આ મિરેકલ જ્યુસ પિઓ અને પેટની વધારાની ચરબી ઓગાળો ફક્ત ૪ દિવસમાં!

 

વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે લોકો ખાનપાનનું ઘ્યાન નથી રાખી શકતા, જે કારણોસર આજકાલ મોટાભાગના લોકો જાડાપણાંની સમસ્યાથી પરેશાન છે. જો કે હવે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી કારણકે આજે અમે તમને એક એવુ ડ્રિંક બનાવતા શીખવાડીશું જે તમારા પેટની ચરબીને માત્ર ચાર જ દિવસમાં ઓછી કરી દેશે. તો જાણી લો તમે પણ આ ડ્રિંક બનાવવાની રીત…

સામગ્રી
8 કપ પાણી
1 ટી સ્પૂન આદુનો પાવડર
1 મધ્યમ ખીરા કાકડીનો ટુકડો
1 નાના કાપેલા લીંબુનો રસ
12 ફુદીનાના પાંદડાઓ

બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા જગમાં આ બધી સામગ્રી નાખીને આખી રાત પલાળી રાખો. ત્યારબાદ સવારે આ પીણું ગ્લાસમાં લો ત્યારે જે ટુકડાઓ ગ્લાસમાં હોય તેને કાઢી લો અને પછી તેને પી જાઓ. તમને જણાવી દઇએ કે, આ ડ્રિંક તમે બે દિવસ સુધી ફ્રિજમાં પણ રાખી શકો છો. આ બધી જ વસ્તુઓ હેલ્થને ખૂબ જ ફાયદો કરે છે.

જાણો આ ડ્રિંકની સામગ્રી શરીરમાં કેવી રીતે કરે છે ફાયદો

કાકડી
મેદસ્વી માટે કાકડી અતિ ઉપયોગી સાબિત થઈ છે. ખીરા કાકડીમાં કેલેરી બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે જેથી કરીને તે વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

આદુ
આદુ માત્ર ખાવામાં કે ચાનો સ્વાદ વધારવા પૂરતું જ ઉપયોગી છે એવું નથી પરંતુ આદુના અનેક અન્ય સ્વાસ્થ્ય ફાયદા પણ છે. આદુના અદભુત ગુણોને કારણે અનેક ઔષધીઓમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે અને આયુર્વેદમાં આદુના ફાયદા વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે. આમ તો શિયાળામાં આદુનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઉનાળામાં પણ આદુ એટલું જ ગુણકારી હોય છે. આદુમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક વગેરે મિનરલ હોય છે જે હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

લીંબુ
લીંબુને ગુણોની ખાણ માનવામાં આવે છે. સાથે જ લીંબુ એક એવું ફળ છે જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. એવામાં જો તમે દિવસમાં બે કે ત્રણવાર લીંબુ પાણી પીશો તો આખા દિવસમાં અઢળક કેલરી બર્ન કરી શકો છો.

ફુદીનો
કોઇ પણ વાનગીમાં ફુદીનાનું થોડું પ્રમાણ ઉમેરતાં એનો ટેસ્ટ ફ્રેશ બની જાય છે અને આ જ રીતે ફુદીનાના ગુણો હેલ્થ માટે પણ એકદમ બેસ્ટ છે.

પાણી
પાણી શરીરને હાઇડ્રેટ કરવાનું કામ તો કરે જ છે, સાથે-સાથે કસરત કરતી વખતે માંસપેશિઓને પણ લુબ્રિકેટ કરવાનું કામ કરે છે. તમને જાણીને નવાઇ લાગશે કે, પાણી ફેટ ઓછુ કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે.

આ આર્ટિકલ ગમ્યો? – તો ચોક્ક્સ બીજા સાથે શેર કરો!

ટીપ્પણી