ખાલી પ્રેમ પૂરતો નથી – એક દિકરી ખરેખર માતા પિતાના સબંધને વધુને વધુ મજબુત બનાવે છે…

ખાલી પ્રેમ પૂરતો નથી

આજે નહીં કાલે ….આજે મારા બહુ કામ છે , પાયલ ના પતિ એ પાયલ ને કહ્યું..આ સાંભળી પાયલ થોડી દુઃખી ને ગુસ્સે બને થઈ ..પણ પોતા ની બધી ફીલિંગ્સ ને દબાવી અને છુપાવી ને પાછી નોર્મલ બની ને મોઢા પર દિલ ને અડી ને ચાલ્યું જાય એવું સ્મિત લાવી ને બોલી, ભલે હાલો પતિ જી….
પણ……..કાલે પાકું ને …?


પાયલ નો પતિ પરેશ પણ એની આ સ્માઈલ જોઈ ને ખુશ થઈ ને બોલ્યો, હા મિસિસ મેહતા કાલે પાકું…..એમ કહી પાયલ ને કપાળે ચુમી ભરી ને ઓફીસ માટે ચાલતો થયો…
પાયલ દરવાજા સુધી પાછળ ગઈ ને …પરેશ ના ગયા બાદ દરવાજો બંધ કરી અંદર આવી..
કંઈક વિચારતી વિચારતી સોફા પર બેસી ગઈ…ત્યાં જ પાયલ ની છ વર્ષ ની નિત્યા બેડરૂમ માં થી આંખ ચોળતી ને બગાસાં ખાતા ખાતા બહાર આવી…

 


મમ્મી ને સોફા માં ચૂપ ચાપ વિચાર માં ખોવાયેલ જોઈ ને ..દોડતી મમ્મી ને પાછળ થી ગળે મળી..ને ગાલ પર મસ્ત મીઠી કિસ કરી દીધી…
પાયલ બધા વિચાર અને સમસ્યા ભૂલી ને પેહલા પડતા વરસાદ માં મોર ઝૂમી ઉઠે એવી ખુશ થઈ ગઈ…
નિત્યા ને ગોદી માં ઉપાડી ને રસોડા તરફ ચાલતા ચાલતા વાત કરવા લાગી…, અરે મારી નાનીમા ઉઠી ગયા આજે …વહેલા વહેલા…ને એ પણ જાતે જ…
નિત્ય, હા આજે નાનીમા ની નીંદલ વેલી વેલી પુલી થઈ ગઈ. એટલે…
ને મમ્મી એ બનાવેલ નવી પેંટીંગ એ જોવા ની છે ને…
આ સાંભળી પાયલ ફૂલી ન સમાણી…


રસોડા માં પહોંચતા પાયલ એ નિત્યા ને હોલ ને રસોડા ને જોડતી નિત્યા ની ફેવરેટ જગ્યા એ બેસાડતા પૂછ્યું,
તને યાદ છે …નીતુ…?
પાયલ નિત્યા ને અલગ અલગ હુલામણા નામે થી બોલાવતી અને નીતુ એમાં નું એક નામ છે…
નિત્યા ખુશ થઈ ને , હા મમ્મી…યાદ છે…
પાયલ નિત્યા ને ગળે મળી…
નિત્યા એ પૂછ્યું, પાપા ને બતાવી તાલી પેંટીંગ..
પાયલ થોડી દુઃખી થઈ ને , ના ..એમને આજે ઓફીસ એ કામ હતું ને મોડું પણ થતું હતું….
નિત્યા મમ્મી ની ઉદાસી દૂર કરતા, તો વાંધો નઇ ને ..આજે સાંજે પાપા પાછા આવે ત્યાલે વાત…
પાયલ…હમ્મ…ચાલો હવે બીટુ બ્રશ કરી લ્યો…
નિત્યા બ્રશ કરવા ગઈ…
પાયલ નિત્યા માટે દૂધ બનાવતી બનાવતી વિચારતી હતી,
પાયલ અને પરેશ..બને ના અરેન્જ મેરેજ ..
એટલે લગ્ન પહેલા એક બીજા ને સમજવા માટે નો સમય ન મળેલો…
લગ્ન બાદ ઘર માં પરેશ અને તેના પિતા અને બીમાર માતા….

લગ્ન ન પેહલા પહેલા દિવસો માં પાયલ પરેશ ની માતા ના સાર સંભાળ માં વીતી ગયા અને એક વર્ષ પછી એના માતાજી નું સ્વર્ગવાસ થયું….
પાયલ ના થોડી જીમેદારી માં થી મુક્ત થઈ..પણ એના નસીબ માં પરેશ ના સાથ ને બદલે એના માતા પિતા ની સેવા લખી હતી….
માતાજી ના સ્વર્ગવાસ ના થોડા સમય બાદ જ પિતાજી ખાટલાવાસ થયા….અને પાયલ પ્રેગ્નેટ
પરેશ પાયલ નો હંમેશા સાથ દેતો ..ખૂબ પ્રેમ કરતો…ને એકલી પાયલ નહીં પણ પરેશ પણ પહેલા તેમના માતા ની અને હવે તેના પિતા ની સેવા કરતો…અને પાયલ નું પણ ખૂબ જ ધ્યાન રાખતો….
પિતાજી નું પણ ટૂંક સમય માં સ્વર્ગવાસ થયું …ને થોડા સમય બાદ પરેશ અને પાયલ ના ઘરે નિત્યા નું આગમન થયું…
નિત્યા ના આવ્યા બાદ પાયલ નિત્યા ને સાંભળવા માં લાગી ગઈ અને પરેશ એ પણ એનું ધ્યાન કામ તરફ વાળ્યું…
એટલે જ પરેશ ને પાયલ ને સમજવા કે એના વિશે …જાણવા નો મોકો જ ન મળ્યો…
ને પાયલ પણ ખુલી ને પોતા ની વાતો પરેશ ને કહી ન શકતી..
પાયલ ને લગ્ન પહેલા પેન્ટિંગ નો શોખ ધરાવતી..શોખ એમના માતા પિતા ને લાગતો…પણ પાયલ પોતે પોતા ની જાત ને પેઇન્ટર જ માનતી…પણ આગળ વધવા નો એને મોકો ન મળ્યો ..આગળ વધવા ની બદલે એના લગ્ન કરાવી દીધા ને પાયલ એ લગ્ન ના માયાજાળ માં ફસાઈ ગઈ…ને પોતે ખોવાય ગઈ…
એની અંદર નો પેઈન્ટર નિત્યા ને લીધે બહાર આવ્યો…થોડા સમય પહેલા નિત્યા ના સ્કુલ ના કોઈ પ્રોજેકટ ને લીધે…
પાયલ એ તે પ્રોજેકટ માં ખૂબ સરસ ચિત્ર દોરી આપ્યું ને નિત્યા ને પહેલું ઇનામ પણ મળ્યું…તે દિવસ થી પાયલ ની દીકરી એ પાયલ ની અંદર છુપાયેલ પેઈન્ટર ને બહાર લાવવા માં પ્રોત્સાહિત કરવા લાગી…
હા છ વર્ષ ની છોકરી એની માતા ને સપના જોવડાવતા શિખાડતી…હોમવર્ક જાતે કરી લેતી ને એ સમય મમ્મી ને ફ્રી આપી ને કહેતી, મમાં… તું પેંટીંગ કલ…હું હોમવલ્ક કલું…
પાયલ ને નિત્યા સાચે એક એંજલ જેવી લાગતી..

નિત્યા જેટલી મમ્મી ની નજીક હતી એટલી જ પાપા ની પણ…પાપા ની આંખ નો તારો ….એટલે નિત્યા…
પાયલ એના પેન્ટિંગ માં આગળ વધી…
પરેશ ને એ વાત ની જાણ કરી પણ પરેશ ને પણ એવું થયું કે ફ્રી સમય માં સમય કાઢવા પાયલ પેન્ટિંગ કરે છે..એ વાત પરેશ એ ખાસ ધ્યાન માં ન લીધી…
બસ આ જ પાયલ ને ખટકતું હતું…
ને એ નાની એંજલ પણ થોડું ઘણું સમજતી….
તે દિવસે પાયલ એ તેના દિલ ની સૌથી વધુ નજીક એક એવું પેન્ટિંગ બનાવ્યું હતું…અને પરેશ ને સૌથી પહેલા દેખાડવા માંગતી હતી…પણ કામ માં ગૂંચવાયેલો ને ઓફીસ માં ખોવાયેલો પરેશ..એ સમજી ન શક્યો…
ને ઉતાવડે ઓફીસ એ ભાગ્યો…
પાયલ એ વાત ને લઈ દુઃખી હતી અને નિત્યા બને એટલી કોશિશ કરી એના મમ્મી ના મોઢા પર સ્માઈલ લાવવા ની કોશિશ કરતી….
આખો દિવસ તેમ જ ચાલ્યું…પાયલ એ મનોમન નક્કી કર્યું કે જો પરેશ પેન્ટિંગ વિશે પૂછશે તો જ તેને પેન્ટિંગ દેખાડશે…નહીં તો …નહીં દેખાડે..અને નિત્યા ને એમ કહ્યું કે પેન્ટિંગ હજુ રેડી નથી…થશે પછી પાપા અને એંજલ ને સાથે દેખાડશે…


પણ છોટી નાનીમા સમજી ગયા…સાંજે પાપા આવ્યા ..ને મમ્મી રસોડા માં રસોઈ બનાવતી હતી ત્યારે નિત્યા એ તેના પાપા પાસે ગઈ..ને તેને ઈશારા દ્વારા કાન નજીક લાવવા કહ્યું…
પાપા હસતા હસતા કાન ને નજીક લઈ ગયા…
નિત્યા ધીમે થી બોલી, પાપા તમને ખબલ છે, મમ્મી એ તમાલા માટે મસ્ત મજા ની પેંટીંગ બનાવી છે ..
પાપા, એમ તને કેમ ખબર એ …
નિત્યા, મને ખબલ હોઈ બધી, કેટલાય દિવસો થી મમ્મી તમાલી માટે સલપાઈઝ તૈયાલ કરતી હતી…
પાપા, એમ …. તો ક્યારે દેશે મને એ સરપ્રાઈઝ…?
નિત્યા, જે દિવસે તમે એને પેન્ટલ માનશો એ દિવસે…
પરેશ ના મોઢા પર ની સ્માઈલ ખોવાઈ ગઈ ને રંગ ઉડેલા મોઢા સાથે નિત્યા સામે જોયું…
ને નાની નિત્યાઆટલું કહી ત્યાં થી દોડી ને મમ્મી પાસે વઈ ગઈ….
પરેશ થોડા આશ્ચર્ય ને શોક માં ..ખોવાય ગયો …થોડી વાર પછી ઉભો થઇ મેં બેડરૂમ માં ગયો..કબાટ પાસે પડેલ કેનવાસ માં માથે થી પેન્ટિંગ કવર કરેલ હતી…પરેશ સીધો ત્યાં પહોંચ્યો…ને એ કવર હટાવ્યું…
ને પેન્ટિંગ જોઈ ને પરેશ ની આંખો ખુલી ની ખુલી રહી ગઈ…..
પછી પરેશ સ્ટોર રૂમ તરફ ભાગ્યો….જુના સમાન ને આજુ બાજુ કરી ને કાંઈક શોધવા લાગ્યો..ત્યાં તેને એક બેગ મળી… લગ્ન થયા બાદ પાયલ એની યાદો એના સપના એ બેગ માં લઇ આવી હતી..એમાં એને લગ્ન પહેલા કરેલ પેંટિંગ્સ હતી…ને આટલી સુંદર પેંટિંગ્સ હતી કે પરેશ જોતો રહી ગયો…
તે દોડી ને રસોડા માં કામ કરતી પાયલ પાસે પહોંચ્યો….ને સીધો એને ગળે મળ્યો….
પાયલ કાંઈ સમજી ન શકી…


પરેશ ની આંખ માં પાણી આવી ગયા હતા ..તે ધીમા અવાજે બોલ્યો…, આઈ એમ સોરી પાયલ….
પાયલ કાઈ સમજી ન શકી…
.
પરેશ શાંત થયો પછી પાયલ એ એને પૂછ્યું, શુ થયું તમને .. અચાનક થી…
પરેશ પાયલ નો હાથ પકડી ને …બોલ્યો, મેં તને પ્રેમ કર્યો પણ તને સમજવા માં પાછળ રહ્યો…તારો સાથ માંગ્યો પણ તને તારી માટે સાથ દેવા માં નિષ્ફળ નીવડ્યો….તારા સપના ને એક બેગ માં કેદ કરી દીધા મેં….
પાયલ એ રસોડા માં થી એના બેડ રૂમ તરફ નજર લંબાવી ને પેલી પેન્ટિંગ ખુલી પડેલ જોઈ ને …બધું સમજી ગઈ…
તે પણ રડવા લાગી…
પરેશ, પાયલ તું તારા આંશુ ન વહેવા દે …. ભૂલ તો મારી છે ….
પણ હવે હુ પ્રોમિસ કરું છું કે તારા સપના હવે ખાલી સપના નહીં રહે હકીકત એને હું બનાવી ને રહીશ…
પાયલ પરેશ ને ગળે મળી….
ત્યાં રસોડા ની બારી માં બેઠેલી નિત્યા બોલી, એ મને તો બધા ભૂલી જ જાય…
મને તો પેંટીંગ દેખાલો કોક….
પરેશ ને પાયલ બને હસવા લાગ્યા ને આંખ ના આંશુ લૂછતાં લૂછતાં નિત્યા પાસે આવ્યા …પાયલ એ નિત્યા ને ખોળે ઉપાડી લીધી ને પરેશ પાયલ ને નિત્યા બેડરૂમ માં ગયા…
નિત્યા એ પેન્ટિંગ જોઈ ને ખૂબ ખુશ થઈ ને તુરંત મમ્મી ના ગાલ પર એક કિસ કરી દીધી…મમ્મી ના મોઢા પર એક ખુશી આવી ગઈ…
પેન્ટિંગ નિત્યા ને એના પાપા પરેશ ની હતી…
જમતા જમતા રાત્રે પાયલ એ પરેશ ને પૂછ્યું, તમને પેન્ટીગ વિશે કેવી રીતે ખબર પડી…
નિત્યા ને પાપા પરેશ બને એક બીજા સામે જોવા લાગ્યા. ને એ દ્રશ્ય જોઈ પાયલ બધું સમજી ગઈ…
ને બે મિનિટ ની ચુપી પછી બધા ખડખડાટ હસવા લાગ્યા….

લેખક : મેધા ગોકાણી

રોજ રોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ

ટીપ્પણી