Reference book – મિત્રતાના એ દિવસો કેટલા સુંદર હતા… વાંચો અને આજે જ તમારા મિત્રોને કોલ કરી તમારા એ સોનેરી દિવસો યાદ કરો…

-: Reference book:-

બે દિવસ પછી ફાઇનલ એક્ઝામ છે,આપણી કોઇની જોડે pharmacognosyની રેફરન્સ બુક કે કલાસ નોટ્સ પણ નથી,આપણી કલાસની બે છોકરીઓનો આ બાબત માટે કોન્ટેકટ કર્યો તો તેણે પણ આ સબ્જેક્ટની નોટ નથી એવો હતાશા ભર્યો જવાબ આપ્યો.એક્ઝામના ટેન્શનથી વ્યથિત થઇ ગયેલો યોગીન તેના મિત્રો ફારુક અને કશ્યપને કહી રહ્યો હતો.

“યોગીન,તે કોલ કરેલો આપણી કલાસની છોકરીઓને એટલેજ તેને ના પાડી નોટ્સ માટે,આપણા ફ્રેન્ડ સર્કલ માથી બીજા કોઇએ કોલ કરો હોત તો તે નોટ્સ માટે ના ન પાડેત,તે ડાહ્યો થઇને કોલ કરીને બધુ બગાડી નાખ્યુ “ફારુકે તેની સામે એકઝામની ચિંતાનુ ચિંતન કરી રહેલા યોગીનને કહ્યુ.ફારુકની બાજુમા મૂંગો બેસેલો કશ્યપ આ વાત સાંભળીને ખડખડાટ હસવા લાગ્યો.આ જોઈને યોગીનની આંખોમા ગુસ્સો ભરાયો.

“ફારુક,તુ કહેવા શુ માગે છે,મે મારા એકલાનુ વિચારીને નોટ્સ માટે કોલ નહોતો કર્યો,આપણા બધાની એકઝામનુ વિચારીને મે નોટ્સ માટે કોલ કરેલો અને તુ એવુ કહે છે કે મે કોલ કરીને બધુ બગાડી નાખ્યુ. “યોગીને તેનો ગુસ્સો ફારુક પર ઠાલવતા કહ્યુ .

“તુ તારુ પોતાનુ નથી કરી શકતો અને અમારુ શુ કરવાનો?તને કોને કીધુ હતુ ડોઢ ડાહ્યા થવાનુ? તારી આ એક ભુલનુ પરીણામ અમારે બધાએ ભોગવવું પડશે. “ફારુકે કહ્યું અને સામે બેઠેલા યોગીનને કહ્યુ.ફારુકની આ વાત સાંભળીને
કશ્યપનુ હાસ્ય જોરશોરથી ઉભરાવા માંડયુ.
“અને તુ કેમ ક્યારનો હાહાહા…હીહીહી કરે છે “યોગીને ખડખડાટ હસી રહેલા કશ્યપને જોઈને તેને કહ્યુ.

“હસવુ આવે તેવુ કામ તે સામે ચાલીને કરુ તો હુ હસુ નહી તો શુ હુ રડું હે !….”કશ્યપે હસતા હસતા યોગીનને કહયુ.
“શાંતિથી પડ્યો રહેને નહી તો હમણા આપીશ એક ઉંધા હાથની “યોગીને તેના હાથનો પંજો કશ્યપને બતાવતા કડક શબ્દો મા કહ્યુ.
“તને ખબર છે કે આપણા ક્લાસની છોકરીઓ સામે તારી કોઇ સારી ઇજ્જત નથી તો પણ તુ તારી પિપુડી કેમ વગાડે છે તે છોકરીઓ સામે ?ડોબા “ફારુકે યોગીન પર ગુસ્સાથી ગરમ થતા કહ્યુ.

“મારી ઇજ્જત નથી એ હુ માનુ છુ,અને તમારી બધાની ઇજ્જત આપણા ક્લાસની છોકરીઓ સામે હોય તો તમે બધા તેના જોડેથી pharmacognosy ની રેફરન્સ બુક કે નોટ્સ લઇ આવો,તો હુ તમને રોજ સલામ કરુ અને તમારી ઇજજત તે છોકરીઓ કરે છે એમ હુ માનુ. “યોગીને ફારુકની સામે પોતાના હાથની આંગળીઓથી ચપટી વગાડતાં ચેલેન્જ કરી.
” તારી સાથે રહીને તારા હિસાબે અમારી પણ ઇજ્જાત ડાઉન થઇ ગઇ. “ફારુકે તેની સામે તાકી રહેલા યોગીનને ચીડવતા કહ્યુ.

“એકદમ….સાચી વાત ફારુક તારી,યોગીનની કૂટેવો લીધે આપણી ઇજજત પણ ખરાબ થાય છે “કશ્યપે ફારુકની તરફદારી કરતા યોગીનની સામે જોતા કહ્યુ.કશ્યપની આ વાત સાંભળીને યોગીન ગુસ્સાની આગમા ભડકે બળી રહ્યો હતો.
“મયંક…આ pharmacognosyની બુક તુ કોની જોડેથી લાવ્યો? “કોલેજ બેગને લટકાવીને,એક હાથમા બુક લઇને રૂમની અંદર આવી રહેલા તેના મિત્ર મંયકને પુછતા યોગીન બોલ્યો.
“કેમ ?તારે શુ કામ છે ?ખાલી ખોટી પડપુછ બઉ તારે યોગીન “મયંકે તેની બેગ ટેબલ પર મુકતા યોગીનને કહ્યુ.

“એ…હાકો… બરાબરનો વાપરો….યોગીન તને “કશ્યપે હસતા હસતા યોગીનને કહ્યુ.
“તુ શાંતિ રાખને ડોબા…..”યોગીને કશ્યપને કહ્યુ.
“એમા…શાંતિ રાખવાની કયા વાત આવી,તને મયંકે હાંકી કાઢ્યો એટલે કશ્યપે તને કહ્યુ “ફારુકે કશ્યપની તરફેણ કરતા યોગીનને કહ્યુ.
“મયંક….બુક જોવા આપને,ખાલી એક નજર નાખવી છે મારે…”યોગીને બોલ્યો.
“બુકને જોવાની ના હોય,વાંચવાની હોય એમ પણ આ બુકમા કોઇ જોવાલાયક ચિત્રો નથી “મયંકે યોગીનની મજા લેતા કહ્યુ.

“એકદમ…સાચી વાત મયંક તારી “કશ્યપે ફારુકને હાથતાળી આપતા કહ્યુ.
“બુધ્ધિ હોય તો સાચા ખોટાની ખબર પડેને !ગાંડા જેવો છે યોગીન એટલે તેને કંઇ ખબર ન પડે “ફારુકે તેની સામે તાકી રહેલા યોગીનને જોતા કહ્યુ.
“હે યોગીન,આ ફારુક જે કહે છે તે સાચી વાત છે “કશ્યપે યોગીનને પુછ્યુ.
“તુ નવરીના તારુ કામ કરને,નહીતો ખાઇશ હમણા એક ઉંધા હાથની “યોગીને કશ્યપ પર તકિઓ ફેકતા કહ્યુ.
“કશ્યપ તે જોયુ,યોગીનની ઇજજત આપણા ક્લાસની છોકરીઓ સામે તો છે જ નહી,પણ આ મયંક સામે પણ નથી..”ફારુકે યોગીન સાંભળે તે રીતે કશ્યપને કહ્યુ.
“મને તો કયારની ખબર છે,તને નહોતી ખબર “કશ્યપે ફારુકને જવાબ આપતા કહ્યુ.
“એય કશ્યપ અને ફારુકીયા બોવ થયુ હવે,મુંગા મરોને ક્યારના મંડી પડ્યા છો તે “યોગીને ફારુક અને કશ્યપને ચેતવણી આપતા કહ્યુ.


