બે મુખ્યમંત્રીઓની સત્ય કહાણી : મોદીનું ગુજરાત vs નીતિશનું બિહાર

- Advertisement -

1234831_10201236316482706_1923124956_n

 

એક બિઝનેસમેનના પોતના જ શબ્દોમાં વાત બે મુખ્યમંત્રીઓની કાર્યપ્રણાલીની. તેમનું નામ છે, “રાજીબ કુમાર રોય” જે બિહારનો એક બીઝનેસમેન છે. તેમને થયેલા એક સાચા અનુભવ વિષે તે તેમના તટસ્થ ખ્યાલ (રિવ્યુઝ) આપે છે. આ વ્યક્તિને ભાજપ કે નરેન્દ્ર મોદી સાથે ડાઈરેક્ટ કે ઇનડાઈરેક્ટ કઈ લાગતું વળગતું નથી પરંતુ તે ફક્ત તેમની સાથે બનેલો સાચો પ્રસંગ શેર કરેલ છે. તેમની ઓરીજીનલ ફેસબુક પ્રોફાઈલ પણ તમે જોઈ શકો (https://www.facebook.com/photo.php?fbid=10201236316482706&set=a.1472798932692.2066944.1015225244&type=1&theater)

 

નીતીશકુમારનું બિહાર:-

હું એક બિઝનેસમેન છું મારો જન્મ અને ઉછેર બિહારમાંજ થયો છે. અમારો બિઝનેસ આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરેલો છે અને કર્ણાટક અને તામિલનાડુમાં સ્થાયી કરેલ છે. મેં મારું ઘર ૧૯૮૩માં અભ્યાસ માટે છોડ્યું. મને આધુનિક કૃષિ- વિજ્ઞાન, સલામત વાવણી, પાક સુધારણા અને ગ્રીનહાઉસ અસરોને લગતી ટેકનોલોજીનો ૧૯ વર્ષોનો આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ છે.

જયારે નીતીશકુમાર બીજીવાર બિહારના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા ત્યારે મને ઘણોજ આનંદ થયો હતો. દેશની-માતૃભૂમિની સેવાની ભાવના એ મને અનેક પત્રો નીતિશકુમારને લખવા પ્રેર્યો કે કેવી રીતે હું બિહાર રાજ્યમાં પાક સુધારણાનાં ઉપાયો બતાવીને કૃષિ વિકાસમાં મારો ફાળો આપી શકું છું. મેં મુખ્યમંત્રી કાર્યાલયને ચાર પત્રો લખ્યા; પણ મને કોઈ પ્રતિભાવ ન મળ્યો.મેં કૃષિ મંત્રાલયના સચિવને પણ પત્રો લખ્યા કે મને તેણીને મળવા માટે એપોઈન્ટમેન્ટ મળે પણ મને ક્યારેય કોઈ પ્રતિભાવ સાંપડ્યો જ નહીં.

અનેકો પ્રયત્નોના અંતે મને શ્રી અશોકકુમાર સીંગ (ACP)ને મળવાની મંજૂરી મળી.મેં એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું કે કેવી રીતે બિહારમાં કૃષિની કાયાપલટ કરી શકું છું. અમારી મીટીંગ ઉતાવળે ૩૦ જ સેકન્ડમાં પૂરી થઇ ગઈ અને મને તોછડો જવાબ મળ્યો કે ” बिहारमें डेवलपमेंट का काम हमारा हैं आप लोग कंपनीवाले हैं अपना काम कीजिये , हमें आपसे सिखने की जरुरत नहीं हैं . ” આ મારી માતૃભૂમિની સેવા કરવાના- દેશપ્રેમના નિર્ણયનો અકાળે આવેલો અંત હતો. અમલદારશાહીના ઘમંડી અને ઉદ્ધત વર્તનથી અપમાનિત થયેલા મેં ફરી ક્યારેય બિહાર રાજ્યમાં પગ ન મુકવાનો નિર્ણય લીધો.

 

મોદીનું ગુજરાત:-

ઇઝરાઇલમાં અમારા પ્રિન્સિપાલે ભારતમાં અમારી કંપનીનો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવાનો વિચાર કર્યો, ગુજરાતમાં ફેક્ટરી સ્થાપવાની શક્યતાઓ ચકાસવા મેં એક પત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઓફિસને લખ્યો. બરાબર બે દિવસ પછી મને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી એ બાબતની પૃચ્છા કરતો ફોન આવ્યો કે રાજ્ય સરકાર પાસે થી અમારી શું અપેક્ષાઓ છે?, આ સાથે મને બે દિવસ પછી સાંજે ૪:૩૦ વાગ્યે શ્રી મોદી સાથે ૧૫ મીનીટની મીટીંગ યોજવામાં આવી છે એની પણ માહિતી આપવામાં આવી. મને વિશ્વાસ જ થતો નહતો કે એક જ દેશમાં બે અલગ અલગ પ્રકારની સરકારી કાર્યપ્રણાલી હોઈ શકે?

જે દિવસે મીટીંગ હતી એ દિવસે પણ મને C. M.ની ઓફિસમાંથી ફોન આવ્યો અને યાદ કરાવવામાં આવ્યું કે આજે સાંજે ૪:૩૦ વાગ્યે મારે મુખ્યમંત્રીજીને મળવાનું છે. મને ખરેખર વિશ્વાસ જ થતો નહતો કે હું નરેન્દ્ર મોદીને પ્રત્યક્ષ મળવાનો છું.મેં એમ માન્યુ હતું કે મુખ્યમંત્રીની સાથે અમલદારોની એક આખી ટીમ હશે અને તેઓ જ મારી સાથે વાતચીત કરશે. હું ખુબજ નર્વસ થઇ ગયો હતો. હું જીંદગીમાં પહેલી વાર કોઈ મોટા ગજાના રાજકીય વ્યક્તિને મળવાનો હતો.

માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત શિખર પરિષદમાં વ્યસ્ત હતા તેથી અમારી મીટીંગ થોડી મોડી શરુ થશે એની જાણકારી મને આપવામાં આવી. શિખર પરિષદ પૂરી થયા બાદ મોદીજી અમારી મીટીંગના સ્થળે પહોંચ્યા. મને એક રૂમમાં મોકલવામાં આવ્યો જ્યાં મુખ્યમંત્રી અને તેમના સિવાય માત્ર કૃષિ વિભાગના મુખ્ય સચિવ અને પ્રધાન સચિવ જ ઉપસ્થિત હતા.શ્રી મોદીજી એ મને મારા નામથી સંબોધીને આવકાર્યો.તેમની વિનમ્રતાથી હું એકદમ સ્વસ્થ થઇ ગયો. તેમની સાદગીએ મને જીતી લીધો. તેમણે મારી સાથે અમારી યોજના અંગેની વાત કરી અને રાજ્ય અમારી શું મદદ કરી શકશે એ પણ જણાવ્યું. તેઓ એકદમ આતુરતા અને ઉત્સુકતાથી મારી યોજના વિશે સમજવા લાગ્યા.

જયારે મીટીંગ પતી ત્યારે મેં તેમની સાથે ફોટો પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે તાત્કાલિક પોતાના ફોટોગ્રાફરને બોલાવીને અમારા ફોટા પડાવ્યા. અમને મુખ્યમંત્રી અને ઉપરોક્ત સચિવોના નામ નંબર વાળું બિઝનેસ કાર્ડ આપવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે કોઈપણ મદદની જરૂર હોય તો અમે સીધો તેમનો સંપર્ક કરી શકીશું.

મીટીંગના બે દિવસ પછી મારા e-mail I.D. પર અમારા મુખ્યમંત્રી સાથેના ફોટા મોકલવામાં આવ્યા.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અમારો સતત સંપર્ક થતો રહે છે અને ચીવટપૂર્વક અમારી યોજનાના વિકાસ બાબતે નોંધ લેવામાં આવે છે.

તમે ક્યારેય કોઈ સરકારી તંત્રને આટલી અલગ રીતે કામ કરતુ જોયું છે??????? આવા મહાન વ્યક્તિત્વને મળવું એ મારા માટે એક હૃદયસ્પર્શી અને પ્રેરક અનુભવ બની રહ્યો.

હવે હું વાચકો પર છોડી દઉં છું કે તેઓ નક્કી કરે બે મુખ્યમંત્રીઓના ઉદ્યોગો,વિકાસ અને સામાન્યમાં સામાન્ય માનવીને સંભાળવા અને સમજવાના અભિગમને.

હું કોઈ રાજકીય પક્ષમાં નથી કે નથી કોઈ પક્ષનો પ્રચાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો પરંતુ મને વિચાર આવ્યો કે બે વિરુદ્ધ ગુણો ધરાવતાં મુખ્યમંત્રીઓ સાથેના મારા અનુભવને આપની સમક્ષ મુકું.

તમે સ્પર્ધામાં જ નથી મિ.નીતીશકુમાર!!!!!!!

સૌજન્ય સાભાર : ખુશાલી જોશી

આંખ ખોલી દેનાર આ ઘટનાને એકવાર અચૂક શેર કરો!

English Version :

MODI’S GUJARAT VS NITISH KUMAR’S BIHAR: TALE OF TWO CHIEF MINISTERS

NITISH KUMAR’S BIHAR :

I am a businessman Born and brought up in Bihar. We are in international business and have our set up in Karnataka and Tamilnadu. I had left home in 1983 for studies. I am having 19 years of international exposure in the field of advance agriculture, protected cultivation and greenhouse technology.

I was very happy when Mr. Nitish Kumar was elected 2nd term as a chief minister. The desire to serve the mother land made me write letter after letter on how I could make a difference in development of Agriculture in that state. I wrote four letters to the chief minister’s office and never got any response. On several occasions I wrote letters to the Secretary Agriculture trying to fix appointment to meet her. No one ever responded.

After lot of effort and pulling all the strings I got an appointment with Mr. Ashok Kumar Singh (APC).I had prepared a presentation on the how Agriculture in Bihar could be transformed. The meeting got abruptly over in 30 seconds with a blunt reply from the APC “Bihar me development ka kam hum logon ka hai, ap log company wale hain apna kam kijiye, we don’t have to learn anything from you guys”

This was the abrupt end of my short love affair with the mother land. The arrogance and humiliation by the bureaucracy was enough for me not to visit the state again ever since.

 

NARENDRA MODI’S GUJARAT :

Our principals in Israel intend to set up a manufacturing plant in India. To explore the possibilities to set up this factory in Gujarat I wrote a letter to the office of Honorable Chief Minister Shri Narendra Modi. Exactly after two days I got a call from the chief ministers office asking what was our expectation from the state? I was also informed that my one to one meeting for 15 minutes was fixed with Mr. Modi at 4.30 PM after 2 days. I really could not believe it.

On the scheduled date I got another call from CM’s office reconfirming our meeting at 4.30 PM and venue of the meeting. I did not really believe that it will be one to one meeting. My perception was that probably Honorable Chief Minister will be there with his entire team of bureaucrats and it will never be a one to one meeting. I was quite nervous as never before I had met any person of the stature of Shri Narendra Modi.

Honorable Chief Minister Mr. Modi was busy with Vibrant Gujarat Summit so our meeting got little delayed. After the summit was over Modi ji arrived at the venue of our meeting. I was sent inside in a room where Besides Chief Minister only Chief Secretary and Principal Secretary Agriculture were present. I was greeted by Shri Modi ji by my first name. His humbleness immediately comforted me. He won me over with his simplicity. He kept on speaking to me on different topics of mutual interest. What a keen learner he is?

 

When the meeting got over I expressed the desire to get photographed with him. He called his photographer got our pictures clicked. We were given the business card of Officer on special duty of CM, Chief Secretary and Principal Secretary Agriculture with an assurance that we could directly approach them in case we need any help.

After two days of the meeting our pictures with the chief minister was mailed to my personal ID. We get regular follow ups from the CM’s office about progress with our work and project.

Have you come across any Govt. Machinery functioning is so differently? It was a heart pleasing and motivating experience to meet this great person.

I leave it for the readers to judge the difference between two Chief Ministers approach towards Industry and common man. I don’t belong to any political party. Just thought of sharing my first hand experience with two contrasting chief ministers.

You are not even a competition Mr. Nitish Kumar

ટીપ્પણી