૧૦ માં ધોરણ ના વિદ્યાર્થીઓ માટે ખાસ મેસેજ

પ્રિય વિધ્યાર્થીઓ!

આજે રીઝલ્ટ આવ્યું, જેમને સારા માર્ક્સ આવ્યા તેમને અભિનંદન….જેમને નથી આવ્યા તેમણે માયુસ થવાની જરુર નથી, સમજો કે તમારામાં કાંઈક છે પણ તેને આપણી સીસ્ટમ બહાર ન લાવી શકી, હવે તમારે જ એ સોધવાનું છે કે તમારા માં શું છે.?

આ પરીક્ષા આખરી નથી, આતો ધીરુભાઈ અંબાણીની કંપનીમાં જોબ મેળવવા માટેની પરીક્ષા હતી, ધીરુભાઈ બની કંપની સ્થાપવાની પરીક્ષા તો જીવનમાં હવે શરુ થાય છે !

પ્રથમતો એ સમજીલો કે તમે સાહિત્યીક છો કે નહી…

જો તમને સંગીત, નાટક, કલા, સાહિત્યમાં રસ હોય તો તમે વિજ્ઞાન સ્ટ્રીમ તરફ ન વળો, અને વિજ્ઞાન સાંથે ભણ્યા હોય અને ફેલ થયા હોવ કે ઓછા ટકા આવ્યા હોય તો કોઈ સંકોચ વીના આટ્સ કે કોમર્સ લાઈન અપનાવી લો.

“વો અફસાના જીસે અંજામતક લાના હો નામુનકીન
ઉસે એક ખુબ સુરત મોડ દેકર ભુલના અછા”

સમાજને ડૉક્ટરની જેટલી જરુર છે એટલીજ સીએ, વકીલ, અને ક્લાર્કની પણ છે જ!

મોરારી બાપુ – ઈન્ટરમાં ત્રણવાર ફેલ.
સચિન તેંડુલકર – દસમા માં ટ્રાયલ.
ધીરુભાઈ અંબાણી, અમિતાભ બચ્ચન થી લઇને આપણાં વડાપ્રધાન મોદીજી સુંધીના સફળ અને પોતાના અંતીમ લક્ષને સર કરનારા કાંઈ દસમા બારમામાં ટોપર્સ ન હતા!

હા એક વાર ઠોકર ખાધા પછી મુઠીઓ વાળીને, કોઈ બહાના વગર લાગી જાઓ …. યા હોમ કરીને પડો ફતેહ છે આગે……

બાર સાયંન્સમાં ત્રણ ટ્રાયલ બાદ સ્ટ્રીમ બદલી આર્ટ્સ માં ગ્રેજ્યુએશન, ઈકોનોમીક્સ સાંથે એમ એ, પીએચડી એવા મારા એક મિત્ર હાલમાં જાણીતી યુનિવર્સિટીમાં ઈકોનોમીક્સના પ્રોફેસર અને HOD છે!!

બસ એટલું નક્કી કરો કે હવેના પ્રયત્નો જબ્બર જસ્ત હશે….
હારો નહી, થાકો નહી…. જીવન લાંબુ છે, માયુસી ખંખેરો…..
ઘા મારવા માટે લોઢું ગરમ થાય, તેની રાહ ન જુઓ.
એટલા ઘા ફટકારો કે પ્રહારોથી એ ગરમ થઈ જાય.

લેખક – અનીલ કુમાર ચૌહાણ

ટીપ્પણી