દુઃખ – આ વાર્તા વાંચીને તમે પણ એવું માની જશો કે આના કરતા તો દિકરો ના હોય એ સારું…

“દુ:ખ”

સુરેશલાલ પટલીવાલ,કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એક મહત્વનું મોટુ માથુ હતુ. સરલાબેન જે તેના પતિએ બનાવેલુ એનજીઓ ચલાવતા હતા. સુરેશલાલ અને સરલાબેન જમીનજાગીર,મકાન અને પૈસે ટકે ખુબ સમૃધ્ધ હતા.પરંતુ બધાને કુદરત તેની જિંદગીમાં સંપૂર્ણ સુખ આપતી નથી, સુખના સાનિધ્યના અનુભવને પારખવા માટે થોડુ ધણુ દુ:ખ પણ આપે છે એટલે આપણને જીદંગીના છેલ્લા શ્વાસ સુધી સુખની સુગંધ અને દુ:ખની દુઁગંધ યાદ રહે છે.સુરેશભાઇ અને સરલાબેનને પણ કુદરતે એક દુ:ખ આપેલુ,આ દુ:ખ એટલે સરલાબેનના પેટે સંતાન નહોતુ. સુરેશલાલ અને સરલાબેન ને નિરવશની રાહ દેખાતી હતી.પરંતુ સુરેશલાલને તેના પૂજ્ય ગુરુએ તેને એક સંતાન દતક લેવાનુ સુચન આપ્યુ.સુરેશલાલે તેના ગુરુનુ સુચન તેની પત્ની સરલાબેનને જણાવ્યું.તેને પણ સુરેશલાલના ગુરુના સુચન પર ચિંતન કરીને એક સંતાન દતક લેવાનો સહિયારો નિણઁય લીધો.

સુરેશલાલ અને તેની પત્નીએ તેની કંપનીમા નોકરી કરતો તેના મૃત્યુ પામેલા મિત્રનો એકનો એક દિકરો,મૃણાલને દતક લેવાનો નિણઁય કરો.કેમ કે મૃણાલની મમ્મી તેની ડિલીવરી સમયે મૃત્યુ પામી હતી અને મૃણાલના પપ્પા અને સુરેશલાલના મિત્ર જગદીશભાઇ એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.

મૃણાલ પર હાલના સમયે માતાપિતાની કોઇ છત્રછાયા નહોતી.આ જાણીને સુરેશલાલ અને સરલાબેન ને તેને દતક લેવાનો નિણઁય વધુ મજબુત જણાયો અને તેને મૃણાલ જોડે વાત કરી.મૃણાલ પણ સુરેશલાલ અને સરલાબેનના નિણઁયને ન્યાય આપતા સંમત થયો.સુરેશલાલે વકીલ પાસે જઇને દતક સંતાન લેવાની કાનુની કાર્યવાહી પૂણઁ કરી.હવે મૃણાલ તેનુ નાનકડુ ધર છોડીને સુરેશલાલ પટલીવાલના આલેશાન બંગલામાં રહેવા આવી ગયો હતો

.હવે મૃણાલનુ નામ પણ મૃણાલ સુરેશલાલ પટલીવાલ થઇ ગયુ હતુ.સુરેશલાલ ધીમે ધીમે મૃણાલને તેનો ધંધો શીખવાડવા અને સોંપવા લાગ્યા હતા.સરલાબેન પણ મૃણાલ તેના કુખનુ સંતાન ન હોવા છતા તેને પોતાનો દિકરો હોય તેમ પ્રેમ કરતા હતા.મૃણાલ હવે સુરેશલાલના ધંધામા પુરે પુરો સેટ થઇ ગયો હતો.અમુક મહત્વના નિણઁયો લેતો થઇ ગયો હતો.

“મૃણાલ બેટા,તારા પપ્પાની તબીયત થોડા દિવસથી ઠીક નથી રહેતી,તો તુ હમણા તેની તબિયત સારી ન થાય ત્યા સુધી, તુ તારી વિદેશ રજાઓ ગાળવા જવાનુ પ્લાનીંગ પોસ્ટ પોન્ડ કરી નાખ,જેથી તારા પપ્પા થોડો આરામ કરી શકે “તેની સામે બેઠેલા મૃણાલને સરલાબેને કહ્યુ.

” હુ પણ કામથી થાકી ગયો છુ,કંટાળી ગયો છુ એટલે હવે મારે રેસ્ટ કરવા માટે વિદેશ રજાઓ ગાળવા જવુ જરૂરી છે,નહી તો હુ પણ ગાંડો કે બીમાર થઇ જઇશ.”મૃણાલે તેની મમ્મી સરલાબેનની કે તેના પપ્પા સુરેશભાઇની ચિંતા કયાઁ વગર બેફિકર બનતા જવાબ આપ્યો.

“અરે….બેટા…તુ રજાઓ ગાળવા જતો રહીશ તો તારુ કામ પણ તારા પપ્પાએ તેના કામ સાથે જોવુ પડશે,જેના લીધે તેની તબિયત વધુ ખરાબ થઇ શકે છે,એમ પણ તેને ડોક્ટરે ટેન્શન લેવાની ના પાડી છે.થોડુ સમજને બેટા,થોડા દિવસની તો વાત છે “સરલાબેને મૃણાલને સમજાવતા કહ્યુ.

“મે તો થોડો સ્ટાફ વધારવાની વાત કરેલી,પણ પપ્પાએ ના પાડી.એમ પણ મારી વાત કયા કોઇ માને છે “મૃણાલે તેની મમ્મી સરલાબેનની વાતને નકારતાં કહ્યું.
“અરે…બેટા…સ્ટાફ વધારવાથી કાઇ બધુ કામ થોડી પુરુ થઇ જાય,અમુક નિણઁયો તો માલિકેજ લેવાના હોય છે,સ્ટાફ તો તમારી સુચના પ્રમાણે કામ કરે.”સરલાબેને મૃણાલને સમજાવાની કોશીશ જારી રાખતા કહ્યુ.

“ના…મમ્મી…મારી ટીકીટ અને હોટેલ્સ બધુજ બુક થઇ ગયુ છે,હવે હુ તે બધુ કેન્સલ કરીને મારા પૈસા બગાડવા નથી માગતો,એટલે મારે હવે રજાઓ ગાળવા જવુ જ છે કોઇ પણ જાતની અડચણ વગર “મૃણાલે તેના વિચારો પર અડીખમ રહેતા કહ્યુ.
“કેન્સલ કરી નાખ તારા બધા બુકીંગ દિકરા,ભલે તે કરેલા એડવાન્સ પેમેન્ટના પૈસા પાછા ન આવે તો કંઇ વાંધો નથી,તારા પપ્પા ની તબીયત હમણા થોડી વધારે પડતી ખરાબ થઇ છે એટલે કહુ છુ “સરલાબેને મૃણાલને કહ્યુ.

“મમ્મી…તારે મને સમજાવાની કોઇ જરૂર નથી,હવે હુ મોટો થઇ ગયો છુ,કયારે શુ કરવુ,કયારે શુ ન કરવુ તેની મને ખબર પડે છે,તો તુ મને સમજાવીશ નહી “મૃણાલે સરલાબેનને ઉતારી પાડતા કહ્યુ.
“અરે…હા…બેટા,મને ખબર છે,પણ તુ અમુકવાર ખોટી જીદ કરે છે,વાત કે ખરાબ વાતાવરણની પરવા કયાઁ વિના તુ પોતાનુ ધારુજ કરે છે,એટલે મારે બોલવું પડે છે અમુકવાર “સરલાબેને મૃણાલને ચોખવટ કરતા કહ્યુ.

“હર એક વખતે મારે જ તમને સમજવાના,તમે કહો એ રીતે જ કરવાનુ,તમે કહો ત્યારે કામ કરવાનુ,તમે કહો ત્યારે મારે રજાઓ ગાળવાની…મારે મારી જીદંગીને મારી રીતે નહી પણ તમે કહો એ રીતે જીવવાની…”મૃણાલે તેનો ના સમજવાનો અભિગમ અખંડિત રાખતા કહ્યુ.
“હુ એવુ કયા કહુ છુ કે તુ હર એક વખતે અમે કહીયે એ રીતે કર,પણ અમુક એવા પ્રોબ્લેમ હોય ત્યારે તો તુ થોડો અમને કોઓપરેટીવ રહે બેટા…”સરલાબેને ફરી મૃણાલને થોડી દરખાસ્ત કરતા કહ્યુ.
“હર એક વખતે મારે જ કોઓપરેટીવ રહેવાનુ,કોઇક વાર તમે પણ મને કોઓપરેટીવ થાવ પ્લીઝ…”મૃણાલે તેની દરખાસ્તની દલીલ કરતા કહ્યુ.

“થોડા દિવસનીતો વાત છે બેટા…થોભી જાને…થોડા દિવસ માટે..પછી તુ તારી રીતે રજાઓ ગાળી આવજે ..તને કોઇ નહી રોકે.”સરલાબેન ફરી તેની આશા મૃણાલને વ્યકત કરતા કહ્યુ.
“ના..મમ્મી….એમ પણ હાલ કામ ઓછુ છે કંપનીમાં,એટલે રજાઓ ગાળવા જવુ થોડુ વધારે સરળ છે,અને શિયાળો છે એટલે સમય પણ સારો છે “મૃણાલે તેના મમ્મી સરલાબેનની વાતને ઠુકરાવતા કહ્યુ.
“કદાચ તારા પપ્પાની તબિયત વધુ લથડે તો હોસ્પિટલાઇજ કરવાનુ થાય તો મારે પણ તારી જરૂર પડે દિકરા…”સરલાબેને મૃણાલને કહ્યુ.

“મમ્મી…આપણા ફેમીલી ડોકટરો છે જ પપ્પાનો ઇલાજ કરવા માટે,તેમા મારી કોઇ જરૂર નથી “મૃણાલે જવાબ આપતા કહ્યુ.
“અરે એ બધુ તો છે,પણ તેવા ખરાબ સમયમાં તારા પપ્પા અને મને હિંમત આપવા માટે અમને તારી જરૂર પણ પડે…એટલે કહુ છુ…તને બેટા…સમજને”સરલાબેને મૃણાલની સામે આજીજી કરતા કહ્યુ.

“મમ્મી…અમુકવાર ખરાબ સમયમા કોઇનો પણ સાથ કે હિંમત સાથઁક થતી નથી…તો પ્લીઝ…તુ મને સમજ “મૃણાલે સરલાબેનને કહ્યુ અને ઉભો થઇને તેના રૂમમા ચાલ્યો ગયો.સરલાબેનની આંખો તેના દતક દિકરાની ના સમજને લીધે આંસુઓથી ભરાઇ આવી.
પોતાના રૂમમા બેડપર આરામ કરી રહેલા સુરેશલાલ મૃણાલ અને તેની મમ્મી સરલાબેન વચ્ચે થયેલા સંવેદનશીલ સંવાદને સાંભળી લીધો હતો.તેની આંખો પણ તેના દિકરા પાસેથી મળેલા અપજહને લીધે આંસુથી ભીંજાઇ ગઇ.

સરલાબેન પોતાના આંસુ લુછતા તેના બેડરૂમમા આવ્યા.આવીને જોયુ તો સુરેશલાલ તેના બેડરૂમની બારી માથી,વિદેશ રજા ગાળવા જઇ રહેલા તેના છોકરાને જોઇ રહ્યા હતા.
“તમે…દવા પીધી અને કેમ આરામ કરવાને બદલે તમે બારી સામે ઉભા છો “સરલાબેને તેના પતિને બારી પાસે ઉભેલા જોતા કહ્યુ.
“હા…મે થોડીવાર પહેલા,દવા પીધી,નીંદર નથી આવતી એટલે ઉભો થયો “સુરેશલાલે તેની પત્ની સામે જોતા કહ્યુ.

“સારુ….તમે ઉભા ના રહો,આરામ કરો “સરલાબેને સુરેશલાલ પાસે ઉભા રહેતા કહ્યુ. સુરેશલાલ તેની પત્નીના શબ્દો ને માન આપતા તેના બેડ પર બેસી ગયા. સરલાબેન તેની સામે રહેલી ખુરશી ઉપર બેઠા અને તે સુરેશલાલની આંખોને જોઇ રહ્યા હતા.

“તુ કેમ ઉદાસ છે?,શુ થયુ ? “સુરેશલાલે તેની પત્નીના ગમગીન ચહેરાના ભાવને ભાખતા પુછ્યુ.
“કંઇ નથી થયુ,તમે ટેન્શન લીધા વગર આરામ કરો “સરલાબેને જવાબ આપતા કહ્યુ .
“તુ છુપાવીશ નહી,મને ખબર છે તુ અને મૃણાલ હમણા થોડીવાર પહેલા કંઇક વાતો કરતા હતા “સુરેશલાલે સ્પષ્ટતા કરતા સરલાબેનને કહ્યુ.

“તમને બધી ખબર છે તો પછી મને પૂછવાની શી જરૂર છે “સરલાબેને સુરેશલાલને જવાબ આપતા કહ્યુ.
“મૃણાલે..તારી વાત ન માની?,તે ના સમજ્યો તને ? “સુરેશલાલે ફરી પુછ્યુ.
“ના….મારી વાત તે ન માન્યો,ધણી સમજાવ્યો પણ ના સમજો “સરલાબેને ઉદાસી ભરા સ્વરે જવાબ આપ્યો.

“તેને મારી જોડે લાવવો હતો,હુ તેને સમજાવેત “સુરેશલાલે સરલાબેનને સુચન સુચવાત કહ્યુ.
“તમારા માટે જ તો તેને મનાવતી હતી,સમજાવતી હતી પણ તે ના માન્યો,ના સમજ્યો “સરલાબેને જવાબ આપતા કહ્યું.
“લે હુ તેને એકવાર કોલ કરુ,કદાચ તે છેલ્લી ઘડીએ મારી વેદના સમજી જાય અને ફરી ધરે પાછો આવી જાય “સુરેશલાલે તેના મોબાઇલના કોન્ટેકટલીસ્ટમા મૃણાલનો નંબર શોધતા કહ્યુ.
“તે નહી આવે,મને ખાતરી છે..”સરલાબેને સુરેશલાલે સ્પષ્ટતા કરતા કહ્યુ.

” કેમ નહી આવે..એવુ ના હોય…તે આવશે “સુરેશલાલે તેના ચશ્મા સરખા કરતા તેના મોબાઇલમા જોતા સરલાબેનને જવાબ આપ્યો.
” તે નહી આવે,કેમ કે તેને તમારી અને મારી થોડીધણી ચિંતા પણ હોત તો તે વિદેશ ફરવા ના જતો રહ્યો હોત,અને અહી તમારી સાથે રહ્યો હોત “સરલાબેને સુરેશલાલને સમજાવતા કહ્યું.
“પણ તને તેના એ ખોટા નિણઁય પર આટલો વિશ્વાસ કેમ છે ? “સુરેશલાલે સરલાબેનને સવાલ કરતા કહ્યુ.

“કેમ કે તે આપણો દિકરો નથી,તેને આપણે દતક લીધેલો છે “સરલાબેને તેની ભીની થયેલી આંખોને લૂછતાં કહ્યુ.
“આપણે મૃણાલને ભલેને દતક લીધો પરંતુ તે આપણોજ દિકરો છે,તુ ચિંતા ના કરીશ “સુરેશલાલે સરલાબેનને હિમ્મત આપતા કહ્યુ.
“જો તે આપણો દિકરો હોત તો તે તમને આવી ભયાનક બીમારીમા છોડીને તમારાથી દુર ના જતો રહ્યો હોત “સરલાબેને સુરેશલાલને જવાબ આપતા કહ્યુ.

“અરે….એવુ કંઇ નથી,આ મોબાઇલ માથી મૃણાલનો નંબર શોધીને કોલ કરને,મને કંઇ દેખાતુ નથી “સુરેશલાલે સરલાબેનના હાથ પાસે મોબાઇલ ધરતા કહ્યુ.
“તમને કેમ કંઇ દેખાતુ નથી….પળવારમા શુ થઇ ગયુ “સરલાબેને તેના પતિના હાથને સ્પર્શતા અને તેના હાથ માથી મોબાઈલ લેતા કહ્યુ.
“ખબર નહી..તુ જલ્દી મૃણાલને કોલ લગાવ “જોર જોરથી ઉધરસ ખાતા સુરેશલાલે કહ્યુ.
“હા..પણ તમે સુઇ જાવ બેઠા ના રહો “સરલાબેને તેના પતિને તેના હાથ થકી ટેકો કરાવતા બેડ પર સુવડાવતા કહ્યુ.

સરલાબેનના પતિ સુરેશલાલ તેની પથારીમા જોર જોરથી ઉધરસ ખાઇ રહ્યા હતા.તેનો શ્વાસ એકાએક ફુલવા લાગ્યો. તેના હાથપગમા ધ્રુજારી ધણધણી ઉઠી.સરલાબેને તેના પતિને સંભાળતા અને એક કાને મોબાઇલ ફોન રાખતા મૃણાલને કોલ જોડ્યો.પરંતુ તેનો મોબાઇલ સ્વીસ ઓફ આવ્યો.

“પાણી..પાણી…..પા….”સુરેશલાલે તેની પત્ની સામે જોતા કહ્યુ.સરલાબેન ફટાફટ ઉભા થયા અને પાણીનો ગ્લાસ ભરો અને તેના પતિ સુરેશલાલના મુખ પાસે મુક્યો.પણ પાણી પીધુ નહી.સરલાબેનનો હાથ તેના પતિના ઠંડા પડી ગયેલા શરીરની ઠંડી અનુભવી રહ્યો હતો.ખુલ્લી રહી ગયેલી સુરેશલાલની આંખો જોયને સરલાબેનની આંખો આંસુઓથી ચલકાઇ આવી.મૃત્યુ પામેલા પતિને વિટળાઇને સરલાબેન રડી રહ્યા હતા.હાટઁ એટેકનો ત્રીજો હુમલો સુરેશલાલની જીદંગીને કાયમ માટે નાશ કરી ગયો હતો.મૃણાલને સરલાબેન આ વાતને સમજાવા માગતા હતા પરંતુ મૃણાલ ના સમજ્યો.

“મૃણાલ…જો આજે તુ તારા પપ્પા પાસે હાજર હોત તો,તારા પપ્પાની તેના દિકરા પાસેની અંતીમ ઇચ્છા અને તુ મારો જ છોકરો છે તેવુ સાબીત થઇ ગયુ હોત “પોતાના પતિના મૃતદેહને તેની બાહોમા પકડીને બેઠેલા સરલાબેન મનો મન વિદેશ ફરવા ગયેલા મૃણાલને કહી રહ્યા હતા.દતક દિકરાનુ સુખ હોવા છતા આજે સરલાબેન ને દિકરો ન હોવાનુ દુઃખ અનુભવાતુ હતુ.

* * * * * * * * * * * * * * *

લેખક : ખોડીફાડ મેહુલ (ગુરુ)

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી