silent love – એક ખુબ સુંદર પ્રેમકહાની તમે પેહલા ક્યારેય નહિ વાંચી હોય…

silent love

બસ બરોડા બસસ્ટેન્ડ પર આવીને ઉભી રહી.રાતના બે વાગ્યા હતા.બસમાના મુસાફરો બસ માથી નીચે ઉતરી રહ્યા હતા. તેમના પગના ચાલવાનો અવાજ આવી રહ્યો હતો.ચંદન તેની આંખો ચોળતો તેની સીટમાં ગાઢ નિદ્રા માંથી ઉઠ્યો.તેને પોતાના કપડાની બેગ તેના ખંભા પર નાખી અને તે નીચે ઉતરયો. તેને એક રિક્ષા પકડી અને તે બસસ્ટેન્ડ પરથી તેના રૂમ તરફ આવ્યો .

તેને રિક્ષા માથી તેના કપડાની બેગ લીધી અને રીક્ષાવાળાને ભાડુ આપી તેના રૂમમા આવ્યો.તેને બેગ એક રૂમના ખુણે મુકી,પાણીની બોટલ માથી પાણી પીધુ અને ફુલ પંખો કરીને તેના બેડ પર ફરી ઉંધી ગયો.તે મુસાફરી કરીને થાકી ગયો હોવાથી તે થોડીવારમાજ ગાઢ નિદ્રામાં પોઢી ગયો.

સવારનો સુરજ ધીમે ધીમે સખત થઇ રહ્યો હતો.ચંદન ફ્રેશ થયને સવારનો નાસ્તો કરી રહ્યો હતો.ચાજઁમા રહેલા ચંદનના મોબાઇલની લાઇટ નોટીફીકેશનથી જબકી રહી હતી.

ચંદન આજે થાકીને આવેલો હોવાથી કોલેજ જવાના મુડમા ન હતો.તેને તેનો મોબાઇલ તેના હાથમા લીધો અને તે બેડ પર આડો પડ્યો.

ચંદને તેનો મોબાઇલ અનલોક કરો તો ફેશબુક,વ્હોટસએપ અને જીમેલની નોટીફીકેશનનો ઢગલો જોયો.તેને પહેલા વ્હોટસએપ ઓપન કરુ.તેને જોયુ તો તેના મિત્રોએ વેલેન્ટાઇન વીકનુ વણઁન કરતા મેસેજો મોકલ્યા હતા.તેને થોડા મેસેજો ચેક કરા અને તેને વ્હોટસએપ બંદ કરુ અને તેને ફેશબુક ઓપન કરુ અને તે ફેશબુક પર આવેલા મેસેજ ચેક કરવા લાગ્યો.


“હેય….તે મારો મસ્ત સ્કેચ બનાવ્યો,મે મારો તે સ્કેચ તારી ફેશબુક વોલ પર જોયો હતો.હુ કેન્ટીનમાં બેઠી હતી ત્યારે તે મારો સ્કેચ ચોરી છુપી રીતે બનાવ્યો હોય તેવુ લાગે છે.આ ખરેખર અન્યાય કહેવાય પરંતુ મને તે મારી જાણ બહાર કરેલી આ ચોરી ગમી.મે જયારથી આ સ્કેચ જોયો છે ત્યારથી મને તે જોયે છે.પરંતુ તુ મને આપીશ કે નહી તે મને ખબર નથી.મે તારો કોન્ટેકટ કરવા ધણા પ્રયત્નો કર્યા પણ તુ આખુ વેલેન્ટાઇન વીક ઓનલાઇન ન થયો.”મહેક નામની કોઇ છોકરીનો મેસેજ હતો.

ચંદન ને ચિત્રકલાનો શોખ હતો એટલે તે નવરાશની પળોમાં આવા લાઇવ સ્કેચ બનાવતો હતો.
“થેન્કસ….મે દોરેલા સ્કેચના સારા રીવ્યુ માટે “ચંદને મહેકને રીપ્લે કરી.
“યુ આર મોસ્ટ વેલકમ “મહેકે ચંદનને જવાબ આપતા કહ્યુ. મહેક હાલ ફેશબુક પર ઓનલાઇન હતી.
“હમમ….”ચંદને મેસેજ સેન્ડ કરો.
“તુ મને મારો એ સ્કેચ આપીશ?”મહેકે ચંદનને મેસેજ કરતા પુછ્યુ.
“તારે એ સ્કેચનુ શુ કામ છે ? “ચંદને રીપ્લે આપતા મહેકને પુછ્યુ.
“મારે તેને મારા બેડરૂમની વોલ પર ફ્રેમ કરાવીને લટકાવવો છે “મહેકે ચંદનને જવાબ આપતા રીપ્લે કરી.
“પરંતુ હુ મે બનાવેલા સ્કેચ બીજા કોઇને આપતો નથી “ચંદને રીપ્લે આપતા કહ્યુ.
“કેમ….કંઇ પ્રોબ્લેમ છે ? “મહેકે ચંદનને સવાલ કરતા રીપ્લે કરી.
” પ્રોબ્લેમ તો નથી પણ હુ નથી આપતો “ચંદને મહેકને જવાબ આપતા કહ્યુ.
” કોઇ પ્રોબ્લેમ નથી તો કેમ મને તે સ્કેચ આપવાની ના પાડે છે “મહેકે ચંદનને વળતો જવાબ આપતા કહ્યુ.
“તે સ્કેચ બનાવામા મારી મહેનત છે એટલે ના મળે “ચંદને મહેકને કહ્યુ.

“હોંશિયારી ના માર બોવ, ભલે તારી મહેનત હોય તે સ્કેચ બનાવામા,પણ તે મારો સ્કેચ બનાવા માટે મારા શરીરના હર એક હિસ્સાને ચોરી છુપી રીતે જોયો છે,તો મારો આટલો તો હક બને ને,મારે ગમે તેમ થાય તે સ્કેચ જોયે “મહેકે થોડી દાદાગીરી કરતા ચંદનને રીપ્લે કરી.
“તારી વાતમા દમ છે,પરંતુ તારા એ શરીરને મારી ડ્રોઇંગશીટ પર દોરતા મને નાકે દમ આવી ગયેલો.”ચંદને મહેકની વાત સાથે સંમતી સાધતા રીપ્લે કરી.
“હાહાહા…જાને જૂઠા…મારુ ફિગર એટલુ બધુ ખરાબ નથી હો….”મહેકે ચંદન ને રીપ્લે આપતા કહ્યું.

“તારુ ફિગરતો સારુ છે,પણ મને તેને સારી રીતે દોરતા સમય લાગેલો અને હુ થાકી ગયેલો “ચંદને મહેકને ચોખવટ કરતા કહ્યુ.

“મારી ફિગરમા દમ છે,પરંતુ તેને ડ્રોઇંગશીટ પર દોરવામા તારી જીગર કમ પડેલી એમને….હાહાહા…”મહેકે ચંદનનો મજાક ઉડાવતા જવાબ આપ્યો.
“ના…એવુ કંઇ નથી…પણ હુ તને આ સ્કેચ નહી આપુ “ચંદને મહેકને ના પાડતા કહ્યુ.
“અરે…મારોજ સ્કેચ મને ના આપે એવુ થોડી ચાલે…પ્લીઝ…આવુ ના કર યાર “મહેકે થોડી મુંઝવણ અનુભવતા ચંદનને રીપ્લે કરતા કહ્યુ.
“ફ્રીમા કંઇ ના મળે મેડમ “ચંદને મહેકને જવાબ આપતા કહ્યુ.

“અરે…ફ્રીમા બીજાના શરીરનો ઉપયોગ થાય પણ સ્કેચ ના મળે આવુ થોડી હોય કંઇ….”મહેકે તેની અકળામણનો અંગારો ફેકતા ચંદન ને કહ્યુ.

“ઓહ…સોરી મેડમ,મે તમારા શરીરને ટચ પણ નથી કરુ અને તમે કહો છો કે શરીરનો ઉપયોગ કરો,મને કંઇ સમજાણુ નહી આમા “ચંદને મહેકને રીપ્લે કરતા કહ્યુ.

” તે મારા શરીરને ટચ નથી કરુ પરંતુ તારી નજરે તો મારા શરીરને ટચ કરુને “મહેકે ચંદન ને સમજાવતા જવાબ આપ્યો.
“તારી આ વાતમા પણ દમ છે … “ચંદને મહેકની વાત સાથે સંમત થતા કહ્યુ.

“હમમ…તુ મને મારો સ્કેચ આપ પ્લીઝ….”મહેકે ચંદન ને વિનંતી કરતા કહ્યુ.
“મે તને કીધુતો ખરુ કે ફ્રીમા કંઇ નહી મળે “ચંદને મહેકને જવાબ આપતા કહ્યુ.

“સારુ…બોલ કેટલા પૈસા જોયે તારે “મહેકે ચંદન ને સ્કેચ માટે પૈસાની ઓફર કરતા કહ્યુ.

“હાહાહા…હુ મજાક કરુ છુ,મારે કોઇ પૈસા નથી જોઇતા “ચંદને મહેકની મસ્તી કરતા જવાબ આપ્યો.

” ના….તુ બોલ,તારે કેટલા પૈસા જોયે છે “મહેકે ચંદન પર થોડુ પૈસા બાબતનુ દબાણ કરતા કહ્યુ.

“હુ નહી બોલી શકુ “ચંદને મહેકને સ્પષ્ટતા કરતા કહ્યુ.

“કેમ..શુ થયુ ?તુ બિન્દાસ બોલીદે કેટલા પૈસા જોયે છે તારે “મહેકે ચંદન ને જવાબ આપતા કહ્યુ.

“કંઇ થયુ નથી…પણ હુ નહી બોલી શકુ “ચંદને મહેકને રીપ્લે કરતા કહ્યુ.
“સારુ…તો કાલે મને મારો સ્કેચ આપજે “મહેકે ચંદન ને સ્કેચ આપવાનુ કહેતા કહ્યુ.
“ઓકે….કાલે હુ તારો સ્કેચ કેન્ટીનવાળા અંકલને આપી દઇશ,તુ તેમની જોડેથી લઇ લેજે “ચંદને મહેકને સ્કેચ આપવાની હા પાડતા જવાબ આપ્યો.
“તુ મારો સ્કેચ કેન્ટીનવાળા અંકલને નહી આપતો,તુ લઇને આવજે કેન્ટીનમાં હુ ખુદ તારી જોડેથી તે સ્કેચ લઇ લઇશ.”મહેકે ચંદન ને ચોખવટ કરતા કહ્યુ.
“સોરી…હુ અજાણ્યા માણસને નથી મળતો “ચંદને મહેકને કહ્યુ.
“જાને…જુઠા. તુ અજાણ્યા માણસને નથી મળતો પરંતુ હુ અજાણ્યા માણસને મળુ છુ,તો તારે કોઇ ટેન્શન લેવાની કોઇ જરૂર નથી “મહેકે ચોખવટ કરતા ચંદન ને કહ્યુ.
“ઓકે…કાલે સવારે નવ વાગ્યે મળીશુ કેન્ટીન પર “ચંદને મહેકને સમય આપતા કહ્યુ.
“સારુ…પણ તુ મારો સ્કેચ લાવવાનુ ના ભુલતો… બાય “મહેકે ચંદન ને ભલામણ કરતા કહ્યુ.
“ઓકે..બાય “ચંદને મહેકને જવાબ આપતા કહ્યુ.

* * * * * * * * * * * * * *
સવારના નવ વાગી ગયા હતા.ચંદન કેન્ટીનમાં આવી ગયો હતો.તે કેન્ટીનમાં એક ખુણાની ખુરશી પર બેઠો હતો.તે ત્યા બેઠો બેઠો મોબાઇલમા ગેઇમ રમી રહ્યો હતો.ત્યા તેના ફેશબુક મેસેન્ઝર પર એક મેસેજ આવ્યો.
“હાઇ..ગુડ મોર્નિંગ…”આ મેસેજ મહેકનો હતો.
“હેય.. ગુડ મોર્નિંગ “ચંદને મહેકના મેસેજનો રીપ્લે આપતા કહ્યું.
“તુ કયા છે હાલ ? “મહેકે ચંદનને સવાલ કરતા ફરી એક મેસેજ કરો.
“હુ કેન્ટીનમાં છુ,તુ કયા છે? “ચંદને મહેકને જવાબ આપતા કહ્યુ.
“હુ પણ કેન્ટીનમાંજ છુ “મહેકે ચંદને રીપ્લે કરતા કહ્યુ.
“ઓહ…ગુડ….તુ કયા બેઠી છે “ચંદને મહેકને મેસેજ કરતા પુછ્યુ.
“હુ અહી ખુણાના ટેબલની સામે બેઠી છુ,તુ કયા બેઠો છે? “મહેકે ચંદન ને રીપ્લે આપતા કહ્યું.
“તુ મારી સામે જો,હુ ખુણાના ટેબલ પર બેઠો છુ “ચંદને તેની પાછળ રહેલા ટેબલ તરફ તેનો ચહેરો ફેરવતા રીપ્લે કરી.
મહેકે ચંદનનો મેસેજ વાંચતા તેની સામેના ટેબલ પર તેની નજર ફેંકી.

મહેકની નમણી આંખો જોયને ચંદને તેની સામે સ્મિત કરુ.ચંદન નુ આ સ્મિત જોયને મહેકના ગોરા ગાલમા પણ ખુશીના ખંજન ખીલી ઉઠ્યા.મહેકે તેના એક હાથને ઉંચો હલાવતા ચંદન ને હાઇ કરુ.ચંદને પણ તેનો એક હાથ ઉંચો કરી બોલ્યા વગર હાય તેને હાઇ કરુ.આ જોયને તરતજ મહેકે ચંદનને તેની પાસે બેસવા આવવાનો ઇશારો તેના હાથથી કરો.ચંદન તેના ટેબલ પરથી ઉભો થયો અને મહેકના ટેબલ પર જઇને તેની સામે બેસી ગયો.ચંદનની આંખો મહેકની આંખોને જોઇ રહી હતી અને મહેકની આંખો ચંદનની આંખોને જોઇ રહી હતી.

“મને મારો સ્કેચ આપ…પ્લીઝ યાર “મહેકે તેની સામે બેઠેલા ચંદનને કહ્યુ.ચંદને મહેકના સ્કેચના રોલને ટેબલ પર ખુલ્લો કરો.મહેક તેનો સ્કેચ જોયને ખુશીથી ઝુમી ઉઠી અને બોલી,”થેન્ક યુ સો મચ યાર…”.ચંદન તેના લિપસ્ટીક વાળા હોઠની હલનચલનને જોયને મહેક સામે હળવુ સ્મિત કરી રહ્યો હતો.
“તુ કેમ કંઇ બોલતો નથી? “મહેકે ચંદનને સવાલ પુછતા કહ્યુ .
“મને અજાણી છોકરી સાથે વાત કરતા શરમ આવે છે “ચંદને તેના મોબાઇલ પરથી ફેશબુકમા મહેકને મેસેજ કરતા કહ્યુ.

“જુઠુ…ના બોલ…નાટક બંધ કર…બોવ ભાવ ના ખાઇશ હવે “મહેકે ચંદન ને ચટપટો જવાબ આપતા કહ્યુ.
” હુ કોઇ નાટક નથી કરતો અને ભાવ નથી ખાતો,અને તુ મારી જેવા હોટ હેન્ડસમને જોયને ખાલીખોટી વધુ પડતી ઉછળીશ નહી…”ચંદને મહેકને તેનાથી પણ ચડિયાતો જવાબ આપતા રીપ્લે કરો.
“તારે તો મારી આવી વતઁણુકથી ખુશ થવુ જોયે પણ મને તો તુ આ દુનિયા નો સૌથી દુ:ખી આત્મા હોય તેવુ લાગે છે….હા..હા..હા..હા “મહેકે ચંદનને રીપ્લે આપતા કહ્યુ.
” મને તારા ગોરા ગાલની આ ખુશી જોયને દુનિયાની સૌથી સુખી આત્મા લાગે છે “ચંદને મહેકનો મુડ મસ્ત થઇ જાય તેવો રીપ્લે કરો.

“તારા માટે એક સરપ્રાઈઝ છે…મારી પાસે “ચંદને મહેકની સામે જોતા મેસેજ કરો.
“ઓહ….ગુડ…જલ્દી મને મારુ સરપ્રાઈઝ આપ પ્લીઝ “મહેકે ઉત્સાહીત થતા ચંદનને રીપ્લે આપ્યો.મહેકનો રીપ્લે વાંચતા ચંદને થોડી ડ્રોઇંગ શીટો મહેકની સામે મુકી.મહેકે તે ડ્રોઇંગ શીટોને એકપછી એક એમ ઓપન કરી.તેને ઓપન કરીને જોયુ તો તેમા તેના અલગ અલગ સ્કેચ હતા.જે ચંદને બનાવ્યા હતા.મહેક આ જોયને તેની સામે બેઠેલા ચંદનને જોયને સ્મિત કરી રહી હતી.મહેકે ચંદનનો આભાર માનતા કહ્યુ “થેન્કસ યાર…યુ તાર ગ્રેટ આર્ટીસ્ટ…”.
ચંદન મહેકના હોઠોની મુવમેન્ટને જોઈ રહ્યો હતો.

” યુ આર મોસ્ટ વેલકમ એન્ડ થેન્કસ ફોર યુ આર બીગ કોમપલીમેન્ટ “ચંદને મહેકને જવાબ આપતા રીપ્લે કરો.
“તુ કોફી લઇશ ? “મહેકે ચંદનને કોફીનુ પુછતા મેસેજ કરો.
“તુ કોફી લઇશ તો હુ પણ લઇશ “ચંદને મહેકના મેસેજનો રીપ્લે આપતા કહ્યુ.
“ગુડ…”મહેકે ચંદનને જવાબ આપતા કહ્યુ.ત્યાર બાદ મહેકે બે કપ કોફીનો ઓર્ડર કરો.મહેક ચંદને આપેલા સ્કેચ જોઇ રહી હતી.ત્યા વેઇટર કોફી લઇને આવ્યો.મહેક અને ચંદને કોફીના કપ ઉઠાવ્યા અને કોફી પીવા લાગ્યા.કોફીની આ મહેફીલ દરમિયાન ચંદન અને મહેક એકબીજાની આંખોના નજારાના નશાને પણ માણી રહ્યા હતા.મહેકની નજરની સામે તાકી રહેલા ચંદનને મહેકે કોફી કેવી લાગી તેવુ ઇશારો કરતા કહ્યુ.ચંદને પણ કોફી મસ્ત છે તેવો ઇશારો મહેકને તેના હાથથી કરો.મહેક આ ઇશારો જોયને ચંદન સામે હસી.ચંદન પણ તેની સામે હસ્યો.ચંદને તેની કોફીનો ખાલી કપ ટેબલ પર મુક્યો.મહેકે પણ તેના હોઠ પરથી કોફીના ફીણને ટીચ્યુ પેપરથી સાફ કરતા ખાલી કપ ટેબલ પર મુક્યો.

“નાઇસ ટુ મીટ યુ….બાય…”ચંદને મહેકને મેસેજ કરો.
“સેમ ટુ યુ….પણ તારે કયા જવાની ઉતાવળ છે?”મહેકે ચંદનને રીપ્લે કરતા સવાલ કરો.
“ઉતાવળ તો નથી.પણ મારે હવે મારા રૂમ પર જવુ છે “ચંદને મહેકને જવાબ આપતા રીપ્લે કરી.
“ઓકે…પણ તુ મને એક સવાલનો જવાબ આપીશ? “મહેકે ચંદનને પુછ્યુ.
“હા….બોલ “ચંદને મહેકની માંગણી સાથે સહમત થતા જવાબ આપ્યો.
“તુ કેમ કંઇ બોલતો નથી,હુ તને બોરીંગ લાગી ? “મહેકે ચંદનને સવાલ કરતા પુછ્યુ.
” તુ બોરીંગ નહી પણ સ્વીટ છે અને હુ કોઇની જોડે વાત નથી કરતો આ દુનિયામા ,ડોન્ટ વરી “ચંદને મહેકને રીપ્લે કરતા કહ્યુ.
“કેમ તુ આ દુનિયામા કોઇની જોડે વાત નથી કરતો?તને દુનિયા સાથે કોઇ પ્રોબ્લમ છે ? “મહેકે ચંદનને ફરી સવાલ કરતા મેસેજ કરો.
“મને દુનિયા સાથે કોઇ પ્રોબ્લમ નથી,મને મારી ખુદની સાથે પ્રોબ્લમ છે “ચંદને મહેકને રીપ્લે આપતા કહ્યુ.
“તને તારી ખુદની સાથે શુ પ્રોબ્લમ છે ? “મહેકે ચંદનને ફરી સવાલ કરતા રીપ્લે કરી.

“હુ બોલી નથી શકતો…. “ચંદને તેના ખુદનો પ્રોબ્લમ મહેકને મેસેજ થકી કહેતા ટેબલ પરથી ઉભો થઇને બહાર જતો હતો.ત્યા મહેકે તેનો એક હાથ પકડી રાખ્યો અને ચંદને મહેકની સામે જોયું તો તેને તેના હાથને કાન પાસે રાખીને ઇશારો કરતા કહ્યુ,

” તુ બોલી નથી શકતો અને હુ સાંભળી નથી શકતી “

મહેકે તેની આંખો માથી બહાર આવી રહેલા આંસુ ને લુછી રહી હતી.ચંદને તેનો હાથ પકડીને ઉભેલી મહેકને તેની તરફ ધીરેથી ખેંચી અને તેના બન્ને હાથની હથેળી મહેકના ચહેરા પર મુકી.ચંદને મહેકની આંખમાથી આવી રહેલા આંસુ ને તેના હાથથી લુછ્યા.મહેકે તેના બન્ને હાથ થકી ચંદનને તેની બાહુપાશમાં સમાવી લીધો અને ચંદને મહેકની લાગણીઓને તેના હોઠથી ચાખી લીધી.
“આઇ લવ યુ.. “ચંદને મહેકને મેસેજ કરો.
“આઇ લવ યુ ટુ “મહેકે ચંદનને જોરથી ભેટતા રીપ્લે કરતા કહ્યુ.

લેખક:-ખોડીફાડ મેહુલ (ગુરુ)

દરરોજ આવી અનેક પ્રેમકહાની અને બીજા વિષયની વાર્તાઓ વાંચો ફકત અમારા પેજ પર..

ટીપ્પણી