‘મિલીજુલી સબ્જી’ આ સ્વાદિષ્ટ સબ્જી ખૂબ જ ઝટપટ બને છે કારણકે તેમાં ફ્કત શાકભાજીનો જ ઉપયોગ થયો છે.

મિલીજુલી સબ્જી

ચાલો આજે માણીએ પંજાબી સબ્જી એક નવાજ રૂપ માં બનાવીએ. 
અચાનક જ જો કોઈ મહેમાન આવે અને બધું શાક થોડું થોડું છે તો ચિંતા નહીં કરતા … આ સબ્જી બનાવી મહેમાનોના દિલ જીતી લેજો,

સામગ્રી

વટાણા,
રીંગણાં,
પાલક, મેથીની ભાજી,
ગાજર,
બટેટા,
દૂધી,
ટામેટા,
લીંબુ
મરચા
ડુંગળી,
લસણ,
મરચું પાઉડર,
નામક,
હળદર,
ધળાજીરું.

રીત

હોટેલ સ્ટાઇલ મિલીજુલી સબ્જી બનાવવની રીત

પેલા દરેક શાકભાજીને ધોઈને છાલ ઉતરી લો.
પછી લસણને ફોલી લો તેમજ માર્ચમાંથી બી કાઢી સમારી લો
ડુંગળીની છાલ ઉતરી ૨ ભાગ કરી લો. ટામેટાના પણ ૨ ભાગ કરી લો
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ટામેટા, ડુંગળી, મારચા, લસણ, ઉમેરો બધું પ્રોપર મિક્સ થઈ ત્યાં સુધી ચડવા દો.
હવે તેને ઠારવા દો.. ઠરી જય પછી ગ્રેવી કરવા માટે મિક્સચરમાં લઇ પીસી લો.
ગ્રેવીની પેસ્ટ આ રીતે રાખવાની
હવે બધા શાકભાજીના સરખા કટકા કરી લો
બધા શાકભાજીને પ્રોપર કુક કરી લો .. ૩ થી ૪ સીટી કરવી
હવે એક પેનમાં તેલ ગેરમ કરી તેમાં ઉપરની ગ્રેવી નાખવી અને તેને ૪ થી ૫ મિનિટ ગેસ પર ગ્રેવીને ચડવા દ્યો …
પછી તેમાં બાફેલા બધા જ શાકભાજી ઉમેરો

હવે રેગ્યુલર મસાલો ઉમેરો (મરચું પાઉડર, નામક, ધાણાજીરું, હલડલ, ગરમ મસાલો) અને પ્રોપર ગ્રેવી તૈયાર કરો
તો તૈયાર છે બધાની ફેવરિટ એવી મિલીજુલી સબ્જી…

નોંધ:

આ સબ્જીમાં કોઈ ફિક્સ શાકભાજી નથી ઉમેરાતા.
તમે તમારા મનપસંદ ઉમેરીને પણ એટલી જ સ્વાદિષ્ટ સબજી બનાવી શકો છો….

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી