‘મિક્ષ વેજ ઇન માલબારી ગ્રેવી’ ,આ પંજાબી વાનગીનો સ્વાદ ઘરે એક માણી તો જુઓ!

મિક્ષ વેજ ઇન માલબારી ગ્રેવી

સામગ્રી

5-6 મિડીયમ ટમેટા,
4-5 મિડીયમ ડુંગળી,
1/2 કેપ્સિક્મ,
3 લીલા મરચા,
1 ઇંચ આદું,
4-5 લસણની કલી,
1 મોટુ બાઉલ ફલાવર,
1 નાનુ બાઉલ વટાણા,
2 મિડીયમ બટેકા,
2-3 નાના રીંગણ,
1 નાનુ ગાજર,
1 મિડીયમ અનિયમિત સમારેલી ડુંગળી,
1 નાનુ અનિયમિત સમારેલ કેપ્સિક્મ,
7 ટે સ્પૂન તેલ,
2-3 ટે સ્પૂન દહીં,
3 ટી સ્પૂન વરીયાળી પાઉડર,
3 ટી સ્પૂન કોપરાનું છીણ/ભૂકો,
2-3 ચમચી લાલ મરચું,
1 ચમચી હળદર,
1 ચમચી આખા ધાણા,
3 નાના ટુકડા તજ,
5-6 લવિંગ,
1 નાની ચમચી અજમો,
4-5 મરી,
1/2 ચમચી મેથી દાણા,
1.5 ચમચી ગરમ મસાલો,
2-3 સૂકા લાલ મરચા,
મીઠુ,

રીત : 

સૌ પ્રથમ એક કડાઇમા 1 ટે સ્પૂન તેલ લઈ, તેલ ગરમ થાય એટલે પાણી ઉમેરી ફ્લાવર, વટાણા, બટેકા, રીંગણ, ગાજર ઉમેરી તેમા લાલ મરચું અને મીઠું ઉમેરી અધ કચરા ચડે ત્યાં સુધી રાખવા.

ત્યાંસુધીમા ડુંગળી, કેપ્સિક્મ, આદું, મરચાની પેસ્ટ બનાવવી, ડુંગળીની પેસ્ટ બનાવવી.
તજ, લવિંગ, અજમો, મરી, મેથીના દાણા, આખા ધાણાનો ખાંડીને ભૂક્કો કરી રાખવો.

એક કડાઇમા 5 ટે સ્પૂન તેલ લઈ તેમા સૂકા મરચાના કટકા કરી ઉમેરી 1 ટી સ્પૂન ખાંડીને તૈયાર કરેલ મસાલો ઉમેરવો.
પછી હલદર, લસણની પેસ્ટ ઉમેરી સહેજ સાંતળી ડુંગળી, કેપ્સિક્મ, આદું, મરચાની પેસ્ટ ઉમેરવી.
સહેજવાર પછી ટમેટાની પેસ્ટ ઉમેરી સાંતળવી.

હવે તેમા દહીં, વરીયાળી પાઉડર, કોપરાનું છીણ ઉમેરી બરાબર મિક્ષ કરવું.
હવે તેમા અધકચરુ બાફેલ શાક, મીઠું ઉમેરી 4-5 મિનિટ ચડવા દેવું, પછી સાઇડમા રાખવું.

હવે બીજુ પેન લઈ તેમા 1 ટે સ્પૂન તેલ લઈ, તેમા સમારેલ ડુંગળી ઉમેરી સાંતળવી.
પછી સમારેલ કેપ્સિક્મ ઉમેરી અધ કચરુ ચડે ત્યાંસુધી કૂક કરવુ.

પછી આ મિક્ષણને ઉપર તૈયાર કરેલ સાઇડમા મુકેલ શાકમા ઉમેરી મિક્ષ કરી, ગરમ મસાલો ઉમેરી 2-4 મિનિટ કૂક કરવું.

છેલ્લે કોથમીર વડે ગાર્નિશ કરી રોટલા, પરાઠા, ચપાટી જોડે સર્વ કરવું.
તો તૈયાર છે મિક્ષ વેજ ઇન માલબારી ગ્રેવી.

રસોઈની રાણી : – ડૉ. ભાર્ગવ શુક્લા (રાજકોટ)
સાભાર          : -હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block