાં આવી હતી.

12. કુછ કુછ હોતા હૈ

કુછ કુછ હોતા હૈને બોલિવૂડની ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે. આજે પણ ફિલ્મના 20 વર્ષ બાદ આપણે આ ફિલ્મને માણી રહ્યા છીએ, પણ તેમાં કેટલાક દ્રશ્યોને ફિલ્મમાં દર્શાવ્યા છે તેથી જૂદી જ જગ્યાએ ફિલ્માવવામાં આવ્યા હતા. જે શીમલાના સમર કેમ્પમાં અંજલી જાય છે તે દ્રશ્યોને હકીકતમાં ઉટીના વેનલોક ડાઉન્સમાં ફિલ્માવવામાં આવ્યા હતા.

13. ફેન્ટમ

ફેન્ટમ ફિલ્મમાં 26/11 મુંબઈ એટેક પછીની પરિસ્થિતિને દર્શાવવામાં આવી છે. પણ તેમણે શુટિંગનો વિસ્તાર બદલવો પડ્યો હતો. ફિલ્મ મેકર્સે સિરિયામાં ફિલ્માવવાના દ્રશ્યો લેબનોનમાં તેમજ બૈરુતના ડાઉનટાઉન, ખાનડાક અલ – ઘમિકના વસ્તિવાળા વિસ્તાર, અને કફારડેબિયનના પર્વતાળ પ્રદેશમાં માં ફિલ્માવવા પડ્યા હતા.
ફિલ્મના કેટલાક દ્રશ્યો જેને પાકિસ્તાનનું બજાર દર્શાવવામાં આવ્યું હતું તેને વાસ્તવમાં પંજાબના માલેરકોટલા શહેરમાં ફિલ્માવવામાં આવ્યા હતા. તે સમગ્ર વિસ્તારને સંપૂર્ણ વાસ્તવિક દર્શાવવામાં આવ્યો હતો, એટલે સુધી કે બજારના હોર્ડિંગ અને પોસ્ટર અને ઝંડાઓ પણ ઉર્દુ ભાષામાં તૈયાર કરવામાં આવ્યા હતા.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ બોલીવુડની જાણી અજાણી વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી