“મેથી બેસન” – ઘરમાં ઘણાબધાને રોટલી સાથે બેસન ભાવતું હોય છે તો હવે ટ્રાય કરો આવી રીતે બેસન બનવાની..

આપણે શિયાળા માં મેથી ની ભાજી અવારનવાર ઉપયોગ કરીએ છીએ અને એનું કારણ છે કે એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. લીલી મેથી ની ભાજી માં બહોળા પ્રમાણ માં વિટામિન અને બીજા પોષકતત્વો આવેલા હોય છે જે બહુ આસાની થી આપના શરીર માં અબસોર્બ થાય છે.

મેથી આપણા લીવર , હૃદય, સ્કિન ના રોગો માટે પણ ખૂબ ફાયદાકારક છે જેટલો બને એટલો ઉપયોગ કરવો જોઈએ.

આજે બહુ જ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય એવા મેથી નું બેસન બનાવાની રીત લાવી છું. જેમાં લીલા લસણ અને ડુંગળી નો પણ ઉપયોગ કર્યો છે.

મેથીની ભાજી ના બેસન ની રીત:-

1 કપ સાફ કરી ને જીણી સમારેલી મેથી ની ભાજી,
1 ચમચો ઝીણું સમારેલું લીલું લસણ ( તમારી પસંદ મુજબ વધુ કે ઓછું લઈ શકો છો),
3 નંગ લીલી ડુંગળી જીણી સમારેલી,
1 ચમચી લસણ ની લાલ ચટણી ,
1 ચમચો તેલ,
1/4 ચમચી જીરું,
1 ચમચી લાલ મરચું,
1/2 ચમચી ધાણાજીરું ,
1/4 ચમચી હળદર,
ચપટી હીંગ,
મીઠું સ્વાદાનુસાર,
3/4 કપ દહીં,
1 કપ છાશ,
1/2 કપ પાણી,
3 મોટા ચમચા ચણા નો લોટ,
1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ,

રીત:-

સૌ પ્રથમ દહીં ,છાશ, બેસન, આદું મરચાં ની પેસ્ટ અને મીઠું બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં પાની ઉમેરી મિક્સ કરી સાઈડ માં મૂકી દો .આ મિશ્રણ માં કોઈ ગાઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.

એક કડાઈ માં તેલ મુકો ..ગરમ થાય પછી તેમાં જીરું ઉમેરો. પછી હીંગ , હળદર.

પછી લસણ અને ડુંગળી ઉમેરી તેજ આંચ પર 1 મિનિટ સાંતળો.

ત્યારબાદ તેમાં મેથી ઉમેરી સોફ્ટ થાય ત્યાં સુધી પકાવો.


હોવી તેમાં બધા મસાલા અને લસણ ની ચટણી ઉમેરી 1 મિનિટ થવા દો.

હવે તેમાં છાશ અને ચણાલોટ મિશ્રણ ઉમેરી ઘટ્ટ થાય ત્યાંસુધી પકાવો.

આ ગરમ બેસન ને રોટલી,પરાઠા કે રોટલા સાથે સર્વ કરો..

નોંધ– છાશ ઉમેરી કડાઈ પર ઢાંકણ ઢાંકી ને પકાવો અને થોડીવારે બરાબર હલાવતા રહેવું જેથી બેસન કડાઈ માં ચોંટી ના જાય.
ચણા નો લોટ પણ વધુ કે ઓછો નાખી શકાય તમને ગમતી થિકનેસ રાખવા માટે..

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી