તેહવારમાં તમને પણ બે પ્રકારના વ્યક્તિઓ જોવા મળશે એક હેપ્પી અને મોજીલા અને એક દરેક તેહવારમાં એકલા એકલા રેહવાનું પસંદ કરતા હોય એ..

મનની મીરાત

કૂલ ગર્લ ક્રિશાનો હેપીનેસ ફન્ડા શું છે?

‘કૂલ’ ગર્લ ક્રિશાનાં ખૂબસુરત ચહેરા પર રોમેન્ટિક ફેસ્ટિવલ વેલેન્ટાઇન ડેના સેલિબ્રેશનની ઝાંય હજુ દેખાતી હતી. આ મસ્તીભર્યા તહેવારની ભરપૂર ઉજવણી કર્યાની ખુશી અને સુખ ભારોભાર છલકાતું હતું એન્ડ ધ અધર સાઇડ, તેનો પ્રિન્સ કુમાશ કોલેજની એક્ઝામમાં નંબર વન રહ્યો હોવા છતાં તેના ફેસ પર ખુશીનું એક બૂંદ પણ નથી દેખાતું ઊલટાની ‘ફ્રસ્ટ્રેશન’ની લકીરો લીંપાયેલી છે. તેની ‘ડાર્લિંગ ડોલ’ ક્રિશાને તેનું આવું ‘બિહેવિયર’ સમજાતું નથી. ક્રિશાનો ‘નેચર’ છે નાની નાની વાતે ખુશ થઇને ઝૂમી ઊઠવાનો એટલે જ તો તે પોતાની કોલેજમાં અને ગ્રૂપમાં ‘ડાન્સિંગ ડોલ’ તરીકે ફેમસ છે. કોઇ પણ વાતે ‘હેપી’ રહેવું એ આ બેબીની ખાસ હોબી છે અને તે માટે તે સ્પેશિયલ સ્કિલ ધરાવે છે. તે વીકમાં ત્રણેક દિવસ પાર્ટીઝ અને પિકનિકમાં ‘બિઝી’ રહે છે અને તેનો બોયફ્રેન્ડ તેનાથી ટોટલી અપોઝિટ છે.

હજુ લાસ્ટ વીકની જ વાત કરો ને, ક્રિશા પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે સિટીથી થોડે દૂર આવેલાં ફાર્મ હાઉસ પર જન્માષ્ટમીની મસ્ત ‘મોર્નિંગ’એ પહોંચી ગયેલી તે છેક ‘લેટ ઇવનિંગ’ સુધી રહી. મીનવ્હાઇલ, તેણે પોતાની ‘છોટી સી’, ‘પ્યારી સી’ જિંદગીને બટરફ્લાય જેવી ‘કૂલ’ અને કલરફુલ બનાવી દીધી. તો ઓન ધ અધર એન્ડ, તેનો ‘સુપર હીરો’ જરાય ફેસ્ટિવ મૂડમાં નહોતો. ‘બુકિશ’ કુમાશ આખો દિવસ ઘરકૂકડો બનીને કોર્નરમાં ભરાઇને બુકમાં માથું નાખીને બેસી રહ્યો અને આ રીતે તેનું ‘ફેસ્ટિવ વીકએન્ડ’ પૂરું થયું. ક્રિશા ઊછળતી-કૂદતી નદી જેવી છે સેમ ટુ સેમ પેલી ‘જબ વી મેટ’ ફિલ્મની ‘ગીત’ જેવી અને કુમાશ ‘ડીપ સી’ જેવો છે-ધીરગંભીર અને ઓલમોસ્ટ ઉદાસ. આવું કેમ? એ સવાલ સતત ક્રિશાના મનને પજવે છે.

તેને થાય છે કે વિદેશી તહેવાર વેલેન્ટાઇન્ ડે હોય કે નજીકમાં આવતું હોળી-ધુળેટીનું રંગીન પર્વ કુમાશને એકેય તહેવાર ઊજવવો કેમ નથી ગમતો? આનું કારણ શું હોઇ શકે? ફેસ્ટિવલનાં સેલિબ્રેશન દ્વારા સુખી થવાની-રહેવાની-કરવાની સાઇકોલોજી દરેક વ્યક્તિની ડિફરન્ટ હોય છે કેશું? આવો સવાલ ક્રિશાને થયો એ સ્વાભાવિક છે કારણ કે ક્રિશા સાઇકોલોજીની સ્ટુડન્ટ છે.

માય ડિયર ફ્રેન્ડ્સ, તમને કહી દઉં મારી અને તમારી આસપાસ ક્રિશા અને કુમાશ ટાઇપ ‘ગર્લ્સ એન્ડ ગાયઝ’ ઘણાં છે, હૈ કી નહીં? યંગસ્ટર્સ હોય કે એલ્ડર્સ તેમને જોઇને તમે એમ માનતા હો કે તેમને ઉત્સાહ છલકાવતા વિવિધ તહેવારોનું ‘સેલિબ્રેશન’ કરવું ગમે છે, તેની ઉજવણીમાં તે ‘ઇન્વોલ્વ’ રહે છે તો તમે અહીં ખોટા છો. માત્ર આપણને જ નહીં પણ જગત આખાને જેના માટે અહોભાવ છે તે અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો હતો. એકોર્ડિંગ ટુ ધીસ સર્વે, બિગ ફેસ્ટિવલ ક્રિસમસ પહેલાં જોબ કરતા 39 ટકા લોકો ડિપ્રેસ્ડ થઇ જાય છે. તેનું કારણ શું? તો એ સર્વેનું તારણ એ છે કે કોઇને ગર્લફ્રેન્ડની જૂની અને અફ કોર્સ જાણીતી ઇચ્છા પૂરી ન શકવા બદલ ફ્રસ્ટેશન ‘ફીલ’ થાય છે તો કોઇને પોતાની માલિકીનું ઘર ન ખરીદી શકવાનું ટેન્શન રહે છે તો કોઇ પોતાના માથે ‘અર્નિંગ’ની ઉપાધિનું પોટલું લઇને ફરે છે. એમાં તો બિચારો તહેવાર તો ક્યાંય દૂર રહી જાય છે.

બટ ધ ફેક્ટ ઇઝ ધેટ કે એક વાર ફેસ્ટિવલ ચાલુ થઇ જાય પછી મોટા ભાગના એટલે 2 3 લોકોનું ડિપ્રેશન દૂર થઇ જાય છે. તેમ છતાં તહેવારોનો ઉત્સાહ કે સેલિબ્રેશનનો ક્રેઝ તન-મનને ‘ટચ’ ન થતો હોય એવા લોકોની લાંબી-મોટી લાઇન છે.

હ્યુમન બિહેવિયરનો અભ્યાસ કરતાં રિસર્ચર્સની વાત માનીએ તો આપણે ત્યાં પણ ટીપિકલ મિડલક્લાસમાં થોડા વર્ષથી તકલીફોનું પ્રમાણ વધી રહ્યું છે અને ભારતમાં પણ ઉત્સવ અને તેની ઉજવણીના અર્થ બદલતા જાય છે. મનોવૈજ્ઞાનિક કહે છે કે ઉત્સવ એક માઇન્ડ સ્ટેટસ છે યાનિ કી માનસિક સ્થિતિ છે. ઉત્સવનો ઉત્સાહ તનમનમાં છવાઇ જાય તેને કોઇ ‘એજ-બાર’ કે ઇકોનોમિક કન્ડિશન નથી નડતા. તમને એક્સપર્ટે કહેલી આ વાત માનવાનું મન થાય ખરું? તહેવાર મનાવવો માણસની અનિવાર્ય માનસિક જરૂરિયાત ગણાય છે. એ માટે મગજને ઘણી રીતે પ્રેરણા મળી શકે છે.

કોઇ ડાન્સ કરીને-નાચગાન દ્વારા ઉત્સવના ઉત્સાહને એક્સપ્રેસ કરે છે તો કોઇ ફટાકડા ફોડીને, એટલે જ તો અમદાવાદ જેવા શહેરમાં ઉત્તરાયણની ઉજવણીમાં મોટા ભાગના શહેરીજનો ફટાકડા ફોડીને પોતાનો આનંદ-ઉત્સાહ વ્યક્ત કરતા જોવા મળે છે. આપણને કંઇ ‘ટપ્પો’ પડે એમ કહેવું હોય તો વ્યક્તિના સંસ્કાર અને એ સમયની પરિસ્થિતિઓ ‘કુલ મિલા કે’ ડિસાઇડ કરે છે કે તે કેવી રીતે ફેસ્ટિવલને‘સેલિબ્રેટ’ કરશે.

ભારતના ચંડીગઢમાં કરાયેલા એક સર્વેનું તારણ એવું નીકળ્યું કે 27 ટકા ચંડીગઢવાસીઓ એમ માને છે કે દારૂ પીવો એ સેલિબ્રેશનની બેસ્ટ સ્ટાઇલ છે, યુ નો! જોકે, સેલિબ્રેશનની કેટલાંક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર્સ પણ છે. જસ્ટ ગીવ વન એક્ઝામ્પલ કે ક્રિશા ટાઇપ ‘ટોકેટિવ’ લોકો ઉત્સવોની ઉજવણીમાં ‘એન્થુ’ બનીને ભાગ લે છે. અબ આઇ બાત સમજ મેં.

ક્રિશા પેલી જાણીતી સ્ટોરીની ટોકેટિવ ટર્ટલ’ યાનિ કી ‘લપલપિયો કાચબો’ છે અને મિસ્ટર દેવ ડી કુમાશ સાવ ઓછાબોલો છે. તેથી ક્રિશાને દરેક તહેવાર ઊજવવો ગમે છે. ઇનફેક્ટ, તે પ્રત્યેક દિવસને એવી રીતે ઊજવે માણે છે કે જાણે કે તેની પાસે જીવવા માટે એક જ દિવસ બચ્યો હોય! ફેસ્ટિવલના સેલિબ્રેશન થકી જ હેપી રહી શકાય એવું નથી હો!

આપણી આ બબલી ક્રિશા ઉંમરમાં તો ‘છોટી સી, નન્હી સી ગુડિયા’ છે પણ છતાં તેને હેપી રહેતા અને બીજાને હેપી કરતા સારી રીતે આવડે છે. તેનું રીડિંગ વાઇડ છે. તેણે ક્યાંક વાંચેલું કે ‘લાઇફ ઇઝ એ ફેસ્ટિવલ, સેલિબ્રેટ ઇટ- જિંદગી એક ઉત્સવ છે, તેને માણો’. આ તેની હેપીનેસનો ફન્ડા છે.

તે પોતાનાં હૃદયનાં રડાર પર સતત સુખનાં સિગ્નલ્સ ઝીલે છે. તેની જેમ તમે પણ આ સિગ્નલ્સ ‘કેચ’ કરી શકો છો પણ વાત ખાલી એટલી છે કે એ કેચ કરતાં તમને આવડવું જોઇએ અને ન આવડતું હોય તો ક્રિશા જેવી કોઇ વ્યક્તિ કે ફ્રેન્ડ પાસેથી શીખી શકાય. હં… તો ગીવ હેપીનેસ અ ચાન્સ ઓકે.

લેખક : મીરાં ત્રિવેદી
દરરોજ આવી અવનવી વાર્તાઓ અને અનુભવ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી