મેંગો ફાલુદા (Mengo Falooda)

સર્વિંગ : ૧ ગ્લાસ

સામગ્રી :

કેરી નો રસ – ૩/૪ કપ
તકમરીયા – ૧ ટેબલ સ્પૂન
મેંગો સીરપ – ૧ ટેબલ સ્પૂન
મેંગો આઇસ ક્રિમ – ૨ સ્કૂપ
ફાલુદા સેવ – ૨ ટેબલ સ્પૂન
બરફ નાં ટુકડા – ૨ ક્યૂબ્સ

રીત :

૧. તકમરીયાને ૧ કલાક થોડું પાણી લઇ પલાડી રાખો. પલડી જશે પછી ફુલી ને ડબલ થઇ જશે.
૨. કલરફુલ ફાલુદા સેવ ગમે તો થોડી સેવમાં ગ્રીન કે રેડ કલર મિક્સ કરી બાજુ માં મૂકો.
૩. સર્વિંગ ગ્લાસમાં પહેલાં બરફનાં ટુકડા, ૧ ચરચી તકમરીયાં, ૧/૨ કપ કેરી નો રસ, પછી ૧ ચમચી તકમરીયા, પછી કલરવગરની સફેદ ફલુદા સેવ, ૧ સ્કૂપ આઇસ ક્રિમ પછી કલરફુલ ફલુદા સેવ, બાકીનો કેરીનો રસ, બાકીનાં તકમરીયા અને બાકીનો ૧ સ્કૂપ આઇસ ક્રિમ ઉમેરી મેંગો સીરપ રેડી ઠંડુ સર્વ કરો.

નોંધ :

૧. કોઇ પણ આઇસ ક્રિમ લઇ શકાય.
૨. ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકાય.
૩. મેંગો સીરપ ના હોય તો પણ ચાલી શકે. અથવા કોઇ પણ સીરપ ઉમેરી શકાય જે પસંદ હોય.

રસોઈની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી કોમેન્ટ માં અચૂક કહેજો !!

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!