એક માતા અને પુત્રીના વિરહ – મિલનની, ખુબ સુંદર વાર્તા….શેર કરો તમારા મિત્રો સાથે….

વિરહ – મિલન

કમળનાં પાન જેવી આંખો, ગુલાબની કળી જેવા એનાં હોઠ,દુધની સફેદી ને પણ ઝાંખી કરી દે તેવું જેનું રૂપ છે.અને દેખાવે સામાન્ય છ્તાં પણ આકર્ષક લાગતી ‘રુહી’. જેને જોતાં જ લોકો થોડીવાર મંત્રમુગ્ધ થઈ જતાં. જ્યાં પણ જાય એનું સ્વરૂપ જ આકર્ષણનું કેન્દ્ર બની જતું હતું.
‘રુહી’ એક ખાનગી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છે.એને એની સ્કુલમાં એક આદર્શ શિક્ષક તરીકેની છાપ ઊભી કરી છે.તેનો સ્વભાવ ખુબ જ શાંત,સરળ અને સાથે સ્પષ્ટ ઉચ્ચારણ કે જેનાથી વિધાર્થીઓને આસાનીથી બધું જ સમજાવી શકતી હતી.

તેની,સ્કુલમાં સિતેર જેટલાં શિક્ષકોનો સ્ટાફ હોવા છતાં પણ એ બધાં જ વિધાર્થીઓમાં પ્રિય. તો ક્યારેક એક શિક્ષકની સાથે સાથે ‘માં’ નાં પણ ’રુહી’માં દર્શન થતાં હતાં. માટે જ, ‘બધા જ વિધાર્થીઓ ‘રુહી’ને પોતાની મનની મૂંઝવણ જણાવી શકતા હતાં. અને સમાજ પણ ‘રુહી’ને એક આદર્શ વ્યક્તિ તરીકે જ જોતો હતો.જે ‘રુહી’ માટે ગર્વ લેવા જેવી વાત કહી શકાય.

એક દિવસ ‘રુહી’ પોતાનાં ક્લાસનાં લેકચર પતાવી ને સ્ટાફ રૂમમાં બેઠી હતી. ત્યાં જ ગીતામાસી (પટ્ટાવાળા છે સ્કુલનાં) આવ્યાં.

ગીતામાસી(ધીમે થી..) , ‘રુહીમેમ,તમને સર બોલાવી રહ્યાં છે.એમની ઓફિસમાં’.
રુહી , ‘ઓકે’ . (હળવેક થી ઓફિસમાં એન્ટર થતાં), ‘મે આઈ કમ ઇન સર’.
સર (વ્હીલચેર રાઉન્ડ- રાઉન્ડ ફરતાં ઊંડા વિચારોમાં ખોવાયેલા હતાં.એકદમ ચોંકીને) , ‘યસ, કમ કમ’.
બેસો, “આપણી સ્કુલમાંથી,સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન થયું છે. અને બધાં જ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ની ખુબ જ ઈચ્છા છે કે ‘રૂહી’મેમ જ એમની જોડે પ્રવાસમાં આવે તો જ અમે પ્રવાસમાં જઈશું.
રૂહી, ‘ઓહ નો,સર….. આઇ હેવ અ નો ટાઈમ,- બટ આઈ વીલ માય બેસ્ટ ટ્રાય’.
સર, ’જાવ તો સારૂ રહેશે, તો વિધાર્થીઓનાં વધારે મજા આવશે’.
રૂહી, ‘ઓકે સર,હું જઈશ’.
સર, ’10,જાન્યુઆરી નાં રાત્રે બાર વાગે સ્કુલથી બે બસ વિધાર્થીઓને લઈને પ્રવાસ મુકામે રવાના થશે’.
રૂહી, ‘હ્મ્મ્મ્મ્મ્મ…,હા સર’.

10,જાન્યુઆરીનાં સ્કુલ બસ પ્રવાસનાં મુકામે જવા રવાના થયાં. ત્યારે રસ્તામાં જ એક બીજી સ્કુલનો પણ, આજ સ્થળો પર પ્રવાસ હતો.પછી તો બન્ને સ્કુલનાં પ્રવાસીઓ અને શિક્ષકો જોડે જોડે જ જતાં હતાં.
હવે, ‘જૂનાગઢ પહોંચે છે.ભવનાથ તળેટીમાં જ રોકાય છે. ઊંચા “ગઢ ગિરનારની” ભવ્યતાં અને પ્રાકૃતિક સૌંદર્યનો શણગાર’ જોઈ, ભલા કોને ગિરનાર ચઢવાનું મન ન થાય.બન્ને સ્કુલનાં વિધાર્થીઓ અને શિક્ષકો ગિરનાર ચઢવા લાગે છે. થોડા વિધાર્થીઓ હતાં જેમને નહોતું ચઢવું એમને રૂહી નજીકનાં જ મંદિરમાં લઈ જાય છે.અને ખુબ આનંદ કરાવે છે.
હવે, વાતોવાતોમાં જ ‘ઋતુ’ નામની એક વિધાર્થીની રૂહીનું દિલ જીતી લે છે. રૂહીને એના માટે અલગ જ લાગણી થાય છે. એને ‘ઋતુ’માં પોતાનું જ કોઈ સ્વજન દેખાય છે.

હવે, રૂહીને ‘ઋતુ’ વિશે બધું જ જાણવાની તમન્ના જાગે છે.વહેતા ઝરણાની જેમ, ‘ચંચળ,મધુર અને પ્રેમાળ સ્વભાવની હતી ઋતુ’. હવે,સોમનાથ જવાનું હતું. એટલે આખો દિવસ જુનાગઢ્માં,’શક્કરબાગ,પ્રાણીસંગ્રહાલય,મ્યુઝીયમ’ ફરીને બન્ને બસનાં પ્રવાસીઓ સાંજે સોમનાથ જવા નીકળે છે.

રૂહી અને ઋતુ એક જ સીટમાં જોડે જોડે બેસે છે. ત્યારે જ વાત વાતમાં રૂહીને ખ્યાલ આવી જ જાય છે કે ‘ઋતુ’ એ બીજુ કોઈ નહી.પણ, વર્ષો પહીલા મારાથી છૂટી પડી ગયેલી મારી દિકરી જ છે. એનું નામ પણ ‘ઋતુ’ જ હતુ.

સોમનાથમાં જ્યાં પણ રાત્રી રોકાણ કરવાનું હતુ ત્યાં બસ, પહોચી જાય છે. બધાં જ જમીને સુવાની તૈયારીમાં લાગી જાય છે.આ બાજુ ઋતુ એનાં સ્કુલનાંટીચર પાસે જીદ કરે છે. કે, મારે રૂહી મેમ જોડે જ સુવું છે. (આ બાજુ રૂહીની પણ મનમાં એવી જ ઇચ્છા) .

રાત્રે ‘ઋતુ’ રૂહીની બાજુમાં જ થાકી ગઈ હોવાથી થોડી જ વારમાં સુઈ જાય છે. પણ, રૂહીને સહેજ પણ નિંદર નથી આવતી. એ તો વર્ષો પહેલા જે માતૃત્વનો પ્રેમ ‘ઋતુ’ને નહોતી આપી શકી એનો (આંશુ વગરની કોરી આંખે જળજળીયા સાથે,વર્ષો પહેલાનાં ભુતકાળમાં ખોવાઈને,ભવિષ્યની આશા વગર વર્તમાનમાં ક્યારેય કલ્પના પણ નહોતી કરી એ વાત્સલ્યનો પ્રેમ ‘ઋતુ’ ને આપી રહી હતી.આજે વર્ષોનાં વર્ષો પછી એનું માતૃત્વ રાતરાણીની જેમ ખીલીને પ્રકાશની ફોરમ ફેલાવી રહ્યુ હતું.અમાસનાં ચાંદમાં આજે પૂનમનો પ્રકાશ હતો.).

સવાર પડતાં જ સોમનાથ મહાદેવનાં દર્શન કરી પછી બધા દિવ જવા રવાનાં થયા. રૂહી આજે ‘ઋતુ’ ને બધું જ કહીવાનું વિચારી રહી હતી.રૂહી ‘ઋતુ’ને પોતાનાથી સહેજ પણ,દુર જવા નહોતી દેતી.
‘દિવ’ નું કુદરતી સૌંદર્ય અને કુદરત પણ આજે આ બન્નેનાં મિલન માટે તૈયાર જ હોય એવું લાગ્યુ.
રૂહી , ‘ઋતુ, ચાલ આ દરિયાનાં મોજામાં મસ્તીકરીએ,રેતીમાં ઘર બનાવીએ ’.
ઋતુ, ‘ વાવ ! ચાલો કેટલી મઝા આવશે ! ચાલો મેમ….જલ્દી….!’.
રૂહી , ‘હા, ચાલ ચાલ…’
મસ્તી અને વાતવાતમાં રૂહી, ‘ઋતુ’ ને કહી છે કે, ‘તારી મમ્મીને જોવી છે. એ અહિંયા જ છે’.

ઋતુ ( એકદમ ખુશ થતાં આશ્ચર્ય સાથે.આંખોમાં આંશુઓ સાથે,‘હા…તમે જાણો ?મારે એક્વાર જ ખાલી મારી મમ્મીને જોવી છે.મારે ખાલી એક જ વાર એમને મળવું છે. હુ સમજુ છું. હુ ક્યારેય નહી મળુ પછી એમને ! બસ, ખાલી એક જ વાર મારે મળવું છે. મારી મમ્મીને .એ મને મળશે ???’.
રૂહી , ‘મારી વ્હાલી, મારી લાડલી ,મારી રૂહ …મારી પાસે આવ (ખુબ જ પ્રેમ થી કહે છે. અને એકદમ નજીક બોલાવે છે.) આ દરિયાનાં પાણીમાં જો.એમાં જે પ્રતિબિંબ તારી બાજુમાં છે. એ બીજુ કોઈ નહી તારી જ મમ્મીનું છે. જોઈ લે બેટા…..’.
(થોડી વાર શાંતિ છવાઈ જાય છે.. બન્ને એકબીજાને જ જોયા કરે છે.)
‘ઋતુ’ ‘માં ‘તું’ જીવે છે.પણ, છ્તાં ‘હુ’ તને નહોતી ઓળખતી,કે નહોતી ક્યારેય જોઈ,રોજ એક જ પ્રશ્ન રહેતો મનમાં કે મારી મમ્મી કોણ હશે? કેવી હશે? પપ્પા તો ક્યારેય કાંઇ જ કહેતા નથી કે નથી દાદી કે દાદા કહેતાં’ .
(વર્ષો પહેલાં પણ રૂહી એક શબ્દ નહોતી બોલી કે આજે પણ નહી….માત્ર ને માત્ર મૌન જ રહી ….પણ આજે રૂહીની આંખોમાં આંશુ નથી.આજે એનો એક વિશ્વાસ હતો કે મને મારી દિકરી મળશે જ! એ આશાના પ્રકાશની ચમક દેખાઈ એનાં એક એક આંશુમાં ઋતુને )
ઋતુ, ’મમ્મી….માં ….હુ તારી જ છ્બી છું. તો તને કેમ ન સમજી શકું. સતત ત્રણ દિવસથી હુ તારી સાથે છું. મારા બધાં જ પ્રશ્નોનાં જ્વાબ તારા વ્યક્તિત્વ અને ચરિત્ર એ જ આપી દીધા છે. મારે કોઈ જ પ્રશ્નો નથી મારા મનમાં તમારા માટે. યુ આર માય બેસ્ટ મોમ…….’.

(સમયની એક થપાટ એવીતો લાગી કે આપણે અલગ થઈ ગયેલા.. આજે એક દિકરી એક ‘માં’ ને આશ્વાસન આપી રહી હતી.એક માં ને સાંત્વનાં આપી રહી હતી. ‘માં’ ની વ્યથા સમજી શકતી હતી.આજે વર્ષો બાદ મિલન બાદ પણ કોઈ જ ફરીયાદ નથી.કોઈ જ સવાલ નથી)

રૂહી , ‘ ધન્ય છે મારા માતૃત્વને! કે મને !આવી સમજદાર,સંસ્કારી અને પ્રેમાળ દિકરી મળી’.
ખરેખર, આ જીવનમાં કુદરતનો ખેલ કોઈ ક્યારેય નહી સમજી શકે.

લેખક: તૃપ્તિ ત્રિવેદી.

દીકરીઓ ખુબ સમજદાર હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી…. બધી જ દીકરીઓ ને ખુબ ખુબ આશીર્વાદ…..

ટીપ્પણી