“મુંગા નહી રહીયે તો તુ શુ કરી લઇશ…વળી “ફારુકે યોગીનને સામો પડકાર ફેકતા કહ્યુ.યોગીને ફારુકની આ વાત સાંભળતા તેના દાંત પિસ્યાં.
“મયંક….બુક આપને અમને “ફારુકે મોબાઇલમા ગેઇમ રમી રહેલા તેના મિત્ર મયંકને કહ્યુ.
“કોઇ ને બુક મળે નહી “ગેઇમ રમતા રમતા મયંકે જવાબ આપ્યો .
“કેમ નહી મળે? “ફારુકે મયંકને સવાલ કરતા કહ્યુ.
“તમારે બધાને બધુ તૈયાર જોઇતુ હોય છે હર એક વખતે,મહેનત તો કરવી નહી “મયંકે તેની સામે જોઇ રહેલા ફારુકને જવાબ આપ્યો.
“તે વળી કેવી મહેનત કરી ?બુક તારી થોડી છે?બુક તો પેલી તારી લેબ પાટઁનર છોકરીની છે “ફારુકે મયંકના શબ્દોનો પ્રતિકાર કરતા કહ્યુ.
“તે છોકરી મયંકની લેબ પાટઁનર નથી,તેનો માલ છે “કશ્યપે ફારુક અને મયંકને સંભળાય તે રીતે કહ્યુ.
“હે મયંક તે તારો માલ છે ?”ફારુકે તેનુ કન્ફયુઝન દુર કરવા મયંકને પુછ્યુ.
“એ જે હોય તે,તારે એમા પડવાની જરૂર નથી અને તમે ગમે તેમ કરો બુક નહી મળે એટલે નહી મળે “મયંકે ફારુકને ફફડાવતા કહ્યુ.
“તમારી તો બહું ઇજજત હતીને,શુ થયુ હે ?લે આપી બુક..લેતો જા….હમણા તો બહું હોશિયારી મારતો હતો “યોગીને ફારુકની ઝાટકણી કાઢતા કહ્યુ.
” બુક નહી મળે તો આપણે બધાને પેપર લખવામા ફાફા પડશે,તુ મજા લેવાને બદલે મયંકને મનાવ બુક માટે યોગીન “ફારુકે યોગીનને સમજાવતા કહ્યું.
“બુક નહી મળે એટલે નહી મળે,તમારે જે કરવુ હોય તે કરો,હુ નહી આપુ બુક “મયંકે મક્કમ મનોબળ સાથે જવાબ આપ્યો.
“તુ સીધી રીતે આપ તો સારુ,નહીતો પછી અમારે ચાલાકી કરવી પડશે તારી જોડે “ફારુકે દિલગીરી સાથે દાદાગીરી કરતા કહ્યુ.


“તમારાથી જે થાય તે કરી લેજો,પણ બુક નહી મળે એટલે નહી મળે “મયંકે તેનો અભિગમ અડીખમ રાખતા કહ્યુ.
“તો તુ જોઇ લેજે હવે “ફારુકે મયંકને ચેતવતા કહ્યુ.
“હા…જોઇ લઇશ “મયંકે ગભરાયા વગર ફારુકને જવાબ આપ્યો.
રૂમની દિવાલ પર લટકતી ધડિયાળ રાતના બાર વાગ્યાનો સમય બતાવી રહી છે,મોબાઇલમા વાત કરીને થાકેલો મયંક તેના બેડ પર નીંદર માણી રહ્યો છે.ફારુક,યોગીન અને કશ્યપ મયંકને બુક ન આપવાનો પાઠ ભણાવાની યુક્તિની ચર્ચા કરી રહ્યા છે.
“આપણે તે બુક લઇને,તેને ફાડી નાખીએ પછી ચેપ્ટર પ્રમાણે પેજનો બંચ બનાવીને સ્ટેપલર પીન કરી નાખીએ જેથી આપણા ઝેરોક્ષ કરાવાના પૈસા પણ બચી જાય “યોગીને ફારુક અને કશ્યપને તેનો આઇડીયા જણાવતા કહ્યુ.
“યોગીન…તારા આ આઇડીયા પરથી તુ ગાંડો નહી પણ હોશિયાર હોય તેવુ લાગે છે “ફારુકે યોગીનને મસ્કા મારતા કહ્યુ.
“થેન્ક યુ,હવે આપણે આપણા આઇડીયા પર કામ કરીશુ “યોગીને તેની સામે જોઇ રહેલા ફારુક અને કશ્યપને કહ્યુ.
“હા…કામ કરીશુ ” ફારુકે યોગીનને જવાબ આપતા કહ્યુ.
યોગીન ધીમા પગલે મયંકના બેગ તરફ ગયો અને તેમાથી બુક કાઢી.યોગીન તે બુક લઇને તેની રૂમમા ગયો.કશ્યપે તે બુકના પાના છુટા પાડ્યા,ફારુકે ચેપ્ટર પ્રમાણે પેજના બંચ બનાવ્યા અને યોગીને તે બધા બંચને સ્ટેપલર પીન મારી.મયંક હજુ ગાઢ નિદ્રામાં હતો.ફારુક,કશ્યપ અને યોગીન એક એક બંચ પોતાના હાથમા લઇને વાંચી રહ્યા હતા.
* * * * * * * * * * * * * * *
મયંકની આંખો સવારના સૂરજના તાપથી તપી.તે તેની પથારીમા આંખો ચોળતો ઉભો થયો અને બાથરૂમમાં ફ્રેશ થવા માટે ગયો.તે તાજોમાજો થઇને બાથરૂમ માથી બહાર આવી કપડા પહેરીને નાસ્તો કરવા ગયો.
નાસ્તો કરીને આવેલો મયંક એકઝામની તૈયારી કરવા માટે તેની બેગમા બુક શોધવા માંડયો.તેને તેની બેગમા જોયુ તો બુક ન હતી.તે ફારુકના રૂમમા ગયો. તેને જોયુ તો તેની ફાટેલી બુકના પાનાના બંચ એકજ બેડ પર સુઇ રહેલા ફારુક,યોગીન અને કશ્યપની આસપાસ પડ્યા હતા.મયંક તે જોયને સમજી ગયો કે મે તે લોકોને બુક ના આપી તેનુ આ પરીણામ છે.મયંકે તે ફાડી નાખેલી બુકના બધા બંચ ભેગા કર્યા અને ફારુક,કશ્યપ અને યોગીનને બુમાબુમ અને ગાળો ભાંડતા તે ત્રણેયની નીંદર ખરાબ કરતા ઉઠાડ્યા.
“નાલાયકો….તમે બુક ફાડી નાખી,આ બુક મારી નહોતી,હુ આપણા ક્લાસની છોકરી જોડેથી વાંચવા લાવ્યો હતો.હવે આ ફાટેલી બુકને હુ કેવી રીતે તે છોકરીને પાછી આપીશ,તેને આ બુકના બદલામા પૈસા આપીશ તો પણ નહી લે,તેને તેની બુકજ જોઇએ…નરાધમો….હવે તો તમને આ ફાટેલી બુક પણ વાંચવા નહી મળે…હવે તમે મારી સાથે નાગા થયા અટલે હુ પણ તમારી સાથે નાગાઇ કરીશ”ગુસ્સાથી ચણચણી ઉઠેલા મયંકે ફાડીનાખેલી બુકના બંચ ભેગા કરતા,આંખો ચોળી રહેલા યોગીન,કશ્યપ અને ફારુકને કહ્યુ.
“એય….સવાર સવારમા તારી આ બકબક બંધ કર,તારી જોડે અમે પ્રેમથી બુક માગી હતી વાંચવા માટે,પણ તે ના આપી,એટલે અમારે આ પરાક્રમ કરવુ પડયુ”ફારુકે મયંકના ગુસ્સાનો જવાબ આપતા કહ્યુ.
“એ તો હુ મજાક કરતો હતો,બાકી કયારે પણ એવુ બન્યુ છે કે મે તમારી મદદ ના કરી હોય “મયંકે ચોખવટ કરતા ફારુકને કહ્યુ.


