ચા સાથે ખાલી બિસ્કિટ ખાઇ ને કંટાળી ગયા છો? ચાલો તો ઝટપટ ચટાકેદાર “મોનેકો બાઇટસ્ “ ની સ્ટેપ વાઇઝ રેસીપી જોઈ લઇયે.

ચા સાથે ખાલી બિસ્કિટ ખાઇ ને કંટાળી ગયા છો? ચાલો તો ઝટપટ ચટાકેદાર “મોનેકો બાઇટસ્ “ ની સ્ટેપ વાઇઝ રેસીપી જોઈ લઇયે.

સામગ્રી:

બાફેલા બટાકા – ૨ ચમચી,
ઝીણી સમારેલી ડુંગળી – ૨ ચમચી,
ઝીણું સમારેલું ટામેટું – ૨ ચમચી,
ઝીણા સમારેલા કેપ્સિકમ – ૧ ચમચી,
બાફેલી મકાઇ ના દાણા – ૨ ચમચી,
ઝીણા સમારેલા લીલા ધાણા – ૧ ચમચી,
ચાટ મસાલો – ૧/૨ ચમચી,
મીઠું – સ્વાદ અનુસાર,
લીંબુ નો રસ – ૧/૨ ચમચી,
આમચૂર પાવડર – ૧/૩ ચમચી,
મોનેકો બિસ્કિટ – ૬-૮ નંગ,
ચીઝ – ૨-૩ સ્લાઇસ,
લીલા ધાણાની ચટણી – ૨ ચમચી,
લસણ ની ચટણી – ૧ ચમચી,
ખજૂર આંબલી ની ચટણી – ૨ ચમચી,
કાકડી – ૬-૮ સ્લાઈસ,

ગાર્નીસીગ માટે :
દાડમ ના દાણા,
ઝીણી નાયલોન સેવ,
લીલા ધાણા,

રીત :
સૌ પ્રથમ એક બાઉલ લો, તેમાં બાફેલા બટાકા, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું ટામેટું, ઝીણા સમારેલા કેપ્સિકમ, બાફેલી મકાઇ ના દાણા, તથા ઝીણા સમારેલા લીલા ધાણા લો.

ત્યાર બાદ તેમાં મીઠું, ચાટ મસાલો, લીંબુ નો રસ તથા આમચૂર પાવડર નાખો અને બરાબર મિક્ષ કરો.

હવે એક પ્લેટ લો, તેમાં મોનેકો બિસ્કિટ લો. ત્યારબાદ બિસ્કિટ ઉપર ગોળ આકાર મા કાપેલી ચીઝ ની સ્લાઇસ મુકો.

 

હવે ચીઝ ની સ્લાઇસ મુકાયા બાદ લીલા ધાણા ની ચટણી મુકો. તેની ઉપર થોડી લસણ ની લાલ ચટણી મુકો. ત્યાર બાદ સમારેલી કાકડી નો પીસ મુકો.

હવે તેના ઉપર બાફેલા બટાકા, ડુંગળી, ટામેટું, કેપ્સિકમ, મકાઇ ના દાણા, તથા લીલા ધાણા નું મિક્ષર ટોપીંગ તરીકે મુકો. ત્યારબાદ તે ટોપીંગ ની ઉપર ખજૂર આંબલી ની ચટપટી ચટણી મુકો.

હવે ટોપીંગ મુકેલા બિસ્કિટ ને એક સર્વીંગ પ્લેટ મા લઈ લો.

બધા જ બિસ્કિટ ઉપર જરૂર પ્રમાણે ઝીણી નાયલોન સેવ ભભરાવો.

સેવ નાંખ્યા બાદ દાડમ ના દાણા થી ગાર્નીસ કરો અને અંત મા લીલા ધાણા થી ગાર્નીસ કરો.

ચટાકેદાર અને મજેદાર એવી ફટાફટ બનતી સ્વાદિષ્ટ ડીશ મોનેકો બાઇટસ્ is ready to serve.

ફાયદા :
– બજાર ના રેડીમેડ નાસ્તા કેટલા સ્વાસ્થ્ય વર્ધક હોઇ છે એ તો સૌ કોઈ જાણે જ છે, પણ ધરે જાતે બનાવેલા આવા ચટપટા નાસ્તા આપડે જાતે પૂરી ચોખ્ખાઈ થી બનાવી શકીયે છે. બજાર ની એક પ્લેટ ના ખર્ચા મા ઘરે બનાવીએ તો એજ ખર્ચા મા સહ પરીવાર પેટ ભરી ને ખાઇ શકે છે. મોનેકો બાઇટસ્ સરળતા થી ઓછા દાંત વાળા ભુલકાઓ થી માંડી ને દાંત વિના ના વડીલો સહેલાઈ થી ખાઈ શકે છે. તો ચાલો હવે રાહ કોની જુવો છો? રસોડા ની પેલી નાસ્તા વાળી અલમારી મા રહેલા મોનેકો બીસ્કિટ નું પેકેટ કાઢો ને ફટાફટ અને ઝટપટ આ મોમાં પાણી લાવનારી રેસીપી ટ્રાઈ કરો. અને હા, કમેન્ટ મા જરૂર જણાવજો કે મોનેકો બાઇટસ્ તમને કેવા લાગ્યા ??

રસોઈની રાણી : 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી