નાસ્તા માટે બેસ્ટ છે ‘મેથીની પૂરી’, તો આજે જ ટ્રાય કરો!

મેથી પૂરી

સામગ્રી-

-1 નંગ બીટ
-2 ટેબલ સ્પૂન કસૂરી મેથી
-1 બાઉલ ઘઉંનો લોટ
-1/2 બાઉલ મેંદો
-1/3 કપ ચણાનો લોટ
-1/4 કપ રવો
-1 ટેબલ સ્પૂન મલાઈ
-2 ટી સ્પૂન લાલ મરચું પાઉડર
-1 ટી સ્પૂન મરી પાઉડર
-1 ટી સ્પૂન જીરું
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર પ્રમાણે
-ઘી જરૂર પ્રમાણે

મેથી પૂરી

સૌપ્રથમ બીટના ટુકડા કરી તેમાં થોડું પાણી નાખી મિકસ્ચરમાં ક્રશ કરો.

બધા લોટ ચાળી લેવા. તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, મરી પાઉડર, જીરું નાખી મિક્સ કરો.

તેમાં તેલ, ગરમ કરેલું ઘી, મલાઈ નાખી મિક્સ કરો.

કસૂરી મેથી નાખી ક્રશ કરેલું બીટ તેમજ પાણીથી કણક બાંધો.

તેની પૂરી વણી ગરમ તેલમાં તળી લો. લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો. ત્યાર બાદ ગરમ અથવા ઠંડી સર્વ કરો.

સવારમાં આપ સૌ મેથીની પૂરી સાથે દહીં ખાઈ શકો છે.

આ કોમ્બીનેશન સવારમાં લેવાથી તમે આખો દિવસ સ્ફૂર્તિદાયક રહેશો અને પ્રોડક્ટીવ પણ !

રસોઈની રાણી : નિકિતા મોદી (અમેરિકા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી

ટીપ્પણી