ખુબ જ ઉપયોગી એવી માઇક્રોવેવ કુકિંગની ટિપ્સ

1.ઝડપી કુકિંગ માટે શાકભાજી એક સરખા અને સમાન કદના કાપો.

2. જો વધારે પ્રમાણમાં કુકિંગ કરવાનું હોય તો રાંધવા માટે સમય પણ વધારે લાગે.

3. ઉચ્ચ ભેજવાળા શાક જેવા કે દુધી, જલ્દી રંધાય અને ગાજર જેવા શાકને વધારે સમય લાગે.

4. ખાંડ અને ચરબીવાળા રીચ ફૂડ ઝડપી ગરમ થાય છે.

5. દહીં અને ક્રીમવળી વાનગી હમેશા ધીમા માધ્યમ પર બનાવો.

6. તમારી ડીશ માઇક્રોવેવ પ્રૂફ છે કે નહિ તે ચકાસવા માટે – 1 મિનિટ માટે ડીશમાં ૧ ગ્લાસ પાણી સાથે ૧ મનીટ માઇક્રોવેવ ફૂલ પાવર પર ચાલુ કરો અને ૧ મિનીટ બાદ ડીશ ઠંડી રેહ્વી જોઈએ.

7. માત્ર માઇક્રોવેવ સેફ પ્લાસ્ટિક cling ફિલ્મ વાપરો. ગ્રીસ પ્રૂફ પેપર અથવા એક માઇક્રો સુરક્ષિત પ્લેટ પણ વાપરી શકાય. કાગળ નેપકિન્સ પણ એક કવરની બદલે વાપરી શકાય જેથી ચારેય બાજુ છાંટા ના ઉડે.

8. જુદા જુદા બે પ્રકારની વાનગી બનાવવવા કે ગરમ કરવા માઇક્રોવેવ રેક નો ઉપયોઉંગ કરો.

9. પાણી વળી દાળ જેવી વાનગી ૧૦૦% હિટ પર ગરમ કરો અને કોફી કે દૂધ અંદ સુગરવળી વાનગી ૭૦% હિટ પર ગરમ કરો જેથી ઉભરાય નહિ.

10. બ્રેડ, બર્ગર કે રોટલી-ભાખરીને ગરમ કરતા પેહલા ભીના નેપકીન કે પપેર ટોવેલમાં વીંટાળી ને ગરમ કરો.

11. દૂધ આધારિત ઇન્ડિયન મીઠાઈ માઇક્રોવેવ માં ધીમા કે મધ્યમ ટેમ્પરેચર પર સરળતાથી બનાવી શકાય છે.

12. જ્યારે તમે કોઈ પણ વાનગી જે ગેસ પર બનાવતા હોય અને તેજ માઇક્રોવેવમાં રાંધો ત્યારે તેમાં પાણીનું પ્રમાણ ઓછુ રાખવું,

13. ફુદીનો અથવા મેથીની સૂકવણી માટે – ખૂબ જ સારી રીતે પાંદડા ધોવા અને ડ્રેઇન કરીને શક્ય હોય એટલા કુદરતી રીતે તાપમાં સુકવી ને માઇક્રોવેવમાં ક્રિસ્પ કરવા મુકો. ૧૦૦ ગ્રામ જેટલા પાનને લગભગ ૧૦ મિનીટ લાગે અને નાની નાની બેચમાં માઇક્રોવેવમાં ક્રિસ્પ કરો.

14. બાદમ-પીસ્તા બ્લાન્ચિંગ કરવા માટે – એક વાટકી માં બદામમાં પાણી રેડી પાણી ગરમ થાય ત્યાં સુધી માઇક્રોવેવમાં ગરમ કરો, ૨ મિનીટ બાદ બાદમ પરથી છાલ સરળતાથી ઉતરી જશે.

15. લસણ છોલવા માટે – તમે લસણ વધારે પ્રમાણમાં છોલવાના હોય તો આ ઉપયોગી છે. લસણમાં ૨-૩ તેલના ટીપા અને ૧ચમચી જેટલું પાણી મિક્ષ કરી ૧/૨ – ૧ મિનીટ ગરમ કરો અને લસણના છોડા આસાનીથી ઉતરી જશે.

16. આમલીનો ગર કરવા માટે – એક વાટકી માં જરૂર પ્રમાણે આમલી મૂકી, ડૂબે એટલું પાણી રેડી ૨-૩ મિનીટ ગરમ કરો ૫ મિનીટ પછી કે સહેજ ઠંડુ થાય એટલે આમલીને ગરણીથી ગાળી લો.

17. ટોમેટો બ્લાન્ચિંગ કરવા માટે – કેટલાક વાનગીઓમાં ટમેટાં પલ્પ વપરાતા હોય છે. ટામેટાનો પલ્પ કાઢવા માટે તેને બ્લાન્ચિંગ કે તેની છાલ ઉતારવી જરૂરી છે. તે માટે ટમેટાને છરી કે ફોકથે પ્રિક (કાપા) કરો અને ટમેટા દીઠ આશરે 40 સેકન્ડ, ગણીને ટામેટા હાઈ પાવર પર માઇક્રોવેવ કરો. થોડી મિનિટ ટામેટા થોડા ઠંડા થયા બાદ ઉપરની ચાલ આસાનીથી ઉતરી જશે. અને ટામેટા ગરમ થવાથી સરળતાથી મેશ પણ થઇ જશે.

18. માઇક્રોવેવમાં સરળતા ઘી બનાવો – હવે ઘી બનાવવા માટેનો લાંબા પ્રોસેસથી છુટકારો મેળવો. તે માટે, માખણને માઇક્રોવેવ સેફ ડીશમાં મૂકો: પ્રથમ બટરને ઢાંક્યા વિના ઓગળે ત્યાં સુધી ગરમ કરો. ત્યાર બાદ માખણને ઢાંકીને ફૂલ પાવર પર ગરમ કરો. વચ્ચે વચ્ચે ચેક કરતા રેહવું અને ઘીની સુગંધ આવે અને લાઈટ બ્રાઉન કલર થાય તે સાથે તમે જોશો કે બરી ઉપર તરવા માંડશે, અને તમારું ઘી થઇ ગયું.

19. ૨૫૦ ગ્રામ માખણનું ઘી બનાવવા માટે ૨ ૧/૨ મિનીટ ગરમ કરવા માટે અને ૧૩ થી ૧૫ મિનીટ ઘી બનતા લાગે છે. માખણ માં ભેજ સામગ્રી પર આધાર રાખે છે શકે છે. આ કરવા માટે મલાઇમાં કરી હતી બટર, – સામાન્ય રીતે તમે તાજા ઘરમાં ઉપયોગ કરવામાં આવશે.

20. પનીર બનાવા માટે દૂધ ઉકાળવાની ઝંઝટથી છુટકારો મેળવો – તમને કદાચ લાગશે કે પનીર ગેસ પર બનાવવાનું સેહલુ છે. પરંતુ માઇક્રોવેવમાં તળિયે દૂધ ચોંટવાનો કોઈ ભય નથી અને પનીર મુલાયમ અને સોફ્ટ બને છે અને અંતમાં ફક્ત એક્જ કાચ નું વાસણ ધોવાનું થાય જે એક દમ સેહલાયિથી ધોવાઈ જાય છે.

21. પનીર બનાવવા માટે દૂધ ૪ કપ લો. તે ૧-૨ લીંબુનો જ્યુસ અથવા ૩-૪ ચમચી બરાબર મિશ્રણ કરેલું દહીં લો. દૂધ પેહલા ૩ -૪ મિનીટ ગરમ કરી લો દૂધ ગરમ થાય બાદ તેમાં લીંબુ કે દહીં કે વિનેગર મેળવી ને ફરથી ૩ – ૪ મિનીટ ગરમ કરો અને પનીર તૈયાર છે. ૨ -૩ મિનીટ થોડું ઠંડુ થાય બાદ મુલાયમ કપડાથી ગાળી લો.

22. પાપડ ગેસ પર શેકતા બળી જાય છે? – માઇક્રોવેવમાં એક ટઇસ્સું પેપર પથરો તેના ઉપર ૨-૩ પાપડ છુટા છુટા મુકો અને ૩૦ સેકોંડ થી ૧ મિનીટ ફૂલ પાવર પર મુકો. જો એવું લાગે કે હજુ પાપડ કાચા છે કે બરાબર શેકાયા નથી તો ૧૦ – ૨૦ સેકંડ ફરીથી મુકો. (પાપડની સાઈઝ ને કેટલા જાડા છે તે પ્રમાણે સમય એડજસ્ટ કરો)

23. તાજા નારિયેળનું દૂધ બનાવો – માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં ૧ કપ છીણેલુ નાળિયેર અને ૧ કપ પાણી મૂકો અને 3 મિનિટ માટે માઇક્રોવેવ ફૂલ પાવર પર મુકો. અને મિશ્રણ ઠંડુ થયા બાદ ગાળી લો.

24. સુકા મેવા શેકવા માટે – એક માઇક્રોવેવ પ્રૂફ ડીશ માં બાદમ, પીસ્તા કે શીન્ગદાણા એકસરખા પાથરી ૩ -૪ મિનીટ ફૂલ પાવર પર માઇક્રોવેવ મુકો, વચ્ચે વચ્ચે હલાવતા રેહવું. સુકામેવા ના પ્રમાણમાં સમય એડજસ્ટ કરવો.

નોંધ : માઇક્રોવેવ કુકિંગમાં તમારે પાણી નું પ્રમાણ કે સમય આઈટમ મુજબ એડજસ્ટ કરવો.

રસોઈની રાણી : રેશ્માબેન પટેલ (યુ.કે)

ટીપ્પણી