Mexican Sweetcorn Salaad (મેક્સિકન સ્વીટકૉર્ન સલાડ)

1209101_155119648025819_2042215112_n (1)

 

મેક્સિકન સ્વીટકૉર્ન સૅલડ:

 

* સામગ્રી:

– એક મોટું ટમેટું ઝીણું સમારેલું

– પા કપ બારીક સમારેલાં લીલાં કૅપ્સિકમ

– પા કપ બારીક સમારેલા કાંદા

– ચાર કપ સ્વીટકૉર્નના દાણા

– બે ચમચી બારીક સમારેલું લસણ

– પા કપ બારીક સમારેલાં લાલ કૅપ્સિકમ

– ૧/૩ કપ ઑલિવ ઑઇલ

– પા કપ ઝીણાં સમારેલાં તુલસીનાં પાન

– એક ચમચી વિનેગર

– બે ચમચા લીંબુનો રસ

– મીઠું અને મરી સ્વાદ પ્રમાણે

 

* રીત:

મકાઈના દાણાને ૮-૧૦ મિનિટ મીઠાવાળા પાણીમાં બાફી લો. ત્યાર પછી નિતારી ઠંડા કરો અને અલગ રાખો. એક બાઉલમાં મકાઈના બાફેલા દાણા લઈ એમાં કાંદા, લીલાં અને લાલ કૅપ્સિકમ, ટમેટાં, લસણ, તુલસી ઉમેરી બરાબર મિક્સ કરો. સૅલડનું ડ્રેસિંગ તૈયાર કરવા માટે એક નાના બાઉલમાં ઑલિવ ઑઇલ, વિનેગર, લીંબુનો રસ, મીઠું અને મરી લઈ મિક્સ કરો. હવે આ તૈયાર થયેલ સામગ્રીને મકાઇવાળા મિશ્રણમાં બરાબર મિક્સ કરો અને પછી મજા લો ગુજરાતના ઘરે મેક્સિકન સૅલડની.

ટીપ્પણી