બધાને ભાવે એવા સમોસા બનાવો અને ખવડાવો…..

મીની ડ્રાય સમોસા (Mini Dry samosa)

સામગ્રી :-

સમોસા ના પડ માટે

* ૧૧/૨ કપ મેદો
* ૨ ચમચી કોનૅ ફલોર
* ૧/૪ ટી.સ્પૂન અજમો
* ૨૧/૨ ચમચી ધી
* મીઠુ સ્વાદ મુજબ

સ્ટફીગ માટે

* ૧૫૦ ગ્રામ રતલામી સેવ
* ૧ ટી. સ્પૂન લાલ મરચુ
* ૧/૪ ટી.સ્પૂન ગરમ મસાલો
* ૧ ટી.સ્પૂન આમચુર પાવડર
* ૧ ટી. સ્પૂન દળેલી ખાડ
* ૨થી૩ ટે. સ્પૂન તેલ
* મીઠુ સ્વાદ મુજબ

રીત:

* સો પ્રથમ એક બાઉલ મા લોટ ની બધી સામગ્રી ભેગી કરી મીડયમ કઠણ લોટ બાધવો.એને ઢાકી ને ૧૦ મિનિટ રેસ્ટ આપવો
* એટલી વાર મા રતલામી સેવ ને ક્રશ કરવી .( મિકસર મા ) બારીક ન કરવી.એને એક બાઉલ મા કાઢી લો.
* હવે એક નાના બાઉલ મા બધા સૂકા મસાલા ભેગા કરી મિકસ કરો.
* હવે એક નોનસ્ટિક પેન મા તેલ મૂકી પહેલા તેમા મસાલો નાખી હલાવો ત્યારબાદ તેમા સેવ નો ભૂકકો નાખી ૧ થી૨ મિનિટ સાતળી તરત ગેસ બંધ કરી દો.મિશ્રણ ને એક બાઉલ મા કાઢી ઠંડુ કરો.
* હવે લોટ ને કેળવી તેના મિડયમ લુઆ કરો .હવે લુઆ માથી પૂરી વણી વચ્ચે થી ચાકુ વડે કપો .બે ભાગ થશે
હવે એક ભાગ નો શકુ શેપ આપી એક ચમચી પૂરણ ભરી ઉપર થી બંધ કરી સમોસુ તૈયાર કરો. આ રીતે બધા સમોસા ભરી દો.
* આ સમોસા ને ધીમા તાપે તળી લો.
* હવે સમોસા ઠંડા થાય એટલે તેને એર ટાઈટ ડબ્બા મા ભરી દો.
* આ સમોસા ૧૦ થી ૧૫ દિવસ રહે છે.
* આ સમોસા બાળકો ને ટિફિન મા પણ અપાય.

* નોધ / આજ પૂરણ માથી ડ્રાય કચોરી પણ બને છે.

કાજલ શેઠ (મોડાસા)

ખુબ ટેસ્ટી me તો ટ્રાય કર્યા તમે કર્યા કે નહિ? શેર કરો તમારા મિત્રો સાથે.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!