પ્રોટીન્સ અને વિટામિન્સથી ભરપૂર ‘મિક્ષ ફ્રૂટ જ્યુસ’ આજે જ ટ્રાય કરો

મિક્ષ ફ્રૂટ જ્યુસ

ફ્રૂટ્સમાં પ્રોટીન્સ અને વિટામિન્સ સારા પ્રમાણમાં હોય છે બાળકોને તો ખાસ ફ્રૂટ્સ ખવડાવવા જ જોઈએ પણ અત્યારના બાળકોને ફ્રૂટ ને એવુ ભાવે જ છે ક્યાં?

જો તમારા બાળકો ફ્રૂટ ના ખાતા હોયતો તેમને અલગ અલગ સ્ટાઇલ ના ફ્રેશ જ્યુસ વનાવી દેવા જોઇએ તેનાથી તે લોકો ને કાઇક નવુ કોલ્ડ ડ્રિન્ક પીધાનો આનંદ થાસે અને તમને કાઇક હેલ્ધી ડ્રિન્ક પીવડાવ્યાનો આનંદ થશે.
અને આજ જે જ્યુસ આપણે બનાવવાનો છે તેમા બધા ફ્રૂટ્સનો સમન્વય એક જ્યુસમાં જ છે.

સામગ્રી:

• ૧ નાનું સફરજન
• ૧ નાનું કિવી
• ૧ નાનું સંતરુ
• ૨ સ્ટ્રોબેરી
• ૪ સ્લાઇસ અનાનસ
• ૧ મુઠી દ્રાક્ષ
• ૪ ચમચી ખાંડ,
• સ્હેજ મીઠું (કોઇપણ જાતના જ્યુસ બનાવો સ્હેજ મીઠું તો નાખવું જ જોઈએ તેનાથી તેનો ટેસ્ટ ઓર વધી જાસે),
• ૧ ગ્લાસ ફૂલ ચિલ્ડ વોટર,

રીત :

૧ બધા ફ્રૂટ્સને સરખી રીતે ધોઇને સુધારીને મિક્સ્ચર ઝારમાં કાઢી લેવા.

૨ ફ્રૂટ્સમાં ખાંડ અને મીઠું નાખવું.

૪ ફૂલ ચિલ્ડ વોટર એક ગ્લાસ એડ કરવુ. મિક્સ્ચરમા આ બધી વસ્તુને એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી લેવી.

૫ નીચે તપેલી રાખીને ઉપર ચારણી કે ગરણી રાખીને જ્યુસને ગાળી લેવો આમ કરવાથી બી કે છોતરા ગરણીમા રહી જાસે.

એક ગ્લાસમા ફ્રેશ જ્યુસ રેડીને ગ્લાસમા સાઇડમા એક અનાનસ ની સ્લાઇસ અને કિવી ની સ્લાઇસ રાખીને એકદમ ચીલ્ડ સર્વ કરવો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી