મેંદાની ખસ્તા પુરી – સૂકા નાસ્તામાં ખૂબ જ ઉપયોગી એવી પૂરી સમય કાઢીને અવશ્ય બનાવજો ..

મેંદાની ખસ્તા પુરી

ગુજરાતીઓ ને સૂકા નાસ્તા ખૂબ જ પ્રિય હોય છે. એમા પણ ચેવડો , ગાંઠિયા અને પુરી તો સૌથી લોકપ્રિય. સામાન્ય રીતે પુરી ઘઉં ના લોટ ની અને મેંદા ના લોટ ની બનાવા માં આવે છે. ઘઉં ના લોટ માં મસાલો ઉમેરી એની પુરી બનાવા માં આવે છે જ્યારે મેંદા ની પુરી માં મસાલો નહીં પણ જીરું અને મરી ની ફ્લેવર આપવા માં આવે છે.

સામગ્રી :

• 1 kg મેંદો,
• 1/2 વાડકો રવો,
• 1 ચમચી મરી , વાટેલા,
• 1 ચમચી જીરા નો ભૂકો,
• મીઠું,
• 1.5 વાડકો ઘી,
• તળવા માટે તેલ,

રીત :

મેંદાને ચાળી મોટી થાળી માં લો. હવે એમાં રવો, મીઠું , મરી નો ભૂકો , જીરા નો ભૂકો , ઘી ઉમેરો .. હાથ થી સરસ મસળો.

ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને કઠણ લોટ બાંધો. મેંદા ના લોટ ને કઠણ બાંધવો થોડો ટ્રીકી છે કેમ કે એ તરત જ ઢીલો પડી જાય છે.લોટ ને સરસ મસળી ને 20 થી 25 મિનિટ માટે ઢાંકી ને રાખી લો. લોટ ને આમ આરામ આપવા થી પુરી વધારે સારી બનશે અને મસાલા ની બધી ફ્લેવર સરસ મિક્સ થશે. લોટ માંથી એકસરખા લુવા બનાવી લો.

પાટલા પર પુરી ને વણો. બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં. વણી ને ફોર્ક થી કાના પાડો. આપ ચાહો તો નખ થી પણ કાણાં પાડી શકો. આમ કરવા થી પુરી ફુલશે નહીં અને સરસ કડક થશે. પુરી ને વણી ને થાળી માં પથરતા જાઓ.

જાડા તળિયા વાળી કડાય માં તળવા માટે તેલ ગરમ કરો. તેલ જ્યારે એકદમ ગરમ થઈ જાય , મધ્યમ આંચ પર તળો.

પુરી ને બહુ વધારે કે.ઓછી આંચ પર તળવા થી કાચી રહેશે નહી તો તેલ વધુ ચૂસશે .. મધ્યમ આંચ પર એકદમ perfect કડક અને ખસ્તા બનશે. .. પુરી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી તળો. વચ્ચે પુરી ને ઉથલાવતી રહેવી..

એકદમ ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો. આ પુરી મહિના સુધી નહીં બગડે. ચા સાથે કે સાંજ ના નાસ્તા માં પીરસો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી