“મેક્સિકન ગ્રીન સાલ્સા” – હવે ઘરે જ બનાવો અને આનંદ માણો મેક્સિકન ભોજનનો…

“મેક્સિકન ગ્રીન સાલ્સા”

સામગ્રી:

– 8 કાચા ટોમેટો,
– 1/2 ડુંગળી, મધ્યમ કદની,
– લસણ, 3 કળી,
– 2 જેલેપેનો પેપર,
– 1 કપ લીલા ધાણા,
– 1 કાચો એવોકાડો,
– સ્વાદ પ્રમાણે મીઠું,
– 1/2 ટી સ્પૂન કાળા મરી,

રીત:

ટમેટા, ડુંગળી, જેલેપેનો અને લસણને પીસીને પેસ્ટ બનાવી લો. લીલા ધાણાને ઝીણા સમારી લો અને એવોકાડોને નાના ટુકડામાં સમારી લો. એક સર્વિંગ બાઉલમાં બધી જ સામગ્રીને મિક્સ કરો. તેના પર મીઠું અને મરી ઉમેરીને સર્વ કરો.

રસોઈની રાણી : નિકિતા મોદી (અમેરિકા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી