મિની વડાપાઉ બાઈટ્સ – આ છે યુનિક અને ન્યુ વેરિયેશન ! Must TRY

મિની વડાપાઉ બાઈટ્સ

સામગ્રી-
પુરણ માટે –
– 1 કપ બાફીને માવો કરેલ બટાટો
– 1 ટીસ્પુન લસણ સમારીને
– 1 ટીસ્પુન આદુ સમારીને
– 1 ટીસ્પુન જીરૂ
– 1 ટેબલસ્પુન ધાણાજીરૂં પાવડર
– 1 ટીસ્પુન લાલ મરચી પાવડર
– 1/2 ટીસ્પુન હળદર
– 1 ટેબલસ્પુન લીંબુ રસ
– 1 ટેબલસ્પુન તેલ
– કોથમીર સમારીને
– મીઠું સ્વાદ મુજબ

ખીરા માટે
– 3/4 કપ ચણાનો લોટ
– મીઠું સ્વાદ મુજબ
– 1 ટીસ્પુન લાલ મરચી પાવડર
– અંદાજે 1 1/4 કપ પાણી

– તેલ તળવા માટે

બ્રેડ બાસ્કેટ માટે
– 4-5 નંગ બ્રેડ
– 1 ટીસ્પુન તેલ ગ્રીસ કરવા
– 1 કપ આમલીની ચટણી
– 1 કપ ગ્રીન ચટણી
– 1 કપ લસણ-શીંગદાણાની ચટણી

રીત-
– તેલ ગરમ કરો. જીરાનો વઘાર કરી આદુ-લસણને સાંતળો.
– આદુ-લસણ સંતળાઈને ગોલ્ડન થાય કે બટાટાનો માવો, મીઠું, બધા મસાલા નાખી પુરણ બરાબર મિક્સ કરો.
– લીંબુનો રસ મિકસ કરો અને કોથમીરથી સજાવો.
– ચણાના લોટમાં મીઠું, લાલ મરચી, પાણી નાખી ખીરૂં બનાવો.
– તેલ ગરમ કરો.
– પુરણના ગોળા વાળી ખીરામાં બોળી વડા તળો.
– બ્રેડની કિનારી કાપી વેલણથી થોડું વણો.
– મફીન પેનને તેલથી ગ્રીસ કરી વણેલો બ્રેડ ગોઠવો.
– 350 ફે. પર 5-7 મિનિટ બેક કરો.
– બ્રેડ બાસ્કેટ ને ઠંડી કરો.
– બાસ્કેટમાં આમલીની ચટણી નાખી વડું મુકો.
– ગ્રીન ચટણી, લસણ-શીંગદાણાની ચટણી રેડી સર્વ કરો.

રસોઈની રાણી – દિપીકા ચૌહાણ (નડિયાદ)
સાભાર – ઉર્વી શેઠિયા

ટીપ્પણી