મેક્ષિકન રાઈસ – એકવાર બનાવો આ ન્યુ સ્ટાઈલ ભાતની વેરાયટી…..કાયમી બનાવતા થઈ જશો ……

રોજ દાલ ભાત અને રાજમાં ચાવલ ખાઈ ને કંટાળ્યા છો? તો ચાલો આજે એ જ સામગ્રી લઇ ને મેક્ષિકન રાઈસ નામની નવી વેરાયટી બનાવીએ…

મેક્ષિકન રાઈસ રેસીપી

સામગ્રી:

 • બાસમતી ચોખા – ૨ કપ,
 • પાણી – ૩ કપ,
 • તેલ – ૩ ટેબલસ્પુન,
 • કેપ્સીકમ – ૧ મીડીયમ (ક્યુબ),
 • ટામેટું – ૧ મીડીયમ (ક્યુબ),
 • ૧ મીડીયમ ટામેટા ની પ્યુરી,
 • ડુંગળી – ૧ મોટી (ક્યુબ),
 • બાફેલી મકાઈ ના દાણા – ૧/૨ કપ,
 • બાફેલા રાજમા – ૧ ૧/૨ કપ (૭-૮ કલાક પલાળવા),
 • ચિલ્લીફ્લેક્સ – ૨ ટેબલસ્પુન,
 • ઓરેગાનો – ૧ ટેબલસ્પુન,
 • મીઠું – સ્વાદ અનુસાર,
 • જીરું પાવડર – ૧ ૧/૨ ટેબલસ્પુન,
 • મરી પાવડર – ૧ ટેબલસ્પુન.

ગાર્નીશિંગ માટે :

 • ઝીણી સમારેલી કોથમીર

રીત:

સૌથી પેહલા રાજમાં ને ગરમ પાણી થી બરાબર ધોઈ લો અને પછી ગરમ પાણી માં ૭-૮ કલાક માટે પલાળી ને રાખો. કોઈ પણ કઠોળ ને પાલડી ને રાખવા થી એ પોચા થશે તદુપરાંત તેને બાફતી વખતે સમય ની સાથે સાથે ગેસ ની પણ બચત થશે તો કોઈ પણ કઠોળ ને બનાવતા પેહલા તેને ૭-૮ કલાક માટે પાણી માં પલાળી ને પછી ઉપયોગ કરવો જોઈએ.

૭-૮ કલાક બાદ તે રાજમાં ને ફરી થી એક વખત ગરમ પાણી થી ધોઈ અને કુકર માં ૩ કપ ગરમ પાણી લો અને ૧ ચમચી જેટલું મીઠું નાખી ૪-૫ સીટી મારી લો. અને ગેસ બંધ કાર્ય બાદ રાજમાં ને બરાબર સીજવા દો ત્યારબાદ જ કુકર ખોલવું .

હવે રાઈસ બનાવવા ની સ્ટેપ બાય સ્ટેપ રીત જોઈએ તો ,

૧. સૌ પ્રથમ, એક પેનમાં તેલ લો. તેલ બરાબર ગરમ થઇ એટલે તેમાં બાસમતી ચોખા ઉમેરી દો ( એક વાત નું ખાસ ધ્યાન રાખવું જે ચોખા ને ફક્ત ૧ પાણી થી ધોવા અને તરત વાપરવા, ચોખા બિલકુલ લાંબો સમય પલાળવા નહી, લાંબો સમય પલાળી રાખવા થી આખા લાંબા ભાત બનતા નથી ) ,હવે ચોખાને ૩-૪ મિનીટ મીડીયમ તાપ પર શેકો.૨. ચોખા બદામી રંગ ના થાય એટલે તેમાં ઓરેગાનો, મીઠું અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્ષ કરી લો અને આ મિશ્રણ ને ૨-૩ મિનીટ મીડીયમ તાપ પર શેકો.૩. હવે આ મિશ્રણ માં ક્યુબ કરેલા કેપ્સીકમ, ડુંગળી, અને ટામેટા નાખો. અને ફરી થી ૧-૨ મિનીટ ચડવા દો.

૪ . પછી, એમાં બાફેલા રાજમા અને ટામેટા ની પ્યુરી ઉમેરી મિક્ષ કરો.

૫ . બધું સરખું મિક્ષ થઇ જાય એટલે, તેમાં પાણી, જીરું પાવડર અને મકાઈ ના દાણા ઉમેરી ૧ ઉભરો લાવવો.

૬. એક ઉભરો આવ્યા બાદ ઢાંકણ ઢાંકી એકદમ ધીમા તાપે ૧૫-૧૭ મિનીટ રાઈસ થવા દો.

૭. છેલ્લે ગેસ બંધ કરી રીડ ને સર્વિંગ પ્લેટ માં કાઢી ને ઉપર થી કોથમીર ભાભરવી સર્વ કરો. જો તમને ચીઝ ભાવતું હોઈ તો ઉપર થી થોડું ચીઝ પણ છીણી ને નાખી શકો છો. પણ ચીઝ ઓપસ્નલ છે.

ફાયદાઓ :

– વિજીયેરીય લોકો માટે રાજમાં એ પ્રોટીન નો અદ્ભુત નેચરલ સોર્સ છે. રાજમાં માંથી ભરપુર માત્ર માં પ્રોટીન મળે છે, માટે મહિના માં એટલીસ્ટ એક વખત રાજમાં અવસ્ય બનાવવા જ જોઈએ.

– ભાત માં સ્ટાર્ચ રહેલો છે જે શરીર ના વિકાસ માટે મહત્વ નો ભાગ ભજવે છે. અને ગુજરાતી થઇ ને ભાત ના ખાઈ એવું તો બને જ નહિ.

– રાજમાં ચાવલ તો બનાવતા જ હોઈએ છે પરંતુ આ વેરાયટી સેમ સામગ્રી લઇ ને નવા રૂપે પણ બનાવી શકાય છે. અને ભોજન માં નવીનતા લાવી શકાય છે.

– તમે તમારી ચોઈસ ના બીજા શાકભાજી પણ ઉમેરી શકો છો. લીલા શાકભાજી ના ગુણો તો સૌ કોઈ જાણે જ છે તો એ વિસ્તાર વાર લખવા ની જરૂર તો રેહતી જ નથી.

તો હવે રાજમાં ચાવલ ખાઈ ને કંટાળ્યા હોવ તો આ ફ્યુઝન રેસીપી અવશ્ય ટ્રાય કરજો અને અમને કમેન્ટ માં જરૂર થી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી? અને હા કીટી પાર્ટી વાળી તમારી સખીઓ ને ટેગ કરી આ રેસીપી શેર કરવા નું ભૂલતા નહિ.

રસોઈની રાણી : દર્શિતા પટેલ 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી