મોદીને 23 વર્ષથી રાખડી બાંધે છે આ પાકિસ્તાની બહેન – વાંચો સંપૂર્ણ માહિતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાની બહેન કમર શેખ તેમના પતિ સાથે દિલ્હી પહોંચ્યા છે. PMO તરફથી કમર શેખને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને તેઓ આવતીકાલે રક્ષાબંધનના દિવસે સવારે 8 વાગ્યે નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે. તેઓ છેલ્લા 23 વર્ષથી નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે. આ વખતે કમર શેખે મોતી અને રૂદ્રાક્ષ વડે રાખી તૈયાર કરી છે.

કેવી રીતે નરેન્દ્ર મોદીના પરિચયમાં આવ્યા?

કમર શેખના પતિ મોહસિન શેખે જણાવ્યું હતું કે, અમને PMOએ દિલ્હી બોલાવ્યા છે અને કાલે સવારે 8 વાગ્યે મારા પત્ની કમર શેખ PMને રાખડી બાંધશે. તેમણે જણાવ્યું હતું કે, મારા પત્ની છેલ્લા 23 વર્ષથી નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે અને નરેન્દ્ર મોદી સાથે અમારે છેલ્લા 28 વર્ષથી સંબંધ છે. હું એક ચિત્રકાર છું. પહેલાંથી જ હું સંઘ સાથે જોડાયેલો હતો અને ત્યારે જ નરેન્દ્ર મોદી સાથે મારો પરિચય થયો હતો. મારા લગ્ન થતાં મારા પત્ની કમર શેખ હંમેશા નરેન્દ્ર મોદીને કહેતાં કે હું તમને રાખડી બાંધીશ.

 

‘તમારી દીકરી મારી બહેન થઇ’

મોહસિન શેખે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને અમારા સંબંધો ગુજરાતના તત્કાલિન ગવર્નર સ્વરૂપસિંઘને લીધે વધુ ગાઢ બન્યા. એ વખત તેઓ ગુજરાત બહાર જઇ રહ્યાં હતાં ત્યારે તેમણે મંચ પર નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે, કમર શેખ મારી દીકરી છે અને તમારા હવાલે કરીને જઉં છું. ત્યારે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તમારી દીકરી મારી બહેન થઇ. હું એક ભાઇ તરીકે તેમની રક્ષા કરીશ. બસ, ત્યારથી જ રક્ષાબંધન ઉપર મારા પત્ની નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે.

 

આ વર્ષની રાખી કેમ છે ખાસ?

આ વર્ષે કમર શેખે તૈયાર કરેલી રાખડી વિશે તેમણે જણાવ્યું હતું કે, મારી પત્નીએ આ વર્ષ ત્રિરંગાના રંગો અને રૂદ્રાક્ષ વડે રાખડી તૈયાર કરી છે. ખાસ કરીને રૂદ્રાક્ષ હ્રદય માટે ઘણું સારું મનાય છે, જ્યારે મોતી મગજ શાંત રાખે છે. જેથી નરેન્દ્ર મોદી વિશ્વભરમાં ત્રિરંગાની ભાવના ફેલાવે અને તંદુરસ્ત રહે.

 

ખરેખર અદ્ભુત વાત તો એ છે કે જ્યારે જ્યારે દેશને અને મિડિયાને એમ લાગે છે કે આપણે મોદી વિશેની જાણી-અજાણી મોટાભાગની વાત જાણીએ છે ત્યારે જ એમના અંતરંગ જીવનની કોઇને કોઇ એવી વાત બારે આવે છે કે જે બધાને અચંબીત કરી દે છે.

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી