દુ:ખનુ સુખ – દરેક નોકરી કરતી સ્ત્રીની આવી જ કહાની હોય છે…

“દુ:ખનું સુખ”

“ચેતના…મારે તને એક વાત કહેવી છે, જો તું હા પાડે તો તને કહું”, શરદે તેના દિલ પર માથું રાખીને તેની બાજુમા બેડ પર બેઠેલી તેની પત્નીને કહ્યું.

“તું કોઇ દિવસ નહીને આજે કેમ અચાનક કોઇ એક વાત કહેવા માટે મારી પરવાનગી માગે છે? ” ચેતનાએ તેના પતિ શરદના ગાલ પર પોતાનો હાથ મુકતા, શરદની આંખો સાથે તેની આંખોનું મિલન કરતા કહ્યું.

“વાત થોડીક અજીબ અને નકામી છે, મને કહેવું સારું નહી લાગે, અને મારા કહ્યા પછી તે વાતનું અનુકરણ કરવું તને આનંદ દાયક નહી લાગે એટલે મે તારી પરવાનગી માગી.” શરદે ચેતનાની બંગડીયો પર પોતાની આંગળીઓ ફેરવતા ચેતનાને કહ્યું.“ના…એતો ખાલી ખોટો તારો વહેમ છે, તું મને બેફિકર થઇને જે કંઈ પણ હોય, મને સારી લાગે કે ખરાબ, મને ગમે કે ન ગમે તેવી વાત ભલે હોય તો પણ તું મને એ વાત કહે, હું તેને સમજવાની અને તેનું સારી રીતે અનુકરણ કરવાની કોશિશ કરીશ.” ચેતનાએ તેનો ધારદાર નખ શરદના હોઠ પર ફેરવતા શરદને કહ્યું. શરદની આંખોમા એક અનોખો ડર પેદા થયો છે, તેની ખબર ચેતનાની આંખોને પડી ગઇ. શરદ ચેતનાની વાત જાણવાની ઉત્સુકતાને જાણતો હતો તો પણ તે હજુ ચુપ હતો.

“તું ગભરાઇશ નહી, તું બિનધાસ્ત જે કંઇ પણ વાત હોય તે તું મને કહે, જ્યાં સુધી તું વાતને મારાથી છુપાવીશ ત્યાં સુધી તું ચુપ રહીને અંદરથી, સળગતો રહીશ… તો તું હવે જલ્દી મને જે કંઇ પણ વાત હોય તે મને કહે.” ચેતનાએ શરદના ગળે વિટળાતા કહ્યું.

” વાત એમ છે…કે…..” આટલું કહેતા શરદ અટકી ગયો. તેનો ચહેરો લાલ અને પરસેવાથી પલળી ગયો. નાકના છેડે આવેલું પરસેવાનું એક બુંદ ચેતનાના નાક પર ચાલી ગયું.

“જલ્દી…ગભરાયા વગર બોલ, નહીતો હમણા થોડી વારમા જ પરશેવાથી ઓગળી જઇશ” ચેતનાએ શરદના હોઠ પર એક હળવું ચુંબન કરતા અને તેના ચહેરા પર હળવેકથી ફુંક મારતા કહ્યું. ચેતનાના મુખ માથી આવેલી ગરમ હુંફ, શરદના ભીના ચહેરાને ઠંડક આપી રહી હતી.

“ચેતના…વાત એમ છે કે, આપણા ધરના વ્યક્તિઓ તને નસઁની નોકરી છોડી દેવાનું કહી રહ્યા છે.” અંતે શરદે તેના મનની મુંઝવણ ચેતનાના કાને મુકતા કહ્યું. શરદની આ વાત સાંભળીને તેની બાહુપાશમાં વીટળાયેલી ચેતના અચાનકજ આધાત સાથે તેનાથી દુર થઇ.

“મે તને કહ્યું હતું ને, કે તું આ નકામી વાતની હકીકત જાણીને હસમચી જઇશ…એતો થવાનુંજ હતું મને ખબર હતી, એટલેજ હું તને આ વાત કરતા અટવાતો હતો.” શરદે તરતજ તેની સામે જોઇ રહેલી ચેતનાને કહ્યું. આવી વાત સાંભળતાજ ચેતનાના ચહેરા પરની ચેતના બુઝાઇ ગઇ. તેની આંખોમાં ધીમે ધીમે ભીનાશ વધી રહી હતી.

“શું હું મને નસઁની નોકરી ન કરવા દેવા નું કારણ જાણી શકું?” ચેતનાએ શરદને સવાલ કરતા કહ્યું.

“કારણ તો બોવ બધા છે, ધરનું કામ કરવા માટે કામવાળી રાખવી પડે છે, એ જયારે રજા પર હોય ત્યારે મમ્મીએ કામ કરવું પડે છે ધરનું તેનાથી હવે કામ નથી થતું તો પણ, અને તારી નોકરી શિફ્ટમાં આવે છે અને તે ધરવાળાને બિલકુલ પસંદ નથી.” શરદે અલગ અલગ કારણો જણાવતા ચેતાને કહ્યું.

“ધરના બધા કામ કામવાળી સારી રીતે કરે છે, અને હજુ સુધી મને આ નસઁની શિફટવાળી નોકરીમા કોઇજ પરેશાની નથી થઇ. અને શિફટની નોકરીતો તું પણ કરેજ છે એટલે મારે તને વધારે કંઇ કહેવાની જરૂર નથી.” ચેતનાએ શરદને સ્પષ્ટતા કરતા કહ્યું.

“તારી બધી વાત સાચી છે, પણ ધરવાળા આ બધી બાબતોને માનવા તૈયાર નથી.” શરદે તેની મજબુરી જણાવતા કહ્યું.

“મને દુ:ખી, રોગી માણસોની સારવાર કરવી, તેની સંભાળ લેવી ગમે છે એટલે હું આ નોકરી નહી છોડું, આપણે બન્ને ભેગા મળીને ધરના વ્યક્તિઓ સાથે વાત કરીએ અને તેમને સમજાવીએ” ચેતનાએ તેની આંખમા આવેલું આંસુ લૂછતાં શરદને કહ્યું.

“તને અને તારી વાતને હું સમજુ છું, મે ધરના તમામ વ્યક્તિઓને સમજાવાની કોશીશ કરી પણ તે સમજવા તૈયાર નથી, તારે આ જોબ કોઇ પણ સંજોગોએ છોડવીજ પડશે.” શરદે તેની મનોવ્યથા ચેતનાને કહેતા કહ્યું.

“હું જોબ છોડી દઇશ તો પછી તું પણ દર મહિનાના ધર ખચઁની નીચે દબાઇ જઇશ, તું અને હું જોબ કરીએ છીએ તો પણ ધણીવાર આપણને ધર ખચઁનો બોજ ઉઠાવવો અધરો પડે છે, આ વાત તું અને હું ભેગા મળીને આપણા ધરના વ્યક્તિઓને સમજાવીએ કદાચ તે સમજી જાય તો આપણને કોઇ મુશ્કેલી ન પડે.” ચેતનાએ શરદને એક અલગ અનુરોધ કરતા કહ્યું.

“પ્લીઝ યાર… હું હવે તારી આ વાત બધાને છેલ્લા બે વષઁથી સમજાવી સમજાવીને થાકી ગયો છું, હવે તું આ વાત જલ્દી સમજીજા તો મારા માથેથી રોજની મગજ મારી નીકળી જાય.” શરદે થોડો ગુસ્સો કરતા ચેતનાને કહ્યું.“શરદ…શાંત રહે, ગુસ્સો ના કર… તું આરામથી વિચાર કર અને સમજાવાની કોશીશ કર, હું પણ તારી સાથે આવીશ.” ચેતનાએ શરદને શાંત રહેવાનું સુચન કરતા કહ્યું.

“હું તારી ખોટી કોઇ બકવાસ સાંભળવા નથી માગતો, તું સમજીજા એટલે બધા સમજી જશે.” શરદે ફરી ચેતના પર ગુસ્સો કરતા કહ્યું. ચેતનાની આંખો આંસુથી ભરાઇ આવી. શરદ તેની નાઇટ શિફટની નોકરીમાં ચાલ્યો ગયો. ચેતનાએ આખી રાત નોકરી કરું કે ન કરું, તે નક્કી કરવાના વિચારમાં સવાર પડી ગયી.

તે સવારે ઉઠી અને તેનું દૈનિક કામ પતાવીને હોસ્પિટલ પર ગઇ. તેને તેનું રાજીનામુ લખ્યું અને તેના બોસને આપ્યું.તેને તાત્કાલિક ધોરણે તેની નોકરી છોડી દીધી અને તે પોતાના ધર કામમા લાગી ગઇ. હવે દર મહિને આવનારી આવકમા ધટાડો થયો. જેના હિસાબે ધર ખચઁનો બોજ શરદને માથે વધવા લાગ્યો. જેને હિસાબે ચેતના અને શરદ વચ્ચે ધણી બધી વાર બોલાચાલી અને ઝઘડાઓ થતા. ધર ખચઁનો બોજ હળવો કરવા માટે ચેતનાને બીજાના ધોયેલા કપડાને ઇસ્ત્રી કરવી, સાડીમા ટીકી ટાકવી આવા ન આવડતા કામોની ફરજ પાડવામા આવી. જેના હિસાબે ચેતના કંટાળી ગઇ. તેને ફરી નસઁની જોબ શરૂ કરવા શરદને અનુરોધ કરો. પણ શરદે ફરી પહેલા કહેલા શબ્દોનું પુનરાવર્તન કર્યું. અંતે છેલ્લે શરદે ચેતનાને તેના ધરે થી કાઢી મુકી. ચેતના તેના પપ્પાના ધરે પાછી ગઇ તો ત્યાથી પણ સહાય મળવાને બદલે તેને સહનશીલતા કેળવો એવો જવાબ મળ્યો.

ચેતનાએ ફરી એકવાર શરદને મળીને ફરીથી એક નવી શરૂઆત કરવાની વાત કરી. પણ શરદે ચેતનાને ચોખ્ખુ કહ્યું કે તારે ધરે પાછું આવવું હોય તો નસઁની જોબ મુકીને આવવું પડશે. અંતે શરદે ચેતના સાથે છુટાછેડા લીધા. ચેતનાના ફેમીલીએ તેને છુટાછેડા કાર્ય હોવાથી તેનો સ્વીકાર ન કર્યો. અંતે ચેતનાએ એકલા રહેવાનું નક્કી કર્યું અને ફરી નસઁની જોબ શરૂ કરી દીધી અને ખુદના દમ પર પોતાની જીદંગી જીવવવા લાગી.

“રાહુલ બેટા,… તું આજે નોકરી પરથી વહેલા ધરે આવી જજે,તારા સાસુ સસરા તારા લગ્નની તારીખ નક્કી કરવા માટે આવવાના છે “બુટ પહેરી રહેલા રાહુલને તેની મમ્મી એ કહ્યું.

“સારુ..મમ્મી હું આજે બપોરે નોકરી પરથી ધરે આવી જઇશ “રાહુલે તેની બાઇકને શરૂ કરતા કહ્યું.

“આ પાણીની બોટલ કેમ ભુલી જાય છે, આ બોટલ લઇજા “રાહુલના મમ્મી એ પાણીની બોટલ રાહુલને આપતા કહ્યું. રાહુલે પાણીની બોટલ તેની બેગમા મુકી અને તે પોતાનું બાઇક લઇને ઓફીસ તરફ નિકળ્યો. રાહુલના મમ્મી આજે ખુબ ખુશ હતા. તે તેના એકના એક લાડકવાયા પુત્રના લગ્ન કરવા જઇ રહ્યા હતા. તે તેના અવસાન પામેલા પતિના ફોટા સામે બેસીને આ બધુ વિચારી રહ્યા હતા. રાહુલ એક એન્જિનીયરીંગ કંપનીમા નોકરી કરતો હતો.

સવારના અગિયાર વાગ્યા હતા. રાહુલના સાસુ સસરા તેના ધરે આવી ગયા હતા. રાહુલના મમ્મી એ તેની આગતાસ્વાગતા કરી અને તે રાહુલ અને તેની છોકરીના લગ્નની વાત રાહુલના મમ્મી સાથે કરી રહ્યા હતા.“રાહુલ આજે વહેલા નોકરી પરથી ધરે આવી જવાનું કહેતો હતો,પણ હજુ સુધી તે આવ્યો નથી. તો જરાક હું તેને ફોન કરીને પૂછું કે તે હજુ કેમ નથી આવ્યો.” રાહુલની મમ્મીએ રાહુલના સાસુ સસરાને આ વાત જણાવતા તેના મોબાઇલ પરથી કોલ કર્યો. રાહુલના મોબાઇલ પર તેના મમ્મીના મોબાઇલની રીંગ વાગી રહી હતી.

“હેલ્લો….” રાહુલના મોબાઇલ પર તેના મમ્મીનો કોલ રીસીવ કરતા કોઇ બોલ્યું.

“રાહુલ બેટા, તું હજુ ધરે કેમ નથી આવ્યો, તારા સાસુ સસરા આવ્યા છે, અમે લોકો તારી રાહ જોઇ રહ્યા છીએ.” રાહુલના મમ્મી એ મોબાઈલ થકી વાત કરતા કહ્યું.

“હેલ્લો… આન્ટી… હું રાહુલનો મિત્ર બોલું છું, રાહુલ હાલ વાત નહી કરી શકે.” રાહુલના મિત્રએ રાહુલના મમ્મીને જવાબ આપતા કહ્યું.

“કેમ… શું થયું મારા રાહુલને?,તે હાલ ક્યાં છે ?” રાહુલના મમ્મી એ તેના મિત્રને સવાલ કરતા રાહુલ વિશે જાણવાની કોશીશકરી.રાહુલનો મિત્ર રાહુલના મમ્મીના સવાલ સાંભળી ને શું જવાબ આપવા તેના વિશે ચુપ રહીને વિચારી રહ્યો હતો.

ત્યા ફરી રાહુલના મમ્મી બોલ્યા, “કેમ…તું કંઇ બોલતો નથી, શું થયું છે એતો કહે, રાહુલ કયા ગયો છે એતો કહે.”

“રાહુલને અમે લોકો હાલ હોસ્પિટલ લઇને આવ્યા છીએ.” રાહુલના મિત્રએ રાહુલની મમ્મીના સવાલનો જવાબ આપતા કહ્યું.

“કેમ? શું થયું રાહુલને? તેને કેમ હોસ્પિટલ લઇ ગયા તમે લોકો?” ફરી રાહુલના મમ્મીએ, રાહુલના મિત્રને સવાલ કરતા પૂછ્યું. રાહુલના મમ્મીના સવાલ સાંભળી ને ફરી રાહુલનો મિત્ર મુંઝવણ અનુભવવા લાગ્યો. તે ફરી ચુપ થઇ ગયો.“હેલ્લો…તું કેમ ચુપ છે, રાહુલ ઠીકતો છે ને ?” રાહુલના મમ્મી એ રાહુલના મિત્રને તેની ચિંતા વ્યકત કરતા સવાલ કરતા કહ્યું.

“ના… આન્ટી તે ઠીક નથી.” રાહુલના મિત્રએ ધીમા સ્વરે રાહુલની મમ્મી ને જવાબ આપતા કહ્યું.

“તે કેમ ઠીક નથી, તેને અચાનક શું થઇ ગયું?” રાહુલના મમ્મી એ તેની વધતી જતી ચિંતાના સવાલ કરતા કહ્યું.

“તેના બન્ને હાથ પર લોખંડની મોટી પ્લેટ પડી છે. તેના લીધે તેને બન્ને હાથ પર ઇજા થઇ છે.” રાહુલના મિત્રએ જવાબ આપતા રાહુલની મમ્મી ને કહ્યું. રાહુલની મમ્મીની આંખો આ વાત સાંભળતા ભીની થઇ ગઇ. તે રડી રહી હતી.

“તમે કંઇ હોસ્પિટલ પર રાહુલને લઇ ગયા?” ખરડાયેલા અવાજે રાહુલના મમ્મી એ રાહુલના મિત્રને પૂછ્યું.

“સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ.” રાહુલના મિત્રએ રાહુલની મમ્મીને હોસ્પિટલનું નામ જણાવતા કહ્યું.

રાહુલા મમ્મી એ હોસ્પિટલનું નામ સાંભળતાની સાથે કોલ કટ કર્યો. તે હજુ રડી રહ્યા હતા.

“શું થયું? તમે કેમ રડો છો?” રાહુલના સાસુએ રાહુલની મમ્મીની આંખમા આવેલા આંસુને જોતા પૂછ્યું’.

“કંઇ નથી થયું…” રાહુલના મમ્મીએ હકીકત છુપાવતા રાહુલની સાસુને કહ્યું.” જે હોય તે કહો, રડવાથી કંઇ ઉકેલ નહી આવે.” રાહુલના સસરાએ રાહુલના મમ્મી ને કહ્યું.

“હાલ આપણે રાહુલ અને તમારી છોકરીના લગ્નની તારીખ નક્કી નહી કરી શકીએ” રાહુલની મમ્મી બોલી.

“કેમ? તમે તો તમારા છોકરાને પરણાવા માટે અમારી કરતા પણ વધુ ઉતાવળા અને ઉત્સુક હતા, તો પછી અચાનક તમે કેમ અટકી ગયા.” રાહુલના સસરાએ રાહુલની મમ્મીને જવાબ આપતા કહ્યું.“તમારી બધી વાત સાચી, પણ હાલ મારો છોકરો રાહુલ હોસ્પિટલમાં છે, તેના હાથ પર લોખંડની પ્લેટ પડી છે એટલે તેના હાથ પર ઇજા થઇ છે, એટલે આપણે હમણા લગ્નની તારીખ નક્કી કરતા પહેલા આ બાબતમાં થોડું વિચારવું જોઇએ.” રાહુલની મમ્મીએ રાહુલના સસરાને કહ્યું .

“સારું કર્યું તમે અમને જણાવ્યું એટલે, હવે આપણે સમય વેડફયા વગર રાહુલને હોસ્પિટલ પર મળવા જવું જોઇએ.”

“હા…ચાલો…જલ્દી કરો.” રાહુલના સાસુએ રાહુલની મમ્મીને કહ્યું. રાહુલના મમ્મી રાહુલના સાસુ સસરાની કારમા બેસીને હોસ્પિટલ તરફ ગયા.

* * * * * * * * * * *
રાહુલના મમ્મી અને તેના સાસુ સસરા રાહુલ જે ICU રૂમમાં હતો તેમા પ્રવેશ્યા. તે જ્યારે રાહુલના બેડની પાસે ગયા તો રાહુલના બન્ને હાથ પર સફેદ રંગના પાટા બાંધેલા હતા. આ પાટાની અંદર પ્રસરેલો લાલ રંગ રાહુલના હાથમાથી નીકળ્યો હતો. રાહુલના મમ્મીએ જોયું તો રાહુલના બન્ને હાથની લંબાઇ માત્ર તેના કમર સુધીજ હતી.રાહુલના બન્ને હાથ લોખંડની પ્લેટ તેની ઉપર પડવાને લીધે કપાઇ ગયા હતા. રાહુલના મમ્મીની આંખો આ અચાનક બનેલા અણબનાવની ભયાનકતાને સમજી ગઇ. જેના હિસાબે તેની આંખો આંસુઓથી ઉભરાઇ આવી. રાહુલના મમ્મી એ રાહુલને તેના ગળે લગાવ્યો. પરંતું રાહુલના હાથ તેની મમ્મી ને પકડી શકતા ન હતા. રાહુલ તેની રડી રહેલી મમ્મી ને જોઇ શકતો હતો પરંતું કંઇ બોલી શકતો ન હતો.
“શાંત થઇ જાવ, ભગવાન બધુજ સારું કરી દેશે.” રાહુલના સાસુએ રાહુલની મમ્મી ને સાંત્વના આપતા કહ્યું. પરંતું રાહુલના મમ્મી ને આ સાંત્વના અનિચ્છનીય અને અકળામણ પેદા કરે તેવું લાગતું હતું. કેમ કે તેને ખબર હતી કે રાહુલના કપાયેલા હાથ હવે ફરી સારા થવાના નથી. ત્યાર બાદ રાહુલના મિત્રએ રાહુલની મમ્મી અને તેના સાસુ સસરાને રાહુલ સાથે બનેલી આ ભયાનક ધટનાની વિગતવાર વાત કરી. રાહુલના સાસુ સસરા તેના ધરે જવા નીકળ્યા. રાહુલને એક મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડે તેવી હાલત હતી. રાહુલના મમ્મીની મુંઝવણ વધી રહી હતી. રાહુલના હાથ કપાઇ ગયા હોવાથી કોઇ તેને હવે નોકરી પર રાખશે કે નહી? આ સવાલ સતત રાહુલના મમ્મીનું માથું દુ:ખાડી રહ્યો હતો. જો તેને કોઇ નોકરી નહી મળે તો તે ધર કેવી રીતે ચલાવ શે?, તેની જે છોકરી જોડે સગાઇ થઇ છે તે છોકરી વાળા તેમની છોકરીને રાહુલ જોડે પરણાવશે કે નહી? જો કદાચ નહી પરણાવે તો તેની સગાઇ ફરી બીજી છોકરી જોડે થશે કે નહી ? આવા ધણા ભયભીત કરી નાખે એવા સવાલો રાહુલના મમ્મીના મગજમા જન્મી રહ્યા હતા. રાહુલના મમ્મી રાહુલની આવી ગંભીર હાલત જોઇને દિવસે ને દિવસે ચિંતાની ચિતામા સળગી રહ્યા હતા. ચેતના આંખો દિવસ રાહુલની સારસંભાળ લેવા માટે આવતી હતી. તે રાહુલના મમ્મી સાથે કલાકો સુધી વાતો કરી તેને એક નવી હુંફ આપવાની કોશિશ કરતી હતી.

એક દિવસ રાહુલના સાસુ સસરાએ રાહુલની મમ્મી ને ફોન કરીને, તેની છોકરીના લગ્ન રાહુલ સાથે નહી કરે એવું કહ્યું. આ વાત સાંભળીને રાહુલના મમ્મીના મન ની મક્કમતા મરી પડી. તેની ચિંતા અને બળતરામા વધારો થયો. રાહુલની નસઁ ચેતના આ હકીકત જાણતી હતી. રાહુલની મમ્મી ભગવાનને રોજે પ્રાથઁના કરીને રાહુલ જલ્દી સારો થઇ જાય તે માટે દુઆ માંગતી હતી.

* * * * * * * * * * * * * * *

“મેડમ… હું તમારી હોસ્પિટલમાં એકવાર મને મલેરિયા થઇ ગયો હતો ત્યારે એડમીટ થઇ હતી. ત્યારે તમે તમારા માથામાં સિંદૂર પુરીને આવતા હતા.પરંતું હું છેલ્લા દસ દિવસથી તમને જોવછું તો તમે સિંદૂર પૂર્યા વગર આવો છો,આવુ કેમ ?” રાહુલના મમ્મી એ ચેતનાને સવાલ કરતા પૂછ્યું. આ સવાલ સાંભળી ને ચેતના તેના ભયંકર સાબિત થયેલા ભુતકાળમા ભુલથી પડી ગઇ.

“તમે જ્યારે એડમીટ થયા હતા ત્યારે હું મારા પતિ સાથે હતી એટલે માથામા સિંદૂર પુરીને આવતી હતી.” ચેતનાએ રાહુલને દવાનો નવો બોટલ ચડાવતા કહ્યું.

“ઓકે…તો હવે અચાનક તમે સિંદૂર પુરવાનું કેમ બંધ કરી દીધુ.” રાહુલના મમ્મીએ ફરી ચેતનાને સવાલ કરો.

“મારા પતિએ મને છુટાછેડા આપી દીધા એટલે હવે હુ મારા માથામા સિંદૂર નથી પુરતી.” ચેતનાએ આંસુથી ભીની થયેલી આંખોને લુછતા રાહુલના મમ્મીને જવાબ આપ્યો. આ જોઈને લાગ્યું કે તેમને આ નસઁને ખોટો સવાલ પુછાઈ ગયો. ચેતના રાહુલને ઇજા થયેલા ભાગ પર ડ્રેસિંગ કરી રહી હતી.

“મેડમ…જો તમને કોઇ પ્રોબ્લમ ન હોય તો થોડા સવાલ તમને પુછી શકું?” રાહુલના મમ્મીએ ચેતનાને પૂછ્યું.

“હા…પુછો તમતમારે…મને કોઇજ પ્રોબ્લમ નથી.” ચેતનાએ સ્પષ્ટતા કરતા કહ્યું.

“તમારા પતિએ તમારી જોડે થી છુટાછેડા કેમ લીધા? “રાહુલના મમ્મી એ પૂછ્યું.

“મારા પતિએ મને નસઁની નોકરી છોડવા માટે કહેલુ, જેહુ છોડવા નહોતી માગતી કેમ કે મને બીમાર માણસોની સેવા કરવી ગમે છે, મારી નોકરીનો પગાર અમને ધર ચલાવામા મદદરૂપ થતો હતો, તો પણ મે આ જોબ છોડી દીધેલી, જેના હિસાબે મારા પતિ પર ખચઁનો ભાર વધી ગયો. મને પણ ફાલતું કામ કરવાની ફરજો પાડવામા આવતી હતી. જેના હિસાબે અમારી વચ્ચે રોજે ઝધડો થતો. અંતે તેને મને છોડવાનો નિણઁય કર્યો અને અમે એકબીજાથી છુટા પડી ગયા.” ચેતનાએ તેનો વિતેલો ભુતકાળ યાદ કરતા રાહુલની મમ્મી ને કહ્યું.

“તો તમે હાલ તમારા મમ્મી પપ્પા સાથે રહો છો?” રાહુલના મમ્મી એ ચેતનાને પૂછ્યું.

“મારા છુટાછેડા થયેલા હોવાથી મારા ધરવાળાએ મારો સ્વીકાર ના કરો, હું હાલ એકલી રહીને આ નસઁની નોકરી કરી મારું જીવન ગુજારુ છું.” ચેતનાએ જવાબ આપતા રાહુલના મમ્મીને કહ્યું.
“કેવુ અજીબ કહેવાય…જેને પત્ની મળે છે તેને પત્ની ગમતી નથી, વહુ ગમતી નથી… હું પણ મારા છોકરાના લગ્ન કરાવાની હતી પરંતું આ હાથ કપાઇ ગયા હોવાથી તેના સાસુ સસરાએ તેની છોકરી આપવાની ના પાડી.” રાહુલના મમ્મી એ ચેતનાને કહ્યું.

“આન્ટી…તમે ચિંતા ન કરો, ખરાબ સમય વીતી જશે એટલે બધુ સારુ થઇ જશે.” ચેતનાએ રાહુલની મમ્મી ને હળવુ સ્મિત આપતા કહ્યું અને તે બીજા રૂમમા જતી રહી.

* * * * * * * * * * * * * *

રાહુલને આજે હોસ્પિટલ પરથી રજા થઇ જવાની હતી. ચેતના છેલ્લીવાર ઇજાગ્રસ્ત રાહુલનુ ડ્રેસિંગ કરી રહી હતી. રાહુલના મમ્મી રાહુલ સાથે વાતો કરી રહ્યા હતા. પરંતું રાહુલ ચૂપચાપ તેને જોઇ રહ્યો હતો.

“આન્ટી…મારે તમારી જોડે એક વાત કરવી છે.” ચેતના બોલી.

. “તારે જે વાત કરવી હોય તે બિનધાસ્ત કર… મને કોઇ પ્રોબ્લમ નથી “રાહુલના મમ્મી એ ચેતનાને કહ્યું.

“હું તમારા છોકરાની જીવનસંગીની બની શકું?” ચેતનાએ રાહુલના મમ્મીને પૂછ્યું.

“ખરેખર…આ સવાલ તારે રાહુલને પુછવો જોઇએ.” રાહુલની મમ્મીએ ચેતનાને કહ્યું.

“તમારા રાહુલને મગજના ભાગમા લોખંડની પ્લેટ વાગી છે, જેના હિસાબે તે સામે વાળી વ્યક્તિ શું કહે છે તે સાંભળી શક છે પરંતું તેને તે સમજી નથી શકતો. એટલે જ હું તમને પુછી રહી છું.” ચેતનાએ રાહુલની મમ્મીને સ્પષ્ટતા કરતા કહ્યું.

“મેડમ… તમને તો ખબર છે કે હવે તે કામ પણ નહી કરી શકે જેના હિસાબે તે પૈસા નહી કમાઇ શકે, એટલે પૈસા વગર ધર ચલાવવું મુશ્કેલ થઇ પડશે અને તેની સેવા ચાકરી કરવી પણ તમારા માટે આકરી થઇ પડશે અને તમે તો નોકરી પણ કરો છો એટલે તમારા માટે મુશ્કેલીઓ વધી જશે, હું જયા સુધી જીવતીછું ત્યાં સુધી તેની સેવા ચાકરી કરીશ અને તેને ઠીક રાખવાની કોશિશ કરીશ હું બીજા કોઇને હેરાન કરવા નથી માગતી.” રાહુલના મમ્મીએ ચેતનાને કહ્યું.

“મને કોઇ મુશ્કેલી નહી નડે, હું મારી નોકરી ચાલું રાખીશ અને તેના પગાર પર ધર ચલાવીશ અને હું પોતે નસઁ છું એટલે તેની સારી રીતે સેવા ચાકરી કરીશ અને મને આ બધુ કરવુ ગમે છે.” ચેતનાએ રાહુલની મમ્મીને જવાબ આપતા કહ્યું. રાહુલના મમ્મી ચુપ થઇને બેઠા હતા.

“જો તમને મારી વાત સાચી લાગે અને સમજાય તો મને કહેજો, હું તમારા રાહુલની જીંદગી બનવા તૈયાર છું.” ચેતનાએ રાહુલની મમ્મી ને કહ્યું અને તે રૂમની બહાર તરફ ચાલવા લાગી.

ત્યાં રાહુલની મમ્મી બોલી,
“મેડમ…ઉભા રહો હું તમારી વાત સાથે સહમત છું.”

રાહુલની મમ્મીના આ શબ્દો રૂમની બહાર નીકળી રહેલી ચેતનાના કાને પડતા તે પાછી ફરીને દોડતા આવતી રાહુલના મમ્મીને વળગી પડી અને રાહુલની મમ્મી ને કહ્યું,
‘દુ:ખનુ સુખ જે માણસ દુ:ખી હોય તેજ સમજી શકે.”

“તમારી આસમજણને અભિનંદન……”રાહુલની મમ્મી એ ચેતનાની સમજને સ્વીકારતા કહ્યું. ચેતના રાહુલના ધરે રહેવા લાગી અને નોકરીની સાથે સાથે રાહુલની, તેની મમ્મીની અને તેના ધરની સારસંભાળ અને કાળજી લેવા લાગી.

“ચેતના વહુ…લો આ સિંદૂરની ડબ્બી, હવે તમે રોજે માથામાં સિંદૂર પુરજો.” રાહુલના મમ્મીએ ચેતનાને નવી સિદૂંરની ડબ્બી આપતા કહ્યું. ચેતના તે ડબ્બીને લેતા તેની સામે હસી રહી હતી.

“ચેતના વહુ…તારી વાત સાચી પડી, તે કીધેલું કે ખરાબ સમય વીતી જશે એટલે બધુજ સારુ થઇ જશે અને ખરેખર એવુજ થયું.” રાહુલના મમ્મીએ ચેતનાને વખાણતા કહ્યું. રાહુલ અને ચેતનાની જીદંગીમા ફરી દુ:ખમા સંસારના સુખનો ઉદય થયો.

* * * * * * * * * * * * *

લેખક:ખોડીફાડ મેહુલ(ગુરુ)

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી