મેથી રીંગણાનું શાક – રોટલી ને બાજરીના રોટલા સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે

મેથી રીંગણાંનું શાક

હજી શિયાળો ગયો નથી ત્યાં સુધી માં એક વાર બનાવી લો આ શાક ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ બેસ્ટ એવું.

મેથી આપણી હેલ્થ માટે ખૂબ જ સારી.મેથી માંથી આપણે અનેક આઈટમ બનાવીએ છે જેમ કે મેથી ના ગોટા,મેથી ની વળી અને હા ગુજરાતી ના ફેમસ થેપલા તો ખરી જ.તો હવે ઓળા રોટલા ખાઈ ને કંટાળી ગયા હોય તો હવે રોટલા સાથે આ શાક બનાવજો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું

સામગ્રી:

1 જૂડ઼િ મેથી,
2 નાના રીંગણાં,
1 ટી સ્પૂન લીલું લસણ ઝીણું સમારેલું,
1 ઇંચ જેટલું આદું ખમણેલું,
1/2 ટી સ્પૂન મરી પાવડર,
1/2 ટી સ્પૂન હળદર પાવડર,
ચપટી હિંગ,
રાઈ,
3 ટી સ્પૂન તેલ,
1/2 ટી સ્પૂન આમચુંર પાવડર(ઓપસનલ),
મીઠુ સ્વાદ અનુસાર.

બનાવાની રીત

મેથીને બરાબર ધોઈ અને ઝીણી સમારી લેવી, હવે ઍક બાઉલમા પાણી લઇ તેમાં ઝીણા રીંગણાં સમરવા,

હવે ઍક પેન મા તેલ ગરમ મૂકો તેમાં રાઈ અને હિંગ નાખી લીલું લસણ અને ખમણેલું આદું ઉમેરો હવે તેમાં મેથી રીંગણાં નાખી બધાં મસાલા મિક્સ કરી 1 કપ પાણી નાખી ઉપર ડીશ ઢાંકી તેનાં પર પાણી નાખી 10 થી 12 મિનીટ ચઢવા દેવું.

મેથી તો તરત જ ચઢી જશે પણ રીંગણાં ચઢી ગયા કે નઈ એ 10 મિનિટ પછી ચેક કરી ગેસ પરથી ઉતારવું.

સર્વિંગ પ્લેટ મા લઇ બાજરી નાં રોટલા સાથે સર્વ કરવું. અને હા સાથે મગ ની ખીચડી હોઈ તો તો વધારે મજા આવી જાય.

તો આજે સાંજ ના મેનુ માટે વિચારતા નઇ અને બનાવો મેથી રીંગણાં નું શાક,બાજરી નો રોટલો અને મગ ની દાળ ની ખીચડી.

નોંધ: આદુ લસણ વાટી ને પણ ઉમેરી શકાય મરી પાવડર ની જગ્યા એ લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર પણ ઉમેરી શકાય

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી