શિયાળાની સીઝન છે અને હજી તમે ફ્રેશ મેથી મટર મલાઈ નથી બનાવ્યુ ? તો આજે જ બનાવો…

સામગ્રી :

2 કપ સમારેલી તાજી મેથીના પાંદડા
1 કપ બાફેલા લીલા વટાણા
1 કપ તાજૂ ક્રીમ / મલાઈ
2 ટે સ્પૂન ઘી અથવા તેલ
¼ અથવા ½ કપ પાણી
1 ટી સ્પૂન ખાંડ
1 ટી સ્પૂન કસૂરી મેથી
મીઠું

પેસ્ટ માટે :

1 ડુંગળી
2-3 લવિંગ
1 નાનો ટુકડો તજ
1 નંગ ઈલાયચી
1 ઇંચ આદુ
1 અથવા 2 લીલા મરચાં
½ કપ કાજુ
1 ટી સ્પૂન જીરુ

પેસ્ટ બનાવવા :

(1)એક કડાઈમા થોડુ તેલ અથવા ઘી લઈને જીણી સમારેલી ડુંગળી સૌતે કરો (સૌતે કરો એટલે હલાવ-હલાવ કરો ટૂંકમા !)તેમા કાજુ ટુકડા ઉમેરો(ટુકડા જ લેવા, સસ્તા ય પડે અને આખરે પેસ્ટ જ બનવાની છે ?) પછી તજ, લવિંગ અને ઈલાયચી ઉમેરો.છેલ્લે જીરુ, આદુ અને લીલા મરચા !જરૂર મુજબ પાણી ઉમેરીને એકદમ મસ્ત પેસ્ટ ગ્રાઇન્ડ કરીલો.
(હાશ ! મેઈન કામ પત્યું !)

(2)હવે એજ કડાઇમાં તેલ અથવા ઘી ઉમેરો (વાસણ ઓછા બગાડવા)તેમાં આ પેસ્ટ ઉમેરો અને જ્યા સુધી તે સુગંધિત સુવાસ આપવા શરૂ કરે , ત્યાંસુધી પેસ્ટને 5 મિનિટ મધ્યમ તાપે ફ્રાય કરો તેને વચ્ચે હલાવતા રહો
જો કડાઇમાં ચોંટે તો થોડું પાણી ઉમેરો.

(3)પછી સમારેલી મેથી પાંદડાં અને ¼ કપ પાણી સારી રીતે મિક્ષ કરો અને 5 મિનિટ માટે ગેસ પર રાખીને મેથીના પાન બ્લાઁચ કરીલો.(પાન સોફ્ટ થઈ જશે પણ વધુવાર રાખવાથી ડાર્ક કલર થઈ જશે…તો ફક્ત 5 મિનિટ) આ દરમ્યાન વટાણા પણ બાફી રાખવા.

(4)આ બાફેલા વટાણા અને બ્લાઁચ કરેલા પાનમાંથી પાણીને ગાળીને, તૈયાર વ્હાઇટ ગ્રેવીમા ઉમેરો.હવે ધીરા તાપે બધુ ખદખદાવા રાખો( જો જો પાછા ગ્રેવીના છાંટા મોં પર ઊડીને ના આવે ?)

(5) તેમા મીઠુ, ખાંડ અને કચરીને કસૂરી મેથી સારી રીતે મિક્ષ કરો.(મેથીના પાંદડાને ફ્રિજના ખૂણામા મૂકી રાખવો થોડા દિવસ એટલે કસૂરી મેથી તૈયાર !)
લાસ્ટમા મલાઈ અથવા ક્રીમ ઇચ્છા અનુસાર(કેલરી કઁસપ્સન અનુસાર !) મિક્ષ કરી અને મેથી મટર મલાઇને વીથ નાન , પરાઠા કે ફુલકા સાથે ગરમ ગરમ પીરસો.

નોંધ : જૈન વર્સનમાટે, ડુંગળીની જગ્યાએ કાજુ ટુકડાનુ પ્રમાણ વધારે લેવું અને સાથે થોડા મગજતરીના બી પણ એડ કરાય.

Recipe by: Rups in the kitchen ( Rupa Shah Australia)
શેર કરો અને દરરોજ ટેસ્ટી ટેસ્ટી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી