મેંગો પૅશન શ્રીખંડ (Mengo Passion Shrikhand )

સામગ્રી :

બાંધેલું દહીં – (૧ લિટર દૂધ માંથી બનાવેલું)
મેંગો પલ્પ – ૧/૨ કપ
આઇસીંગ સુગર – ૧/૩ કપ. ( સ્વાદ મુજબ )
પૅશન ફ્રૂટ – ૧ નંગ
ડ્રાય ફ્રૂટ્સ – ૨ ટેબલ સ્પૂન. ( Optional )

રીત :

૧. દહીં જમાવીને કપડામાં લઇ પાણી નિતારી લેવું. અને નીચે પ્લેટ રાખી જારી વારા ટોપામાં કપડામાં બાંધેલું દહીં મૂકી ફ્રિઝમાં મૂકો. ( ૬-૮ કલાક ).
૨. દહીં તૈયાર થઇ જાય પછી ચારણીમાં ઘસી સ્મૂધ દહીં બનાવી લો.
૩. દહીંમાં આઇસીંગ સુગર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
૪. ફરીથી ૧/૨ કલાક ફ્રિઝમાં મૂકી બહાર કઢી લો.અને મેંગો પલ્પ ઉમેરી મિક્સ કરો. શ્રીખંડ બહું પતલોના થઇ જાયએ ધ્યાન રાખવું. જરૂર પૂરતો જ મેંગો પલ્પ ઉમેરવો.
૫. એક પૅશન ફ્રૂટ કાપી અડધો ભાગ શ્રીખંડમાં ઉમેરવો. ( બીજ સાથે )
૬. ફ્રિઝમાં મૂકવું. સર્વ કરતી વખતે થોડો પૅશન ફ્રૂટ નો પલ્પ (બીજ સાથે) ઉપર થી રેડી સર્વ કરવું
૫. ડ્રાય ફ્રૂટ્સ પસંદ હોય તો થોડા ઉમેરવાં. અહિયાં નથી ઉમેર્યા.

નોંધ :

૧. બરાબર પાણી નિતરી જાય ત્યાં સુધી દહીં બાંધી રાખો. દહીં ઉપર વજન પણ મૂકી શકાય સારી રીતે હંગ કર્ડ બનાવવા.
૨. પૅશન ફ્રૂટ બીજ સાથે ખાવાથી ક્રંચી લાગે છે. જો બીજના પસંદ હોય તો ન ઉમેરવાં.
૩. આઇસીંગ સુગરના બદલે સાદી ખાંડ પણ લઇ શકાય છે. પણ આઇસીંગ સુગર લેવાથી શ્રીખંડ ઢીલો નથી પડતો.
૪. સુગરનું માપ સ્વાદ પ્રમાણે લેવું. આ શ્રીખંડ થોડો ખાટો મીઠો સારો લાગે છે.

રસોઈની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી કોમેન્ટ માં અચૂક કહેજો !!

ટીપ્પણી