“મિક્ષ દાળ ના ઢોસા” – હવે હેલ્ધી અને ટેસ્ટી એવા મિક્ષ દાળના ઢોસા બનાવો..

“મિક્ષ દાળ ના ઢોસા”

પ્રોટીન અને સ્વાદ થી ભરપુર એવા આ ઢોસા બાળકો ને અને પરિવાર ને જરૂર ખવડાવજો .. મિક્ષ દાળ અને ચોખા થી બનેલા આ ઢોસા ખુબ જ સ્વાદિષ્ટ છે . આ ઢોસા માં કોઈ આથો જરૂરી નથી પણ મારો અનુભવ કહે છે , ૨-૩ બેટર રેહવા દયે તો ઢોસા વધારે સારા બની શકે . આ ઢોસા ટોપરા ની ચટણી, અવિયલ (દક્ષીણ ભારતીય મિક્ષ શાક ), ગોળ કે માખણ સાથે પીરસી શકાય ..
આ ઢોસા ના બેટર માં સરગવા ના પાન પણ બારીક સમારી ઉમેરી શકાય .. આ ઢોસા , સાદા ઢોસા ની જેમ પાતળા નથી હોતા, સહેજ જાડા આ ઢોસા ખાવા માં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે .. પાતળા અને કડક જ ઢોસા ભાવતા હોય તો બેટર થોડું પાતળું કરવું અને વધારે જીણું પીસવું .

સામગ્રી :

• ૧ વાડકો ચોખા ,
• ૧ વાડકો ઈડલી ના ચોખા ,
• ૧/૨ વાડકો ચણા ની દાળ ,
• ૧/૪ વાડકો તુવેર દાળ ,
• ૩ ચમચી અડદ ની દાળ ,
• ૩ ચમચી પીળી મગ ની દાળ ,
• ૧/૨ વાડકો ડુંગળી , સમારેલી ,
• ૧/૪ વાડકો બારીક સમારેલી કોથમીર ,
• ૮-૧૦ સુકા લાલ મરચા ,
• મુઠી ભર લીમડા ના પાન ,
• ૧/૨ ચમચી હિંગ ,
• મીઠું ,

રીત :

બધી દાળ અને ચોખા ને ધોઈ , પૂરતા પાણી માં ૩-૪ કલાક માટે પલાળી દો . ત્યાર બાદ પાણી નીતરી લો ..

હવે મિક્ષેર માં દાળ , ચોખા , લાલ મરચા , મીઠું અને હિંગ ઉમેરી કરકરું જાડુ વાટી લો . જોકે આ રીત માં આથો જરૂરી નથી ,

પણ ૨-૩ કલાક ખીરું ઢાંકી ને રાખી મુકો તો ઢોસા ચોક્કસ અતીઉત્તમ બનશે .


ઢોસા બનાવતા પેહલા તેમાં કોથમીર , ફુદીનો અને ડુંગળી ઉમેરો ..


non stick તવો ગરમ કરો …થોડું તેલ લગાવી એક ચમચો ખીરું પાથરો.. જાડો ઢોસો થઇ એમ પાથરવું. ફરી થોડું તેલ બધી બાજુ લગાવું . ઢાંકી ને ઢોસા ને કડક થવા દો ..


કડક થાય એટલે બીજી બાજુ ફેરવી લો અને કડક થવા દો ..


ગરમ ગરમ પીરસો ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી