આ વખતે દિવાળીમાં હું બનવાની છું પૂરીની નવી વેરાઈટી … અને તમે ??

- Advertisement -

મેગી મસાલા પૂરી (Maggi Masala Puri)

સામગ્રી :

2 વાટકી ઘઉંનો લોટ
1 વાટકી મેંદો
3-4 ટે સ્પૂન તેલનુ મોયણ
2-3 ટે સ્પૂન મેગી મસાલા
2 ટી સ્પૂન હળદર
1 ટી સ્પૂન મરચું
1 ટી સ્પૂન ચિલી ફ્લેક્ષ
તળવા માટે તેલ
મીઠુ

રીત :

-બંનેલોટ મિક્ષ કરીને તેમાં મીઠુ,મરચું,હળદર,ચિલી ફ્લેક્ષ તથા મેગી મસાલા નાખો.
-તેમા તેલનુ મોયણ નાખીને પૂરીનો કડક લોટ બાંધો.લોટને 15 મિનીટ રેસ્ટ આપો.
-આ લોટમાંથી મનપસંદ શેપની પૂરી વણો(અંહીયા સ્ટાર શેપની પૂરી બનાવીછે ) અને તેમાં ચાકૂથી કાપા પાડો.
-ગરમ તેલમા આ પૂરીને ક્રીસ્પ તળીલો.
-ગરમ પૂરી પર મેગી મસાલો છાંટો અને ઠરે એટલે એર ટાઇટ ડબ્બમા ભરીલો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

બહુ જ ટેસ્ટી પૂરી મજા આવી ગઈ. તમે બનાવી કે નહિ. શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી