એક ક્લિક પર જાણો મોદી સરકારનો માસ્ટર પ્લાન, દુનિયામાં વાગશે ભારતનો ડંકો

બિઝનેસ કરવાની દ્રષ્ટિથી સરળ દેશોની યાદીમાં ભારતે 30 અંકની હરણફાળ લગાવ્યા બાદ મોદી સરકાર હવે ટોપ 50ની તૈયારીઓમાં લાગી ગયું છે. મંગળવારના રોજ વર્લ્ડ બેન્કની તરફથી રજૂ કરાયેલા ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસના રેન્કિંગમાં ભારતને 100મા સ્થાન મળ્યું છે, ગયા વર્ષે ભારત 130મા નંબર પર હતા. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પૉલિસી એન્ડ પ્રમોશન (ડીઆઈપીપી)ના સચિવ રમેશ અભિષેકે કહ્યું કે સરકારે 200 એવા સુધારા ચિહ્નિત કર્યા છે, તેના દ્વારા ભારત વર્લ્ડ બેન્કની ટોપ 50ની યાદીમાં સામેલ થઇ શકે છે.

કોનફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના એક કાર્યક્રમની અંદર અભિષેકે પત્રકારોને કહ્યું કે અમે આ વર્ષે પહેલાં જ 122 સુધારાને લાગૂ કરી દેવાયા છે. તેમને ઓળખ આપવા માટે અમે વર્લ્ડ બેન્કની સાથે મળીને કામ કરી રહ્યાં છે. આ વર્ષે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસની દ્રષ્ટિથી અમે અંદાજે 90 સુધારાને લાગૂ કરીશું. આપને જણાવી દઇએ કે નાદારી કાયદો, લાઇસન્સિંગ, ટેક્સેશનમાં સુધારો અને રોકાણકારોને પ્રોટેક્શન જેવા પગલાં ઉઠાવાના લીધે ભારતના રેન્કિંગમાં 30 અંકની જોરદાર છલાગ લગાવી છે. ભારત શ્રેષ્ઠ કરનાર ટોપ 10 દેશોમાં સામેલ છે.

રમેશ અભિષેકે કહ્યું કે વર્લ્ડ બેન્કના રેન્કિંગમાં 30 અંકના ઉછાળો ખૂબ જ શાનદાર છે. હવે આપણું લક્ષ્ય ટોપ-50 દેશોમાં સામેલ થવાનો છે. તેમણે કહ્યું કે અમારા વિભાગે સંબંધિત પક્ષોની સાથે મીટિંગ્સ ચાલુ કરી દીધી છે અને સંબંધિત પક્ષોની સલાહ પણ લઇ રહ્યા છે જેથી કરીને રોકાણની દ્રષ્ટિને સુધારવા માટે પગલાં ઉઠાવી શકાય. અભિષેકે કહ્યું કે આ પ્રયાસોના લીધે અમને ખાસ્સી મદદ મળે છે. હવે અમે સંબંધિત પક્ષો પરથી ઉઠાવામાં આવેલા પગલાંને લઇ ફીડબેક લેવાનું કામ કરી રહ્યાં છે. તમામ નોડલ મંત્રાલયો પાસેથી તેની સલાહ પણ લેવાશે.
ડીઆઇપીપીના સચિવે કહ્યું કે વર્લ્ડ બેન્કે જીએસટીને પણ પ્રભાવશાળી સુધારામાં સામેલ કર્યું છે. તેમણે કહ્યું કે અમને આશા છે કે આવતા વર્ષના રેન્કિંગમાં જીએસટીની મોટી અસર જોવા મળશે.

સૌજન્યઃ સંદેશ

ટીપ્પણી