હોકીના જાદુગર તરીકે ઓળખાતા મહાન ખેલાડી મેજર ધ્યાનચંદ વિષે અજાણી વાતો !!

જન્મ :- ૨૯ ઓગસ્ટ ૧૯૦૫ (પ્રયાગ, ઉત્તર પ્રદેશ)

મૃત્યુ : ૩ ડિસેમ્બર 1979 (જબલપુર, ન્યુ દિલ્હી)

બિરુદ :  હોકીના જાદુગર

સન્માન : ૨૯ ઓગસ્ટ “નેશનલ સ્પોર્ટ ડે ”

આ દિવસ પસંદ કરવાનું ખાસ કારણ છે. ભારતની રાષ્ટ્રીય રમત ‘હોકી’ ના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદ નો જન્મ દિવસ આ જ તારીખે છે અને તેથી જ તેમની યાદ માં ૨૯ ઓગસ્ટ ને “નેશનલ સ્પોર્ટ ડે ” તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. ૧૯૨૮ માં એમ્સ્તર્દમ ખાતે સૌપ્રથમવાર ભારતીય હોકી ટીમ ઓલમ્પિક માં સુવર્ણચંદ્રક વિજેતા બની હતી. આ રમોત્તસવ માં ધ્યાનચંદ નું પર્ફોમન્સ ઉત્તમ રહ્યું હતું. ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૬ ની ઓલમ્પિક માં મેજર ધ્યાનચંદ ના નેતૃત્વમાં ભારતે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

૧૯૪૫ થી ૧૯૪૮ સુધીમાં ત્રણ વર્ષમાં ધ્યાનચંદ એ ભારતીય ટીમ નું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. તેથી તેમને “મેજર” ના પદ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધ્યાનચંદ ની યાદ માં એક ટપાલ ટીકીટ પણ બહાર પાડવામાં આવી હતી. તેમને સન્માન માં સરકારે મેજર ધ્યાનચંદ લાઈફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ જાહેર કર્યો. હોકી ની રમતમાં સતત શ્રેષ્ઠ પ્રદશન કરનારા ખેલાડીને આ એવોર્ડ આપવામાં આવે છે.

? થોડુ વધારે અગત્યનુ

હોકીના જાદુગર મેજર ધ્‍વાનચંદનો જન્‍મ ૨૯ ઓગસ્ટ ૧૯૦૫ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગ ખાતે એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. પિતાના પગલે માત્ર ૧૬ વર્ષની ઉંમરે ધ્‍યનચંદે પણ ૧૯૨૨માં લશ્કરમાં નોકરી સ્વીકારી.

૧૪ પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતો આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતો હતો.બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારી પણ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ અહીંથી શરૂ થઇ હોકીના જાદુગરની ગોલ યાત્રા.

૧૯૨૭ માં ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ધ્યાનચંદની પણ પસંદગી કરવામાં આવી હતી. ભારતે સમગ્ર પ્રવાસમાં ૧૦ મેચમાં કુલ ૭૨ ગોલ કર્યા તેમાંથી અડધોઅડધ એટલે કે ૩૬ ગોલ એકલા મેજર ધ્યાનચંદ દ્વારા કરવામાં આવ્‍યા હતા. ધ્યાનચંદે તેમને મળેલી દરેક તકનો ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો. તેના લીધે તેમની ૧૯૨૮માં નેધરલેન્ડના એમ્સ્ટરડમ ખાતે રમાનાર સમર ઓલમ્પિક માટે ભારતીયહોકી ટીમમાં પસંદગી કરવામાં આવી. તેમની હોકી સ્ટીકના જાદુનાસહારે ભારતે ફાઈનલમાં નેધરલેન્ડને ૩-૦થી પરાજય આપીનેગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો.

સેન્ટર ફોરવર્ડના ખેલાડી તરીકે જાણીતા એવા ધ્યાનચંદે નેધરલેન્ડના પરાજયમાં મુખ્ય ભૂમિકા નીભાવતા ૨ ગોલ કર્યા. દિવસે દિવસે ધ્યાનચંદની લોકપ્રિયતા વધી રહી હતી અને તેની સાથે તેમના વિરોધીઓ પણ. ૧૯૨૮માં તેમના વિરોધીઓએ હોલેન્ડ ખાતે ધ્યાનચંદની હોકી સ્ટીક તોડીને ક્યાંક તેમની રમતનું રહસ્ય લોહ ચુંબક તો નથી ને એ વાતની ખાતરી કરવામાં આવી. પરંતુ તેમના વિરોધીઓને નીરાશા જસાંપડી.

૧૯૩૨ માં તેમણે અમેરીકાના લોસ એન્જલિસ ખાતે રમાયેલી સમર ઓલમ્પિક ગેમ્સમાં ૧૯૨૮ની રમતનું પુનરાવર્તન કર્યુ. ભારતેગૃહ ટીમને ધ્યાનચંદની રમતના સહારે ૨૪ વિરૂદ્ધ ૧ ગોલથી કારમો પરાજય આપ્યો. ભારતીય ટીમના કુલ ગોલમાંથી ત્રીજા ભાગના એટલે કે આઠ ગોલ તો એકલા ધ્યાનચંદે ફટકાર્યા હતા.

ભારતીય હોકી ટીમ તરફથી રમતા તેમના ભાઈ રૂપસિંહમાં પણ ધ્યાનચંદની રમતની ઝલક જોવા મળતીહતી. 1932માં ભારતે કરેલા ૩૩૮ ગોલમાંથી ૧૩૩ ગોલ તો માત્ર ધ્યાનચંદના જ હતા. ૧૯૩૩માં બેઈટન કપની ફાઈનલ મેચતેમની હોકી કારકિર્દીની સૌથી યાદગાર મેચ પૂરવાર થઈ. ઝાંસી હિરોઝ અને કલકત્તા કસ્ટમ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં ધ્યાનચંદે એકપણ ગોલ ન કર્યો. પરંતુ ઝાંસી હિરોઝનું પ્રતિનિધિત્વ કરતા ધ્યાનચંદે તેમની ટીમ તરફથી થયેલા એકમાત્ર ગોલ માટે બોલને પાસ કર્યો. વિજેતા ઝાંસી હિરોઝનું તેમના વતનમાં જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું.

૧૯૩૫ માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે કુલ ૪૩ મેચમાં ૫૮૪ ગોલ કર્યા. તેમાંથી ૨૦૧ ગોલ ધ્યાનચંદના નામે હતા. તે પ્રવાસમાં ઓસ્ટ્રેલીયાના એડિલેઈડ ખાતે મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેને પણ ધ્યાનચંદની રમત નીહાળી. મેચ પૂરી થયા પછી ધ્યાનચંદની રમતથી પ્રભાવિત થયેલા બ્રેડમેને કહ્યું કે ધ્યાનચંદ તો ક્રિકેટમાં રન બનતાહોય તે રીતે સરળતાથી ગોલ કરે છે.

૧૯૩૬ માં ફરી એકવાર ઓલમ્પિક ગોલ્ડ મેડલના લક્ષ્ય સાથે ધ્યાનચંદ જર્મનીના બર્લિન ખાતે પહોંચ્યા. ઉલ્લેખનિય છે કે આ ઓલમ્પિક ગેમ્સ શરૂ થયા પહેલા ધ્યાનચંદની રેજીમેન્ટે તેઓ વઝીરીસ્તાન ખાતે એક લડાઈમાં લડીરહ્યા હોઈ તેમને બર્લિન ઓલમ્પિકમાં રમવાની મંજૂરી આપી નહોતી. પાછળથી તેમને બર્લિન જવાની મંજૂરી આપવામાં આવી.દેશપ્રેમી અને પ્રજાવત્સલ એવા મહારાજા સયાજીરાવ રમતગમત ક્ષેત્રેને પ્રોત્સાહન આપવા અગ્રેસર હતાં અને તેઓ ઇ.સ. ૧૯૩૬માં બર્લિન ખાતે યોજાયેલ ઓલિમ્પિકમાં જોવા ગયા હતાં.

ધ્યાનચંદે આ ઓલમ્પિકમાં ભારતનું નેતૃત્વ સંભાળ્યું. ધ્યાનચંદની ટીમનો એક મૈત્રી મેચમાં ગૃહ ટીમ જર્મની સામે પરાજય થયો. પરંતુ ઓલમ્પિક શરૂ થતા જ ધ્યાનચંદની રમતના લીધે ભારતીય ટીમમાં એક નવા ઉત્સાહનો સંચાર થયો. ભારતીય ટીમે ફાઈનલમાં ફરી એકવાર જર્મનીનો સામનો કરવાનો હતો.

મેચ શરૂ થયા પહેલા એક નોંધપાત્રઘટનાક્રમમાં ભારતીય ડ્રેસીંગ રૂમમાં તીરંગો ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમનું ગાન કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ભારત તે વખતે અંગ્રેજોના આધિપત્ય હેઠળ હોઈ આ ઘટના દેશવાસીઓ માટે આનંદ અને ગર્વદાયક હતી.

મેદાન પર ખેલાડીઓએ પણ તેમના દેશપ્રેમનો પરચો આપતા જર્મન ટીમને ઉપરાછાપરી ગોલથી રગદોળી નાંખી. પહેલા હાફમાં ૧-૦ થી આગળ રહેનાર ભારતીય ટીમે બીજા હાફમાં ૭ ગોલ કર્યા. જર્મન ટીમ ૬-૦ થી પાછળ હતી તે વખતે ટીમને શરીર દ્રારા ભારતીય ટીમની રમતનો જવાબઆપવાનું નક્કી કર્યુ હતું એવું કહેવાય છે.

જર્મની ટીમના ખેલભાવના વિહોણા વલણને લીધે મેજર ધ્યાનચંદનો એક દાંત તૂટી ગયો. જો કે તેમણે તેમની રમતથી જવાબ આપવાનું ચાલુ રાખ્યું. ધ્યાનચંદના ૬ ગોલની મદદથી ભારતે ૮-૧ના મોટા અંતરે વિજય મેળવ્યો.

 

ફાઈનલ મેચ નીહાળવા જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ હાજર હતો. તે પણ ધ્યાનચંદની રમતથી ખાસ્સા પ્રભાવિત થયા. મેચપૂરી થયા પછી હિટલરે જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાવવાનો ધ્યાનચંદ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. જો કે ધ્યાનચંદે દેશપ્રેમ દર્શાવતા નમ્રતાપૂર્વક તે પ્રસ્તાવને ફગાવી દિધો.

ધ્યાનચંદે ઓલમ્પિકમાં ભારતના ૩૮માંથી ૧૧ ગોલ કર્યા. જ્યારે પ્રીઓલમ્પિક મેચોમાં ધ્યાનચંદેભારતના ૧૭૫માંથી ૫૯ ગોલ કર્યા. બીજા વિશ્વયુદ્ધ પછી ૪૨ની ઉંમરે પણ ધ્યાનચંદે રમવાનું ચાલુ રાખ્યું. તેમણે ઈસ્ટ આફ્રિકામાં કુલ ૨૨ મેચમાં ૬૧ ગોલ કર્યા.

એકવખત રમત દરમ્યાન તેમની હોકી પણ ચેક કરવામાં આવી હતી.

૧૯૪૮ માં તેમણે હોકીમાંથી નિવત્તિ સ્વીકારી. નિવૃત્ત થયા પછી ધ્યાનચંદે પટીયાલા ખાતેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટમાંથી કોચીંગમાં ડિપ્લોમા કર્યો. જો કે હોકીની રમતને સમર્પિત આ ખેલાડી કોચીંગમાં નિષ્ફળ નીવડ્યા. ઓસ્ટ્રીયાના વિયેના ખાતે ધ્યાનચંદના હોકી સ્ટીક પરના કાબૂની ખૂબીને ધ્યાનમાં લઈને તેમની એક મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તેમાં તેમના ચાર હાથ દર્શાવવામાં આવ્યા છે અને દરેક હાથમાં એક એક હોકી સ્ટીક.
1956 માં ધ્યાનચંદ લશ્કરમાંથીનિવૃત્ત થયા. તે વખતે તેઓ મેજર હતા.

ભારત સરકારે તેમનું દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા છે. જો કે આ મહાન ખેલાડીનું 1979ની ત્રીજી ડિસેમ્બરે દારૂણ અવસ્થામાં મૃત્યુ થયું.

? ભારતરત્ન

બ્રિટિશરાજ દરમ્યાન અંગ્રેજ હકૂમત તેના મનપસંદ
અગ્રણી હિંદુ ભારતીયોને રાય સાહેબ તથા રાય બહાદુર, મુસ્લિમોને ખાન સાહેબ તથા ખાન બહાદુર અને શીખોને સરદાર સાહેબ તથા સરદાર બહાદુર જેવા ખિતાબો વડે નવાજતી, પણ સ્વતંત્રતા પછી એ શિરપાવોનું મહત્ત્વ ન રહ્યું. આથી ભારત સરકારે વિજ્ઞાન, કલા, સાહિત્ય અને સમાજકલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી ચૂકેલા મહાનુભાવોને તેમની સિદ્ધિ મુજબ પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ તથા ભારતરત્ન એ ચાર પૈકી જે તે યોગ્ય ખિતાબ આપવાનું ૧૯૫૪માં ઠરાવ્યું. સન્માનની દષ્ટિએ ચારેય ઇલ્કાબો ચડતી ભાંજણીમાં એકમેક કરતાં જુદા દરજ્જાના છે, એટલે દેખીતું છે કે વ્યક્તિની સિદ્ધિ જોડે સુસંગત હોય એ જ ખિતાબ તેને એનાયત કરવો જોઇએ.

૧૯૫૦ના તથા ૧૯૬૦ના દસકામાં અમુક યા તમુક ઇલ્કાબ માટે લાયક વ્યક્તિની પસંદગી કરતી વખતે નિરપેક્ષતાનું અને નીતિમત્તાનું ધોરણ જળવાયું, પણ ત્યાર પછી તેમાં રાજકારણ ભળ્યું. ઘણા એવા કિસ્સા બન્યા કે જ્યારે વ્યક્તિની લાયકાત મૂલવવાને બદલે તેનું પ્રત્યક્ષ કે પરોક્ષ રાજકીય મહત્ત્વ જોઇ તેને ખિતાબ એનાયત કરી પોલિટિકલ લાભ ખટાવવામાં આવ્યો. ક્યારેક વળી પદ્મ અવોર્ડ સન્માન નહિ, પણ અપમાનનો કારણ બન્યો.

અમુક દાખલા: એક સમયે રમતગમતના ક્ષેત્રે ઝળકેલા ખેલાડીઓને પદ્મ ઇલ્કાબ માટે ગણતરીમાં લેવાતા ન હતા, એટલે ભારતના રાષ્ટ્રીય ખેલ હોકીના સમ્રાટ ધ્યાનચંદને એવું સન્માન મળ્યું નહિ. ધ્યાનચંદની ટીમે આમ્સ્ટરડેમ (૧૯૨૮), લોસ એન્જલિસ (૧૯૩૨) તથા બર્લિન (૧૯૩૬) એમ સતત ત્રણ ઓલિમ્પિકમાં ચેમ્પિઅનશિપનો સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. લોસ એન્જલિસમાં તો અમેરિકન ટીમને તેણે૨૪-૧ ના સ્કોરથી હરાવી દીધી હતી. ધ્યાનચંદને ભારતરત્ન બનાવવાની તરફેણમાં વ્યાપક લોકમત જોતાં ડિસેમ્બર, ૨૦૧૧માં પદ્મ અવોડ્ઝ માટે રમતગમતનું ક્ષેત્ર ખોલી નાખવામાં આવ્યું. જુલાઇ ૧૬, ૨૦૧૩ના રોજ ભારતના રમતગમત ખાતાના મંત્રી જીતેન્દ્ર સિંહે હોકીસમ્રાટ ધ્યાનચંદને ભારતરત્ન વડે સન્માનિત કરવાનો વિનંતીપત્ર વડા પ્રધાનને પાઠવ્યો, જેના અનુસંધાનમાં ધ્યાનચંદને એ સર્વોચ્ચ ખિતાબ એનાયત કરવાનું ઠરાવવામાં આવ્યું. પરંતુ છેવટે બન્યું એવું કે વડા પ્રધાન કાર્યાલયના એ
ફેંસલાનો અમલ થાય તે પહેલાં રાહુલ ગાંધીના કહેવાથી સચિન તેન્ડુલકરનું નામ ભારતરત્ન માટે આગળ કરવામાં આવ્યું.

આઘાતની વાત એ કે રાહુલના સૂચનને માન્ય
રાખવામાં વડા પ્રધાન કાર્યાલયે પાંચ કલાકથી વધુ સમય લીધો નહિ. તેન્ડુલકરના વિશાળ ચાહકવર્ગનું દિલ જીતવા રાહુલ ગાંધી દ્વારા છેલ્લી ઘડીએ રાજકીય દાવ ખેલવામાં આવ્યો અને પ્રત્યેક હરીફ ટીમને હરાવી ચૂકેલા હોકીસમ્રાટ ધ્યાનચંદને રાજકારણે હરાવી દીધા.

? લેખન, સંકલન :— Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી