પનીરની કોઈ પણ સબ્જી હોય ઘરમાં સૌની ફેવરીટ જ હોય છે , તો ચાલો આજે બનાવીએ ‘મેથી મલાઈ પનીર’

1મેથી મલાઈ પનીર

 સામગ્રી:

પંનીર – 200 ગ્રામ ક્યૂબ્સ,
લીલા મરચા – 1, ડુંગળી – 1,
આદુ-લસણની પેસ્ટ 1 ચમચી,
ટામેટા-1,
મેથી પત્તી – 100 ગ્રામ,
ધાણાજીરુ – એક ચમચી,
લાલ મરચાંનો પાવડર – 1/2 ચમચી,
હળદર પાવડર – ચપટી,
ગરમ મસાલો એક ચમચી,
દૂધ – 2 ચમચી,
તાજી ક્રીમ એક કપ,
કાળા મરી – 1 ચમચી,
ઘી – 1 ચમચી.

 રીત:

એક પેનમાં ઘી ગરમ કરો અને તેમા પનીરના ક્યૂબ્સ નાખીને 2 મિનિટ સુધી ફ્રાઈ કરો.

પનીરને નિતારી એક તરફ મુકી દો.

હવે એ જ કઢાઈમાં થોડુ વધુ તેલ નાખીને તેમા સમારેલા મરચાં અને ડુંગળી નાખીને ફ્રાય કરો.

ત્યારબાદ આદુ લસણનું પેસ્ટ નાખો અને 5 મિનિટ માટે થવા દો.

ત્યારબાદ તેમાં સમારેલી મેથી નાખી દો.

હવે તેમા બધા મસાલા જેમ કે લાલ મરચુ, ધાણાજીરુ, હળદર, ગરમ મસાલો નાખો અને 2 મિનિટ સુધી હલાવતા રહો.

હવે આ ફ્રાય મસાલામાં દૂધ અને ક્રીમ નાખો અને થોડીવાર માટે થવા દો.

હવે ગ્રેવીમાં કાળા મરીનો પાવડર અને તળેલા પનીરના ટુકડા નાખો તેમજ 2 મિનિટ સુધી થવા દો પછી ગેસ બંધ કરી દો.

આ કરીને ભાત, રોટલી, નાન કે પછી પરાઠા સાથે ખાઈ શકો છો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી