Mix Magic Matho (મિક્ષ મેજિક મઠો)

1009866_150267665177684_221469534_n

 

મિક્ષ મેજિક મઠો :

 

સામગ્રી:

• દહીં-1 મોટો બાઉલ

• દળેલી ખાંડ-2 ટે સ્પૂન

• સમારેલ સફરજન-1/2 કપ

• લીલી દ્રાક્ષ-1/2 કપ

• કાળી દ્રાક્ષ-1/2 કપ

• દાડમ- 1/2 કપ

• રોઝ સીરપ- 1-2 ટી સ્પૂન

• સમારેલ ગુલાબની પાંદડી-1 ટે સ્પૂન

• કાજુ બદામ પિસ્તા ના ટુકડા-1 ટે સ્પૂન

• કલર જેલી-1 ટે સ્પૂન

• તૂટીફૂટી-1 ટે સ્પૂન

 

રીત:

• સૌ પ્રથમ દહીંને મુલાયમ કપડામાં બાંધી લો અને તેને ટીંગાડી લો.

• તેમાંનું પાણી નીકળે ત્યાં સુધીમાં એક બાઉલમાં સફરજનના ટુકડા,દાડમના દાણા,બંને દ્રાક્ષ,ખાંડ નાખી હલાવી લો.

• હવે પેલું બાંધેલ દહીં હતું તેમાં,કાજુ બદામ પિસ્તાના ટુકડા,જેલી,તૂટીફૂટી, મિક્ષ કરો,તેમાં ફ્રૂટનું મિશ્રણ મિક્ષ કરો.

• તો તૈયાર છે “મિક્ષ મેજિક મઠો”.

નોંધ: • માત્ર ફ્રુટ નાખી “ફ્રુટ મઠો” બનાવી શકાય છે. • કેરીના કટકા અને કેરીનો પલ્પ નાખી “કેસર મઠો” બનાવી શકાય છે. • રોઝ સીરપ- 1-2 ટી સ્પૂન, ગુલાબની સમારેલ પાંદડી નાખી “રોઝ મઠો” બનાવી શકાય છે. • માત્ર ડ્રાય ફ્રુટ નાખી “રાજભોગ મઠો” બનાવી શકાય છે. • જે પણ કંઈ બાદ કરવું હોય તે કરી શકો છો. • આમ તમે સહેજ ફેરફાર કરી ઘણી વેરાઈટી બનાવી શકો છો.

 

રસોઈની રાણી: ગામી હિરલ (જામનગર)

ટીપ્પણી