મિત્રતાની આ વાર્તાનું શીર્ષક આજે તમારે આપવાનું છે તો વાંચો અને આપો નાનકડી વાર્તાને યોગ્ય શીર્ષક…

રવિવારનો દિવસ હતો અને બધા આરવના ઘરે રાખેલ નાનકડી પાર્ટીમાં એકઠા થયા હતાં…

કિચનમાં નિધી એકલા હાથે આ દસ-પંદર ય ટોળાનું જમવાનું બનાવતી હતી…

શાકભાજી પર ચપ્પુ જેમ ચાલતું એમ જ નિધીના મગજમાં ‘એના પતિની આબરૂ સચવાઈ રહેશે ને… મારા લીધે એને કંઈ નાનું અમથુંય સાંભળવું નહીં પડે ને…’ લગ્ન પછી એમ તો એનું આ પાંચમું વર્ષ હતું પણ પતિની નોકરી હજી વર્ષો સુધી ચાલવાની હતી એટલે રસોઈમાં ફાવટ હોવા છતાં મનમાં અનેક વિચારો સાથે એ રસોઈ બનાવતી હતી જેથી એના પતિ સાથે જોબ કરતાં લોકો સામે એની મહેમાનગતિ અને રસોઈ સંબંધી વાતમાં આરવને કાંઈ સાંભળવું ના પડે કાલે ઓફીસ જઈને… આવાં વિચારો રૂપી ચપ્પુ એના મગજમાં ચાલતું હતું ત્યાં જ મનીષા – આરવના ઓફીસમેટ અંકુશની વાઈફ પાણી પીવા માટે કીચનમાં આવી…

નિધી સામે સ્મિત કરીને ફ્રીજમાંથી પાણી પીધા બાદ એને મદદ માટે પૂછ્યું… નિધીએ તો ના જ પાડી અને બધા જોડે બેસવાનું કીધું પણ મનીષા તો ય એને હેલ્પ કરવા માટે કહેવા લાગી…
નિધીના હાથમાંથી ચપ્પુ અને શાકભાજીની બાસ્કેટ લઈને એ કાપવા મંડી અને નિધી બીજી તૈયારી કરવા લાગી…

થોડી વાતમાં વચ્ચે મનીષાએ આરવની પ્રશંસા કરતાં કીધું – “આરવ રોજ અમારા વ્હોટ્સેપ ગ્રુપમાં સવારમાં એવાં સરસ સરસ ગુડમોર્નિંગના મેસેજ મોકલે કે હું ને અંકુશ તો ખડખડાટ હસી પડીએ, અમારો તો દિવસ સુધરી જાય…”

આટલું સાંભળતા જ નિધીના બધા વિચારોનું સ્ટેશન આવી ગયું હોય એમ એ થોડી વાર અવાચક બની ઊભી રહી…

બાથરૂમમાં ગઈ, શાવર ચાલુ કર્યો…
મનમાં આવતાં વિચાર એને હલબલાવતા જ હતાં કે ‘રોજ એના પતિ માટે સવારે વહેલાં ચા બનાવી, નાસ્તો તૈયાર કરી, કપડાં ઈસ્ત્રી કરે, લંચ પેક કરે… બધું એને પ્રેમ જતાવવા અને તો ય એ ઊઠીને ચા માટે એક સ્મિતભર્યું થેન્કસ કે મને ગુડ મોર્નિંગ તો દૂર, સામે ય નથી જોતો અને ફોનમાં જ ઘૂસેલો હોય છે – આ બધાને ગુડ મોર્નિંગ વિશ કરવાં પણ તો ય એણે એનો પ્રેમ દર્શાવવા સેવા ચાલુ રાખી તી… ક્યાં ખબર હતી કે આ સેવા, કાળજી એના માટે પ્રેમ મટીને, રોજિંદી ક્રિયાનો એક ભાગ હોવાનું આરવ માની લેશે…

બધા વિચારોના અંતે શાવર બંધ કરી, ફ્રેશ થયા બાદ બેડરૂમમાં જઈને ત્રણ મહિના પહેલાં બર્થડે પર એની ફ્રેન્ડ નિકીતાએ આપેલો ડ્રેસ પહેરીને, તૈયાર થઈ ગઈ…
ત્રણ મહિનાથી આ ડ્રેસ આરવ સાથે પહેરીને કોઈ પાર્ટી કે મુવીમાં જવાની આશાએ એમ જ હતો પણ આજે મુહર્ત નિકળી જ ગયું…

એની ફ્રેન્ડ નિકીતાને મેસેજ કર્યો કે “Lets have a movie & Hangout today…I am coming @ your home in Half an hour, Be ready…”

કોલ મૂકીને આરવને મેસેજ કર્યો… “તમારા ખાસ દોસ્તો કે જેમના માટે ઘરમાં હોવા છતાં મેસેજ થકી જોડાયેલા રહો છો… ઓફીસ અવરમાં તો સાથે જ હોવ છો અને રાત્રે ય લેટ નાઈટ ફોનમાં જ હોવ છો તો મને ય યાદ આવી ગ્યું કે હું મારી ફ્રેન્ડ નિકીતાને ત્રણ મહિનાથી નથી મળી, તમે જો એક કલાક ય આ બધા વગર ના કાઢી શકતા હોવ તો અમે તો ત્રણ મહિનાથી નથી મળ્યા… અમારુ મળવું અત્યંત જરૂરી બની જાય છે… મિત્રતાની અહેમિયત પ્રેક્ટિકલી સમજાવવા બદલ થેન્કસ માય ડિઅર આરવ… તમે તમારા ફ્રેન્ડસનો મિત્રધર્મ નિભાવી લેજો… હું મારો નિભાવતી આવું…Enjoy” 😜

લેખક – ફાલ્ગુન વાઘેલા…

દરરોજ આવી સમજવા જેવી વાર્તાઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજજલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી