“મેક્સિકન ટાર્ટ” ખુબ ટેસ્ટી વાનગી છે આજે જ ટ્રાય કરો….

મેક્સિકન ટાર્ટ 

સામગ્રી :

૩/૪ કપ મકાઈનો લોટ,
૧/૪ કપ મેંદો,
ચપટી બેકિંગ પાઉડર,
અડધી ટી-સ્પૂન હળદર,
પા ટી-સ્પૂન મરચું પાઉડર,
મીઠું,
અડધી ટી-સ્પૂન ઑરેગનો,
ટાર્ટ કેસ,
તેલ,

સ્ટફિંગ :

૩ ટેબલસ્પૂન લાલ કૅપ્સિકમ કાપેલાં,
૩ ટેબલસ્પૂન પીળાં કૅપ્સિકમ કાપેલાં,
૩ ટેબલસ્પૂન ગ્રીન કૅપ્સિકમ કાપેલાં,
અડધો કપ ટમેટાં ઝીણાં કાપેલાં,
અડધો કપ પીળી મકાઈ બાફેલી,
૧ ટેબલસ્પૂન ગ્રીન મરચાં કાપેલાં,
બે ટી-સ્પૂન આલાપેનો મરચાં કાપેલાં,
૧ ટેબલસ્પૂન ચેડર ચીઝ,
૩/૪ ટી-સ્પૂન ચિલી ફલેક્સ,
૧/૩ ટી-સ્પૂન જીરું પાઉડર,
૧ ટેબલસ્પૂન પ્રોસેસ્ડ ચીઝ,
મીઠું,
બે ટેબલસ્પૂન ટમૅટો કેચપ,
૧ ટેબલસ્પૂન ટાકો સીઝનિંગ,
૧/૨ ટી-સ્પૂન ઑરેગનો,

રીત :

લોટની સામગ્રી મિક્સ કરી મિડિયમ સૉફ્ટ લોટ બાંધવો. (ગરમ પાણીથી) લોટને ૧-૨ મિનિટ કુણવો. પછી એમાંથી મોટો રોટલો વણી એના પર કાપા પાડી નાના ગોળ કટરથી કટ કરી ટાર્ટ મોલ્ડને ગ્રીસ કરી એમાં ગોઠવી એને બેકિંગ ટ્રેમાં ગોઠવી ૧૬૦ સેલ્સિયસ ડિગ્રી પર વીસ મિનિટ બેક કરવા અથવા ગરમ તેલમાં તળી લેવા. બહાર કાઢી ઠંડા કરવા.

એક પૅનમાં તેલ ગરમ કરી એમાં ૩ કલરનાં કૅપ્સિકમ સાંતળવાં. પછી એમાં મકાઈ, આલપેનો, ટમેટાં અને અન્ય બધી સામગ્રી અને મસાલા ઉમેરી સ્લો ગૅસ પર કુક કરવું. છેલ્લે એમાં બન્ને ચીઝ ઉમેરી મિશ્રણ તૈયાર કરવું. (સ્ટફિંગ) ટાર્ટ કેસમાં સ્ટફિંગ ભરી એના પર ખમણેલું ચીઝ અને કેચપ લગાડી ગરમ સર્વ કરવું.

રસોઈની રાણી :- કેતકી સૈયા

શેર કરો આ ઇન્ટરનેશનલ વાનગી તમારા મિત્રો સાથે અને વધુ વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી