મેંગો પાઇનેપલ પુડિંગ ( Mengo Pinapple Puding )

સામગ્રી :

કેરીનો પલ્પ – ૩/૪ કપ
મિલ્ક – ૧/૨ કપ
ફ્રેશ પાઇનેપલ જ્યૂસ – ૧/૪ કપ
અન ફ્લેવર્ડ જીલેટીન – ૧ ટેબલ સ્પૂન
ક્રિમ (ઘરની મલાઇ) – ૨ ટેબલ સ્પૂન
સુગર – ૨ ટેબલ સ્પૂન
સુગર – ૧/૨ ટી સ્પૂન (ટૉપ લેયર માટે)

ગાર્નિશ કરવા :

સર્વિંગ કપ – ૭ – ૮
સ્કૂપ કરેલા કેરીનાં નાનાં બોલ્સ – ૭-૮
તાજા ફુદીનાનાં પાન

રીત :

૧. જીલેટીનમાં (૧ ટી સ્પૂન જીલેટીન ટૉપ લેયર માટે બીજા બાઉલ માં કાઢી લો) ૨-૩ ટે.સ્પૂન પાણી ઉમેરી બાજુ માં મૂકો. ૫ મિનિટ પછી થોડું ગરમ કરી ઓગાડી લેવું.
૨. બ્લૅન્ડર જારમાં ૧/૨ કપ કેરીનો પલ્પ, મિલ્ક, મલાઇ, સુગર, પાઇનેપલ જ્યૂસ અને ઓગાડેલું જીલેટીન ઉમેરી બ્લૅન્ડ કરો.
૪. નાનાં નાનાં સર્વિંગ કપ લઇ ૩/૪ ભાગ જેટલું ભરો. ફ્રિઝ માં ૧ કલાક સૅટ થવા મૂકો.
૫. બાકીનું ૧ ટી સ્પૂન જીલેટીનને ૨-૩ ચમચી પાણી માં મિક્સ કરી ૫ મિનિટ પછી ગરમ કરી ઓગાડી લેવું.
૬. કેરીનું જે ૧/૪ કપ પલ્પ બાજુ પક રાખ્યો હતો તેમાં જીલેટીન અને ૧/૨ ટી સ્પૂન સુગર બરાબર મિક્સ કરો.
૭. હવે સર્વિંગ કપ ફ્રિઝમાંથી બહાર કાઢી તેની ઉપર આ મિશ્રણ રેડો. ફરી થી ફ્રિઝમાં ૧ કલાક સૅટ કરવા મૂકો.
૮. સૅટ થાય પછી કેરીનાં સ્કૂપ કરેલાં બોલ્સ અને ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરવું

તૈયાર છે એકદમ ઇઝી મેંગો પાઇનેપલ પુડિંગ.

રસોઈની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને આ વાનગી કેવી લાગી અચૂક કહેજો !

ટીપ્પણી