બાયપાસ રોડ – ગામમાં જયારે લોકોની જમીન અને કુવાઓ કપાતમાં આવ્યા…

-: બાયપાસ રોડ:-

” મારે તો ધણી બધી જમીન કપાઇ છે,આ બાયપાસ રોડના કામમા “ચંદુ તેનુ માથુ ખંજવાળતા બોલ્યો.
“ચંદુ,મારે પણ તારી જેવુ જ છે,જમીન જાજી કપાઇ છે અને સરકાર વળતર બોવ ઓછુ આપે છે “કાળુએ ચંદુની વાત સાંભળતા તેની આપવીતી કહેતા બોલ્યો.
“આ બાયપાસ રોડે તો મને પાણી વગરનો કરી દીધો.. ભાઇ”રામભાઇ એ પુરી થયેલી બીડીને જમીન પર ધસીને બુજાવતા કહ્યુ.

“ગયા વરહે મે થોડા થોડા પૈસા ભેગા કરીને કુવો ખોદાવેલો,અને ભગવાનની દયાથી અને કુદરતની દાતારીને લીધે અમૃતધારા જેવુ પાણી થયુ હતુ,જેના હિસાબે હુ ખેતી ખંતથી કરતો હતો,પણ હવે આ કુવો બાયપાસ રોડવાળા પુરી દેશે અટલે હવે પાછી મારી જમીન કોરીધાક થઇ જશે “રામભાઇ એ તેની બળતરાને બતાવતા બોલ્યા.

“એમા કા તુ આટલો બધો મુંઝાઇ ગયો,બાયપાસ રોડ વાળા પૈસા આપશે તારા કુવાના,તે પૈસાથી તુ ફરીવાર કુવો ખોદી નાખજે ભાઇ,લે આ ગોળાનુ ટાઢું પાણી પીયને ટાઢોથા મારા વાલા “ચંદુએ પાણીનો લોટો રામભાઇને આપતા કહ્યુ.
“બાયપાસ રોડવાળા પૈસા આપે એ બધી વાત બરાબર,પણ બીજો કુવો ખોદુ તો પેલા કુવા જેવુ પાણી થોડુ પાછુ મને મળવાનુ છે. “રામભાઇએ તેની બળતરામા બળતા સ્વરે ચંદુને કહ્યુ.

“એલા ભાઇ આ સરકારી કામ કહેવાય,આમા આપણુ કાઇ હાલે નહી,સરકાર કે એમ કરવુજ પડે “કાળુએ ચંદુને કહ્યુ.

“સુખીભાઇ પટેલના જમીનનો તો આખો પટ્ટો કપાઇ છે,બધાથી વધુ જમીન એની કપાઇ છે આ બાયપાસ રોડમા “ચંદુએ કાળુ અને રામભાઇને કહ્યુ.
“એ રામ રામ ડાયરાને,આજે હબળ ડાયરો ભેગો થયો છે કાઇ,હુ વાત છે હે “સુખીભાઇ પટેલે વાડીએ ભેગા થયેલા આ ડાયરામા દેખા દેતા કહ્યુ .


” રામ રામ સુખીભાઇ આવો,તમે કેમ ઓચીંતાના ભુલા પડા આ બાજુ “ચંદુએ સુખીભાઇ પટેલને આવકારતા કહ્યું.

“આ ઓલા બાયપાસ રોડવાળા જમીનની માપણી કરવા આવેલા,તો ખેતરે ગયો હતો,ત્યા વળી તમારી વાતુ સાંભળી તો મને થયુ કે હાલને ડાયરાના દશઁન કરતો જાવ,તો આ બાજુ આવી ગયો. “સુખીભાઇ પટેલે ચંદુને જવાબ આપતા કહ્યુ.
“તમે સો વર્ષ જીવવાના,હમણા જ યાદ કરેલા તમને “ચંદુએ સુખીભાઇને પાનો ચઢાવતા કહ્યુ.
“એલા….રામા….કેમ મુંઝાઇ ગયો ? “સુખીભાઇ પટેલે કરમાઇ ગયેલા ફુલની જેમ બેઠેલા રામભાઇને જોતા પુછ્યુ.

“કાઇ થયુ નથી સુખીભાઇ,આ બધી બાયપાસ રોડની બળતરાઓ છે “રામભાઇએ સુખીભાઇ પટેલની સામે જોતા કહ્યુ.
“ભાઇ..બળતરા કરે થોડુ બળવાન થવાશે ,બધુ સારુ થઇ જશે “સુખીભાઇ પટેલે રામભાઇને દિલાસો દેતા કહ્યુ.
“સુખીભાઇ ચા લ્યો “કાળુ આટલુ બોલ્યો અને સુખીભાઇ પટેલની રકાબીમા ચા ઠારી.સુખીભાઇ પટેલની રકાબીમા રહેલી ચા ગરમ હતી અને તેમાથી ધુમાડો નીકળી રહ્યો હતો અને આ ધુમાડાની સાથે ભળતી ઠંડી હવા ચાની સુગંધથી મહેકતી હતી.

“રામભાઇ.. લો ચા પીવો અને કોટો ચડાવો બધુ સારુ થઇ જશે “કાળુએ રામભાઇને ચા લેવાનો આગ્રહ કરતા કહ્યુ.
“ના…ભાઇ….મારે નથી પીવી તમે પીવો તમતમારે “રામભાઇએ કાળુને ચાની ના પાડતા કહ્યુ.
“એ રામા…એમ કાઇ થોડુ હાલે,ડાયરામા બધાની હારે થોડીક ચા લેવી પડે …લે નહી તો મારા સમ..”સુખીભાઇ પટેલે રામભાઇને તેના સમ આપતા ચા લેવાનુ સુચન કર્યું.
“એ કાળુ…થોડીક ચા લાવ ભાઇ,આ સુખભાઇ પટેલે તેના સમ ખાધા છે,જો નહી પીવતો પાછા ઇશ્વરને વાલા થઇ જાશે તો પાસી ઉપાધિ વધશે “રામભાઇએ સુખીભાઇ પટેલ સામે દાંત કાઢતા મજાક કરતા કહ્યુ. કાળુએ રામભાઇને ચા આપી.રામભાઇએ ચા પીધી.

“સુખીભાઇ તમારીતો બોવ બધી જમીન કપાણી આ બાયપાસ રોડમા,સરકાર વળતર પુરે પુરુ આપશે કે નહી “ચંદુએ સુખીભાઇ પટેલને પુછતા કહ્યુ.
“વળતરથી શુ વળવાનુ ભાઇ,થોડી જમીન વધુ હોય તો આપણે અનાજ વાવીને દાણા ખાઇ શકીયે “સુખીભાઇ પટેલે જવાબ આપતા કહ્યુ.
“આ બાયપાસ રોડનુ કામ અટકાવવવુ જોયે નહી તો આપણી જેવા ખેડુત મરી જાશે બીચારા “કાળુએ બધાને ભલામણ કરતા કહ્યુ.
“આટલુ મોટુ કામ કોણ અટકાવા જાય ભલા “ચંદુએ કાળુની વાતનો જવાબ આપતા કહ્યુ.
“અટકાવા જાવ કે નો જાવ….પણ હકીકતમા આપણે આ બાયપાસ રોડનુ કામ અટકાવવુ ના જોયે “સુખીભાઇ પટેલ બોલ્યા.

“કેમ ના અટકાવવુ જોયે સુખીભાઇ “રામભાઇએ સુખીભાઇની સામુ જોતા સવાલ કરો.
“આપણા ગામના હિતમાં છે ભાઇ આ બાયપાસ રોડનુ કામ અટલે ના અટકાવવુ જોયુ આ કામ “સુખીભાઇએ બધાને સંભળાય તે રીતે બોલ્યા.
“બાયપાસ રોડથી ગામને શુ ફાયદો થવાનો ? “કાળુએ સુખીભાઇ પટેલને પુછતા કહ્યુ.

“આપણા ગામ વચ્ચેથી આ મોટા માલસામાન ભરેલા વાહનોને દિવસ રાત હાલે છે,ગામમા ચોવીસ કલાક ટ્રાફિક જેવો માહોલ રહે છે,મારી ધરવાળી પણ એક ખટારાની હડફેટે મૃત્યુ પામી,મારી એક દુજણી ગાયનો પગ પણ ભારે ખટેરાની નીચે આવી ગયો અને કયા માટે મારી એ ગાય પાગળી થઇ ગઇ.આપણા ગામના સરપંચના બા પણ રોડ ઓળગવા જતા હતાને,મારફાડ ઝડપથી આવતા ખટેરાએ તેની જીદંગીને કાયમ માટે ખતરામા નાખી દીધી.

કુતરીના નાના નાના ગલુડીયા પણ બોવ બધી વાર ખટેરાના ટાયર નીએ છગદાઇને મરી જાય છે.વળી આ રોડને કાંઠે રહેલી નિશાળમા નાના નાના ભુલકાઓ ભણે છે તેને પણ રોડ એક્સીડેન્ટ થવાનો ભય રહે છે,પણ જો આ બાયપાસ રોડ બની જાય તો પછી આ બધા મોટા વાહનો ગામ માંથી હાલતા બંધ થઇ જાય અને આખુ ગામ આ બધી ઉપાધી માથી કાયમ માટે મુક્ત થઇ જાય. “સુખીભાઇએ બધાને સમજાવતા કહ્યું.

“સુખીભાઇ તમારી વાત એકદમ સાચી છે હો,તમારી વાત સમજા પછી એવુ લાગે છે કે ખરેખર આ બાયપાસ રોડ આપણા આખા ગામના હિતમાં છે “કાળુએ સુખીભાઇ પટેલને કહ્યુ.
“આ બાયપાસ આપણી વાડી પાહેથી નીકળે છે એટલે આપણી જમીનના ભાવ પણ વધી જશે.વાડીએ થી માલસામાન ભરવામા અને ઉતારવામાં પણ સીધુ પડશે આપણે બધાને “સુખીભાઇએ ફરી બાયપાસનુ હિત સમજાવતા કહ્યું.

” હા..સુખીભાઇ તભારી આ વાત પણ સાચી હો “ચંદુએ સુખીભાઇને જવાબ આપતા કહ્યુ.
“આ બાયપાસ રોડથી આપણને ફાયદો તો થયો જ એ સુખીભાઇ “કાળુ બોલ્યો.
“હા…રામભાઇ એક એક ધોળી બીડી થઇ જાય આ ડાયરાને છોડતા પહેલા “સુખીભાઇએ સિગારેટનું પેકેટ રામભાઇ પાસે ધરતા કહ્યુ.રામભાઇએ એક ધોળી બીડી ઉઠાવી અને પીવા લાગ્યા.સુખીભાઇએ રામભાઇ પાસેથી જગતી ધોળી બીડી લઇને તેની બીડી સળગાવી.બન્ને એકબીજા સાથે વાતો કરતા બીડી પીવા લાગ્યા.સુખીભાઇએ તેની નજરને દુર સુધી ફેંકી તો તેને જોયુ કે બાયપાસ રોડ બનાવનાર કંપની તેની સાઇટ ઉભી કરી રહી હતી.

લેખક : મેહુલ ખખ્ખર

દરરોજ અવનવી નાની નાની વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી