“મેક્સિકન હાંડવો ” – તો નોંધી લો રેસીપી અને ક્યારે બનાવશો? જણાવો અમને કોમેન્ટમાં….

“મેક્સિકન હાંડવો”

સામગ્રી :

1/2 કપ ચણા દાળ,
1/2 કપ ચોખા,
1/2 કપ મગ ની ફોતરા વાળી દાળ,
1/2 કપ નાના રાજમા,
1/4 કપ અડદ દાળ,
2/3 ટે સ્પૂન કાંદા,
2/3 ટે સ્પૂન કેપ્સીકમ,
2/3 ટે સ્પૂન બાફેલી મકાઇના દાણાં,
2 નંગ ટમેટો,
લીમડા ના પાન,
રાઇ -જીરુ,
તલ,
મરચું પાવડર,
જીરુ પાવડર,
ચિલી ફ્લેક્ષ,
ઓરેગાનૉ,
ચીઝ પાવડર,
લસણ પાવડર,
મીઠું,
તેલ,
ફ્રૂટ્ સોલ્ટ /ઈનો,

રીત :

બધી દાળ અને ચોખાને ધોઈ 5/6 કલાક પલાળી રાખો. તેને ટમેટા સાથે પીસી લો. આ મિશ્રણમાં થોડું તેલ નાખીને ફરી 30 મિનીટ માટે રાખો. આ મિશ્રણમાં મરચું પાવડર, જીરુ પાવડર, ઓરેગાનૉ, ચિલી ફ્લેક્ષ, ચીઝ પાવડર, લસણ પાવડર અને મીઠું સ્વાદ અનુસાર મિક્ષ કરો.

હવે પેનમાં તેલ લો .તેમાં રાઇ -જીરુ અને તલ તથા લિમડાના પાન નાખો.તેમાં જીણા સમારેલાં કાંદા-કેપ્સીકમ અને બાફેલી મકાઇના દાણાં ઉમેરો. એક વઘારીયામાં થોડું પાણી ઉકાળી તેમાં ફ્રુટ સોલ્ટ નાખીને મિશ્રણમાં રેડીને બરાબર ફેંટી લો. હવે તૈયાર તડ્કાને હાંડવાના મિશ્રણ ઉપર રેડો. હાંડવા ના કૂકરમાં અથવા ઓવનમાં હાંડવાને શેકી લો.

નોંધ :

ચીઝ પાવડરની બદલે, ઉપર પણ ચીઝ ખમણીને નખાય.
લસણ પાવડરની બદલે, ફ્રેશ લસણ પણ વપરાય.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ સૌને રૂપાની વાનગી ગમી હોય તો કોમેન્ટ કરી તેમનો ઉત્સાહ વધારજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block