“તુ મજાક પણ સિરીયસ થઈને કરે છે એટલે તારા મજાકની મજા અમને ના આવી,અને મજાક તુ કરતો હતો એટલે હવે તારે પોતેજ તારી આ મજાકનુ પરિણામ ભોગવવુ પડશે “ફારુકે મયંકને જવાબ આપતા કહ્યુ.
“તમે લોકો કયારેય નહી સુધરવાના,હવે ફરી રિવીઝન માટે તમને કોઇને આ બંચ નહી મળે “પોતાના હાથમા રહેલા ફાટેલી બુકના બંચને ફારુકને બતાવતા મયંક બોલ્યો.
“તારા એ બંચની હવે અમારે કોઇ જરૂર નથી ,અમે આરામથી પાસ થઇ જવાય તેવી તૈયારી કરી લીધી છે “ફારુકે તેની સામે ઉભેલા મયંકને કહ્યુ.
“જોઈ લઈશ તમને બધાને.. હરામીઓ..”કહેતા મયંક રૂમનો દરવાજો જોરથી પછાડતા રૂમની બહાર નીકળી ગયો.મયંક તે ફાટેલી બુક વાંચીને તેના પેપરની તૈયારીમા ઝુકી ગયો.
* * * * * * * * * * * * * *
પેપર આપીને આવેલો મયંક તેના બેડ પર ઉદાસ થઇને ફાટેલી બુકના બંચ હાથમા લઇને બેઠો હતો.
“મયંક…કેવુ ગયુ પેપર ?”ખુશ થતા કશ્યપ અને યોગીન સાથે આવેલા ફારુકે પુછ્યુ.
“ઠીક…ઠીક…”મયંકે ધીમા સૂર સાથે ફારુકને જવાબ આપ્યો.
“પાસ….થઇ જઇશ કે નહી?”યોગીને મયંકનો જવાબ સાંભળતા સવાલ કરો.
“નક્કી નહી……..”મયંકે યોગીનને જવાબ આપતા કહ્યુ.
“આપણે તો આરામથી પાસ થઇ જઇ છુ,કેવુ યોગીન અને ફારુક “કશ્યપ બોલ્યો.
“હા….આરામથી પાસ થઇ જઇ છુ….બિન્દાસ…આજે એક્ઝામ પુરી,ચાલો મુવી જોવા જઇએ “ફારુક બોલ્યો.
“ચાલ…મયંક તુ આવીશને મુવી જોવા અમારી જોડે “યોગીને પુછ્યુ.
“ના…તમે લોકો જતા આવો,મારે નથી જોવું મુવી “મયંકે જવાબ આપતા કહ્યુ.
“કેમ…પેપર ખરાબ ગયુ એટલે “યોગીને પુછ્યુ.
“ના….મારે નવી બુક લાવીને આપવી પડશે તે છોકરીને,એટલે મારે મુવીના પૈસા આ બુક ખરીદવામા વાપરવા પડશે “મયંંક બોલ્યો.
“નવી બુક ના આપવાની હોય,હવે એક્ઝામ પતી ગઇ એટલે,તુ આ ફાટેલા બંચને ફેવિકોલથી ચોંટાડીને તે છોકરીને આપીદે તેની બુક,તે લઇ લેશે “યોગીને મયંકને આઇડીયા આપતા કહ્યુ.
“મને ખબર છે,તે નહી લે આ બુક “મયંકે જવાબ આપતા કહ્યુ.
“તુ ટ્રાય તો કર “યોગીને મયંકને તેનો આઇડીયા અપનાવાનુ કહેતા કહ્યુ.
“ના…યાર…મને ખબર છે,તે નહી લે “મયંકે કહ્યું.
“સારુ…તારે જે કરવુ હોય તે કર,તુ આવે છે મુવી જોવા કે નહી ?”યોગીને ફરી મયંકને પુછતા કહ્યુ .
“ના…મારે નથી આવવુ,તમે જઇ આવો “મયંકે ના પાડતા યોગીનને કહ્યુ.
યોગીન,ફારુક અને કશ્યપ મુવી જોવા ગયા.મયંક પેલી બુક કેવી રીતે તે છોકરીને પાછી આપવી તે વિચારતો હતો. તેને કોઇ સારો વિચાર આ બાબતમા આવતો ન હતો.તે મુંઝાઇ ગયો હતો.પરંતુ તેને છેલ્લે યોગીનના ફેવિકોલ વાળા આઇડીયા પર કામ કરવાનુ નકકી કરુ.
મયંકે તેની બેગમાથી ફેવિકોલની ટયુબ કાઢી અને ફાટેલી બુકના બંચ ચોંટાડવા લાગ્યો.તેને બધા બંચ એક પછી એક એમ ચોંટાડી દીધા અને ફરી પહેલા જેવી બુક બનાવી દીધી.થોડીવાર પછી મયંક તે બુક લઇને પેલી છોકરીને આપવા ગયો.તે છોકરીએ તે બુક લઇ લીધી.મયંક આ જોયને અંદરથી ખુશ થયો અને ફરી તેના રૂમ પર આવી ગયો.
“કયું મુવી જોયુ ? “મયંકે ફારુકને પુછ્યુ.
“રામલીલા…મસ્ત મુવી છે,તુ આવ્યો હોત તો મજા આવી જાત તને પણ “ફારુકે ખુશ થતા મયંકને કહ્યુ.
“હા…યાર…હુ આવ્યો હોત તો સારુ હતુ,એમ પણ નવી બુક ખરીદવી ના પડી,પૈસા એમજ પડ્યા રહ્યા….મુવી જોવાઇ જાત આવ્યો હોત તો “મયંકે ફારુકને જવાબ આપતા કહ્યુ.
“ઓહ…ગુડ..એટલે કે યોગીનનો પેલો ફેવિકોલ વાળો આઇડીયા કામ કરી ગયો…એમને “ફારુકે મયંકને કહ્યુ.
“હા….યોગીન આવી બધી બાબતોમા હોશિયાર છે તુ “મયંકે જવાબ આપતા કહ્યુ.
“થેન્ક યુ મયંક….”મયંકના શબ્દો ને સાંભળતા યોગીન બોલ્યો.
* * * * * * * * * *
“ફારુક આપણું રિઝલ્ટ આવી ગયુ.નેટ ઓપન કરીને જોતો આપણે પાસ થયા કે નાપાસ”યોગીને ફારુકને કહ્યુ.
“પણ યાર મારા મોબાઇલમા નેટ પતી ગયુ છે,કશ્યપ તારા મોબાઇલમા જોને “ફારુકે કશ્યપને કહ્યુ.
“મારુ નેટ પણ હમણા એક કલાક પહેલાજ પતી ગયુ…યાર “કશ્યપે ફારુકને જવાબ આપતા કહ્યુ.
“મયંકના મોબાઇલમા નેટ હશે,ચાલો આપણે તેને કહીયે “યોગીને ફારુક અને કશ્યપને કહ્યુ.
“હા…ચાલો….મયંક પાસે જઇએ “ફારુકે યોગીન અને કશ્યપને કહ્યુ.ફારુક,યોગીન અને કશ્યપ રૂમ માથી હોલમા આવ્યા.જોયુ તો મયંક તેના મોબાઇલમા વ્યસ્ત હતો.તેને જોયને યોગીન બોલ્યો.
“મયંક….આપણુ રિઝલ્ટ આવી ગયુ છે,નેટ ઓપન કરને ”
“મને ખબર છે,મે જોઈ લીધુ કયારનુ “મયંકે યોગીનને જવાબ આપતા કહ્યુ.
“સારુ….તો અમારુ જોને “ફારુકે મયંકને કહ્યુ.
“તુ,કશ્યપ અને યોગીન પાસ થઇ ગયા “મયંકે ફારુકને કહ્યુ.
“તારુ શુ થયુ….?”યોગીને મયંકનો જવાબ સાંભળતા સવાલ કરો.
“હુ pharmacognsyમા ફેઇલ થયો….તમે બધા પાસ થઇ ગયા “મયંકે યોગીનને જવાબ આપતા કહ્યુ.
“હુ,ફારુક અને કશ્યપ તુ pharmacognosyની બુક લાવ્યો એટલે પાસ થયા,જો તુ આ બુક ના લાવ્યો હોત તો અમે પણ નાપાસ થયા હોત..થેન્કસ યાર “મયંકનો ખંભો થબથબાવતા યોગીને કહ્યુ.
” ના..યાર તમે લોકો તમારી મહેનતથી પાસ થયા…હુ લાવ્યો એ બુકથી નહી…”મયંકે ગળગળા અવાજે જવાબ આપતા કહ્યુ.
“તારી વાત સાચી છે,પણ જો તુ એ બુક ના લાવ્યો હોત;તો અમે મહેનત ના કરી શક્યા હોત અને અમે પણ નાપાસ થયા હોત..અમારુ પાસ થવાનુ પરિણામ અને પરિમાણ તુ જે બુક લાવ્યો હતો તે છે…થેન્કસ યાર “યોગીને મયંકના ખંભા પર તેનો હાથ મુકતા કહ્યુ.
“અરે….યાર…એવુ…”વાક્ય પુરુ થાય તે પહેલા મયંકની આંખો આંસુથી છલકાઇ આવી.આ જોયને યોગીન,ફારુક અને કશ્યપ મયંકને ભેટી પડ્યા.
“મયંક….તુ અમારી જોડે પાર્ટી કરવા આવીશને? “રડી રહેલા મયંકને જોતા ફારુકે પુછ્યુ.
“ના….યાર…”મયંકે તેના આંસુ લૂછતાં કહ્યુ.
“કેમ..? “ફારુકે મયંકને સવાલ કરતા કહ્યુ.
“તમે બધા તો પાસ થયા એટલે પાર્ટી કરો છો,અને પાસ થયેલાની પાર્ટીમા મારી જેવા નાપાસ થયેલા ના શોભે યાર…”મયંકે ફારુકને જવાબ આપતા કહ્યુ.
“ના…યાર એવુ કંઇ ના હોય,તુ બુક લાવ્યો એટલે અમે પાસ થયા,નહીતો અમે પણ નાપાસ થવાના હતા એ પાકુ હતુ,ચાલ હવે રડ્યા વગર તૈયાર થઇ જા યાર..”ફારુકે મયંકને કહ્યુ.ફારુકના આ શબ્દો સાંભળીને મયંકની આંખ ફરી આંસુથી ભીંજાઇ ગઇ.
“રડવાનુ બંધ કર હવે,અમે ભલે પાસ થયા અને તુ ભલે નાપાસ થયો,પણ અમારી સફળતાનો સાચો સાથી તો તુજ છે “યોગીને મયંકને કહ્યુ.આ શબ્દો સાંભળીને રડતો મયંક મલકાઇ ગયો.મયંકને મલકાતો જોયને ફારુક,કશ્યપ અને યોગીન પણ હસવા લાગ્યા.
* * * * * * * * * *

લેખક : ખોડીફાડ મેહુલ( ગુરુ)

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચવા માટે અત્યારે જ લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી