મારી લાડલી !! – તમેં વાંચી આ લઘુ કથા ?

 

એક યુવક અને યુવતીએ લગ્નના દિવસે નક્કી કર્યું કે આપણે કોઈપણ આવે અને દરવાજો ખખડાવે તો પણ ખોલીશું નહિ! હવે સૌથી પહેલા પતિના માતાપિતા આવ્યા અને તેમણે દરવાજો ખખડાવ્યો.

પતિ અને પત્ની બંનેએ એકમેકની સામે જોયું , પતિને દરવાજો ઉઘાડવાનું મન તો થયું પણ તેણે તેમની વચ્ચેની સમજૂતીના કારણે એમ ના કર્યું, અને થોડીવાર રાહ જોઈને પતિના માતાપિતા ત્યાંથી ચાલ્યા ગયા. થોડીવારે પત્નીના માતાપિતા આવ્યા, એજ રીતે પતિ પત્નીએ એકમેકની સામે જોયું અને તેમની વચ્ચે સમજુતી થયેલી હોવા છતાંય પત્નીએ આંખોમાં આંસુ સાથે હળવેકથી પતિને કહ્યુંકે હું મારા માતાપિતાને કદાપિ દુઃખ નહિ આપી શકું અને તેણે દરવાજો ઉઘાડી નાંખ્યો .

પતિ ચૂપજ રહ્યો. વર્ષો પસાર થયા અને તેઓને ૪ પુત્રો પછી પુત્રીની પ્રાપ્તિ થઇ. પતિએ પુત્રીના જન્મની ખુશીમાં ખુબ જ મોટી પાર્ટીનું આયોજન કર્યું, સર્વે સગાસંબંધી, મિત્રવર્ગને આમંત્ર્યા.

એજ રાત્રે પત્નીએ પતિને પુત્રીના જન્મની ઉજવણીનું કારણ પૂછ્યું કે જયારે આપણે બીજા સંતાનોના જન્મને ઉજવ્યો નહતો, ત્યારે પતિએ શાંતિથી ઉત્તર આપ્યો કે એ દીકરી જ છે જે મારા માટે દરવાજો ઉઘાડશે!

દીકરીઓ હંમેશાં ખુબજ વ્હાલી અને વિશિષ્ટ હોય છે!! જો તમે સહમત હોવ તો તમારી ટાઈમલાઈનમા શેર કરો.!

સંકલન : દીપેન પટેલ

 

ટીપ્પણી