અંધવિશ્વાસ માં વિશ્વાસ – જો તમે પણ નથી માનતા કે આવી કોઈ અદ્રશ્ય શક્તિ હોય તો ખાસ વાંચો…

અંધવિશ્વાસમાં વિશ્વાસ

રાત નો સમય હતો, રિના ટિકટોક ટિકટોક કરતી ઘર ની નજીક ની ગલી થી ચાલતા ચાલતા ઘર તરફ આગળ વધતી હતી. મેઈન રોડ પર રસ્તા નું ખોદકામ ચાલુ હતું એટલે નાનકડી ને સાંકળી ગલી માં થી પસાર થઈ ને ચાલી પોતાના ઘર સુધી જ પહોંચી શકતી. ગલી સાંકળી હોવા ને લીધે રીક્ષા પણ ત્યાં ગલી ના નાકે ઉભી રહેતી.
રિના રીક્ષા માં થી ઉતરી, હિલ વારા સેન્ડલ પહેર્યા હતા , સમય રાત્રી નો હતો એટલે ચારેતરફ શાંતિ છવાયેલી હતી, તેથી તેના દરેક ચાલતા કદમ પર ચારેતરફ ની શાંતિ ને ચીરતો ટિકટોક ટિકટોક નો અવાજ આવતો હતો, પોતાનો જ પડછાયો એનો પીછો કરતો હોય એવું રિના ને લાગતું હતું, રિના થોડી ડરી.

અંધારા ને એકલાપણા થી પહેલે થી ડરતી રિના ની ચાલવા ની ગતિ વધી, શિયાળા ની શરૂઆત થઈ ગઈ હતી એટલે રાત્રી ના વાતાવરણ માં ઠંડક પણ સારી એવી પ્રસરેલી હતી, ચાલવા ની ઝડપ સાથે સાથે રિના ની શ્વાસ લેવા ની પણ ગતિ માં વધારો થતો હતો, ….હાથ માં બેગ ને ફાઇલ હતા …..પગ ઝડપી ને લાંબા લાંબા ડગલાં ભરતા હતા…ઠંડી માં પણ કપાળ ના ભાગ માં થોડો પસીનો આવવા લાગ્યો….

ઘર સામે દેખાતું હતું, રિના અજીબ પ્રકારે ડરતી હતી , ડર ની સામે લડવા ની ક્ષમતા ગુમાવી અંતે રિના એના ઘર તરફ દોડી…દરવાજા પાસે પહોંચી ,બેલ વગાડી ..

પણ કોઈ અંદર થી દરવાજો ખોલે એટલી રાહ ન જોઈ … ધ્રુજતા હાથે રિના એ ખભે લટકાવેલ બેગ માં થી ચાવી કાઢી ને દરવાજો ખોલી અંદર દોડી ગઈ. અંદર પહોંચતા જ દરવાજાને અંદર થી લોક કરી નાખ્યો….
ને ત્યાં જ દરવાજા ને હાથ લગાડી ને દરવાજા પર મોઢું ટેકવી ને રિના ઉભી ગઈ,રિના ની આંખો બંધ હતી, રિના ને એના જ શ્વાસ ને ઉછવાસ નો અવાજ સંભળાતો હતો…
ઘર માં હોલ ની લાઇટ પણ બંધ હતી ….અને આછું અંજવાળું પ્રશ્નરેલું હતું.
આટલા માં જ રિના માં ખંભે અચાનક થી કોઈ નો હાથ પડ્યો, રિના ધ્રુજી ઉઠી, રિના એ આંખો ખોલી , ને ફૂલ જોશ માં ખભે રાખેલ હાથ ને પોતા ના ખંભે થી રિના એ દુર કર્યો ને પાછળ ફરી . આ બધું બસ બે સેકન્ડ ની અંદર રિના એ કર્યું.

રિના એ સામે ઉભેલ વ્યક્તિ તરફ ડરવાની નજરે જોયું…આછા અંજવાળા માં રિના તરફ જોઈ ને સામે ઉભેલ વ્યક્તિ કંઈક બોલતો હતો, પણ રિના ને કાંઈ સંભળાતું નહતું, રિના એના જ ડર માં હતી ને ડરવાની નજરે સામે જોતી હતી, થોડી સેકન્ડ બાદ સામે ઉભેલ વ્યક્તિ ને પણ રિના ને આ રીતે જોઈ બોલવા નું બંધ કરી ને ડરવા ની શરૂઆત થઈ ગઈ, …રિના ની આંખો લાલ હતી, શિયાળ ના ઠંડા પવન ને લીધે વાળ થોડાં વિખરાયેલા હતા, ચેહરા પર અલગ પ્રકાર ના ડરાવના ભાવ હતા, ને કપાળ પર પસીનો બાજેલો હતો, …ચારેતરફ શાંતિ હતી….રિના ને તે વ્યક્તિ એક બીજા તરફ એકી નજરે જોતા હતા…સામે વારો વ્યક્તિ થોડો ગભરાતો હતો…. આટલા માં જ ઘડિયાળ માં રાત્રી નો એક વાગ્યો, ને ઘડિયાળે 1 વાગ્યા ની ટકોર મારતો અવાજ કર્યો…. ચારેતરફ ની શાંતિ ને ભંગ કરતો અવાજ સાંભળતા જ રિના ની સામે ઉભેલ વ્યક્તિ ધ્રુજી ઉઠ્યો ને તેનું હૃદય મોઢા માં આવતા આવતા રહી ગયું….ધબકારા વધી ગયા….
પણ રિના ના ચહેરા માં જરા પણ હલન ચલન ન આવી, એ એજ ડરાવના ચહેરે ને નજરે જોતી હતી…આસપાસ નો કોઈ અવાજ રીના ને સંભળાતો નહતો..
રિના તે વ્યક્તિ તરફ આગળ વધી, તે વ્યક્તિ રિના ને પોતાની તરફ આગળ વધતા જોઈ ડર્યો, ..એના પગ આપમેળે પાછળ ની તરફ જવા લાગ્યા, ….રિના આગળ વધતી રહી ને તે પાછળ જતો રહ્યો……
તે વ્યક્તિ રિના નું નામ લઈ ને એને બોલવા લાગ્યો… ..રિના ને હોશ માં લાવવા ની કોશિશ કરતો રહ્યો….પણ રિના એ લાલ આંખે થી એની તરફ જોતી આગળ વધતી રહી…

અચાનક સીડી પાસે થી દસ વર્ષ ની છોકરી નો અવાજ આવ્યો…’મમ્મી’
રિના ચાલતા ચાલતા અટકી ગઈ…સીડી તરફ રિના એ નજર ફેરવી, ને વ્યક્તિ એ પણ ….
થોડા સમય પૂરતું બધું શાંત થઈ ગયું…ત્યાર બાદ તે છોકરી સીડી પર થી દોડતી નીચે આવવા લાગી, તે વ્યક્તિ એ રિના તરફ જોયું, રિના ની આંખો માં નો લાલ રંગ ફિક્કો પડવા લાગ્યો…રિના થોડી શાંત પડતી દેખાઈ…..
તે દસ વર્ષ ની છોકરી રિના ની પાસે દોડતી આવી ને ગળે મળી..રિના એ પણ આંખો બંધ કરી ને એને બાથ ભરી….
સામે ઉભેલ વ્યક્તિ એ ગળે થી ડર નો એક ઘૂંટળો ઉતાર્યો ને રિના પાસે આવ્યો…

રિના નું નામ લઈ એને બોલાવી… રિના એ આંખો ખોલી…સફેદ આંખો ની કાળી કિકી ફેરવી રિના એ તે વ્યક્તિ તરફ જોયું ચહેરા પર નો એ વિચિત્ર ભાવ ક્યાંક ખોવાય ગયો હતો, ને રિના નોર્મલ બની ને બોલી,….. આકાશ….
આટલું બોલતા રિના ને ચક્કર આવ્યા ને તે જમીન પર પડી ગઈ…

આકાશ દોડી ને રિના પાસે પહોંચ્યો, તેનું નામ લઈ ને એને ઉઠાડવા ના પ્રયત્ન કરવા લાગ્યો..
આકાશ રિના ને બેહોશી ની હાલત માં ઉપાડી ને બેડરૂમ માં લઇ ગયો તે ડરેલી દસ વર્ષ ની બંસી પણ પાપા ની સાથે રૂમ માં ગઈ….

આકાશ એ રિના ની ફ્રેન્ડ ડોકટર નીલા શર્મા ને ફોન કરી ને બોલાવ્યા…
રિના હજી પણ બેહોશ જ હતી….
ઘર ની બેલ વાગી , બંસી તેના મમ્મી નો હાથ પકડી તેની પાસે બેડ પર બેઠી હતી,
આકાશ દરવાજો ખોલવા પહોંચ્યો, સામે ડોકટર નીલા શર્મા ઉભા હતા.
દરવાજા થી હોલ સુધી પહોંચતા પહોંચતા આકાશ ડોકટર શર્મા ને ઉભી રાખી ને ગભરાતા બોલી ઉઠ્યો,
ડોકટર આજે રિના કંઈક અલગ જ બની ગઈ હતી,…
અલગ બની ગઈ હતી એટલે…?…ડોકટર એ આઈબ્રો ભેગી કરી ને આશ્ચર્ય માં પૂછ્યું.
આજે મેં રિના નું એક અલગ રૂપ જોયું, એને જોઈ હું પણ થોડા સમય માટે ડરી ગયો હતો, રિના કોઈક અલગ જ બની ગઈ હતી….એની લાલાશ પડતી આંખો મેં આજ પેહલા ક્યારેય નહતી જોઈ,… આકાશ એક શ્વાસ એ બધું બોલવા લાગ્યો,
ડોકટર આકાશ ને શાંત કરાવતા બોલ્યા, આકાશ …આકાશ…. પેહલા હું રિના ને તપાસી લઉં ,પછી બધી વાત કરીએ….
આકાશ થોડો નોર્મલ થતા, હા પ્લીઝ…આવો…


બને એ રૂમ તરફ આગળ વધ્યા…જ્યાં રિના બેહોશ પડી હતી….
રૂમ માં પહોંચતા જ આકાશ ની આંખો ખુલી ની ખુલી રહી ગઈ…
રિના બેડ પર બિલકુલ ઠીક ઠાક બેઠી હતી ને બંસી સાથે વાતો ને મસ્તી કરતી હતી…
ડોકટર પણ આકાશ તરફ જોવા લાગી,…
આકાશ દોડતો બેડ પાસે પહોંચ્યો ..ને રિના ને ગળે મળ્યો , પછી રિના નો હાથ પકડી બોલવા લાગ્યો,
રિના તું ઠીક છે ને , શુ થઈ ગયું હતું તને….?
રિના કશું જાણતી ન હોય તેમ, હા હું ઠીક છું, બસ થોડું માથું ભારી છે …,બાકી મને શું થયું હતું…આકાશ….?
અને હું સીધી અહીંયા બેડરૂમ માં કેવી રીતે પહોંચી?
આકાશ કાંઈ સમજી શક્યો નહિં…
ત્યાં રિના ડોકટર નીલા શર્મા સામે જોઈ ને બોલી ઉઠી,
નીલા તું પણ અહીંયા , આટલી રાત્રે, શુ થયું??
ડોકટર નીલા શર્મા બોલી રિના તરફ આગળ વધતા બોલી, રિના … તું નીચે હોલ માં બેહોશ થઈ ગઈ હતી….
આકાશ ડરી ગયો એટલે એને મને ફોન કરાવી ને બોલાવી લીધી,…
ડોકટર રિના પાસે આવી તેની નસ તપાસવા લાગ્યા…
રિના, શુ હું બેહોશ થઈ ગઈ હતી…
પણ મને કાંઈ યાદ નથી..શું થયું હતું….ને કેમ , અને કેવી રીતે…
ડોકટર, શાંત શાંત રિના .
રિના ની આંખો તપાસતા બોલ્યા ,

બને કોઈક કોઈક વખત કોઈ વાત નું પ્રેસર આપણું મગજ ન ખમી શકે…
એમા કોઈ મોટી બાબત નથી..
રિના, પણ નીલા મને કંઈ પણ યાદ નથી ,
ડોકટર, તું ભાન ક્યારે આવી …રિના ?
અચાનક મને રડવા નો અવાજ સંભળાયો …મારી આંખ ખુલી તો બંસી મારી પાસે બેઠી રડતી હતી , મારા થી એ જોવાયું નહીં…ને, રિના મૂંઝવણતા માં બોલતી હતી….
નીલા વાત બદલતા ,..હા વાંધો નહિ…. હવે વધુ વિચાર નહિ… સારું કહેવાય ભાન માં આવી ગઈ….હવે વધુ ટેન્શન ન લે…આરામ કર…હું આકાશ ને દવા કહી દઉ છું… એ લેતી રહેજે….
આકાશ સાઈડ માં ઉભો ઉભો બધું જોતો હતો એને કાંઈ ખાસ સમજ માં આવતું નહતું….
રિના પાસે થી ડોકટર નીલા ઉભા થયા ને કહ્યું, બંસી તું મમ્મી સાથે બેસ ….
પાપા આવે હમણાં દવા લઈ ને …
બંસી એ માથું હલાવી ને સ્માઈલ આપી હા પાડી…
ડોકટર ને આકાશ બને રૂમ ની બહાર આવ્યા…
બહાર આવતા જ આકાશ બોલી ઉઠ્યો, આ શું રિના કે કશું યાદ જ નથી…,તો ત્યારે જે એ બની હતી એ શું હતું…., એક પળ માટે તો મને એમ થઈ ગયું હતું કે જો બંસી ન આવી હોત ,તો મારી સાથે એ ….શું કરી બેસત…
મને કંઈ સમજાતું નથી નીલા…..
નીલા, આકાશ ..એક વાત કે મને
રિના એ પેહલી વખત જ આવું વર્તન કર્યું કે ..પેહલા પણ ક્યારેય કર્યું હતું?
આકાશ કાઈ બોલ્યો નહિ બસ નીલા સામે જોતો રહ્યો,..
નીલા આકાશ ની ચુપી સમજતા બોલી, તું મને કહી શકે છે બધું, જો મને બધી વાત ની ખબર નહિ હોય તો હું એનું નિવારણ કેવી રીતે કાઢી શકીશ?…
આકાશ એ ઊંડો શ્વાસ લીધો ને મોઢું આડું કરી ને બોલ્યો, આ વાત કેમ કહું સમજાતું નથી….
નીલા છેલ્લા એક અઠવાડિયા થી રિના નું વર્તન થોડું અલગ લાગતું મને, કોઈક વખત જોબ પર થી આવ્યા બાદ કોઈક વખત એ પેહલા, મને એ ગુસ્સા ને ડરવાની નજરે જુએ, એક વખત તો હાથ માં કાચ નો ગ્લાસ હતો એ મારી સામે ગુસ્સા માં જોતા જોતા એના હાથ માં જ ફોડી નાખ્યો….
જ્યારે એ અલગ વર્તન કરતી ,હું એનું નામ લઈ એને બોલાવતો ત્યારે એ પછી હોશ માં આવી નોર્મલ બની જતી….
આ જમાના મુજબ મને પણ ભરોસો નથી પણ આવું થયા બાદ મને પણ અંધવિશ્વાસ ની વાતો માં વિશ્વાસ આવવા લાગ્યો છે….
શુ કરવું એ જ વિચાર માં હતો …તો આજ નું આ વાક્ય ઘણું વધી ગયું…મારા ઘણી વખત બોલવા પર થી પણ એ હોશ માં ન આવી….બંસી ને જોઈ એ નોર્મલ બની ગઈ…ને પછી બેહોશ થઈ ગઈ..
આજે સાચે હું ડરી ગયો હતો…
આગળ શું કરવું નીલા કાંઈ સમજાતું નથી…મને
આકાશ માથા પર હાથ મૂકી ને નીચે જમીન પર બેસી ગયો,
આકાશ ના આંખ માં પાણી આવી ગયા….
નીલા એ આકાશ ને સંભાળ્યો…
ત્યાર બાદ નીલા એ પૂછ્યું, આકાશ સાચું કહેજે રિના ને કાઈ મગજ માં ટેન્શન છે ,.?
આકાશ, ના એવું કંઈ ખાસ નહીં….
નીલા, હમ્મ, તો એવો કાંઈ બનાવ બન્યો છે ,થોડા દિવસ ની અંદર જે રિના સ્વીકારવા તૈયાર નથી?
આકાશ વિચારતા બોલ્યો, હા શાયદ હોઈ શકે, પણ
એ વાત નો ને રિના ના આ અલગ વર્તન નો શુ સંબંધ…?
ડોકટર નીલા, સંબંધ હોય શકે આકાશ, જો એવી કોઈ વાત હોય જે આપણું મન સ્વીકારી ન શકતું હોય, જે વાત આપણે યાદ કરીએ તો પણ દુઃખી થઈ જઈએ…એવી કોઈ વાત જયારે મન માં ઘર કરી ગઈ હોય, જે દિલ ની ખૂબ નજીક હોય….જ્યારે એ વાત આપણ ને દુઃખ પહોંચાડતી થઈ જાય એ આપણું નબળું મન સ્વીકારવા તૈયાર ન થાય ત્યારે આપણુ મન એ વિચારો ની અંદર ખોવાય જાય, ને એ વિચારો માં આપણે પોતે ક્યાંક ખોવાઈ જઈએ ને ક્યાંક જોયેલ ક્યાંક સાંભળેલ ક્યાંક અનુભવેલ વ્યક્તીવ આપણી જગ્યા લઈ લે,….
હજારો વાતો આપણે સાંભળતા હોઈએ હજારો કેરેક્ટર આપણે જોયેલ હોય જે આપણા મન ના ખૂણા માં ક્યાંક ઘર કરી ગયા હોય….
જ્યારે આપણે એ આપણને દુઃખી કરતી વાત સ્વીકારવા તૈયાર ન થઈએ ને એ વાત ન વિચાર માં ખોવાઈ જઈએ ત્યારે એ ઘર કરેલા કેરેક્ટર આપણા પર ભારી થઈ જાય ને આપણે સાચા ક્યાંક વિચારો માં ખોવાયેલા હોઈએ…
બસ રિના સાથે પણ એ જ થાય છે …કોઈ વાત એને દુઃખી કરે છે કે પછી એ કોઈક વાત સ્વીકારી નથી શકતી, એટલે એ એમા ખોવાઈ જાય છે.. ને પછી એ વખતે કોઈક એની અંદર મન માં ઘર કરેલ કેરેક્ટર બહાર તારી સામે આવી ને ઉભી જાય….
એ જ્યારે વિચારો માં હોઈ ત્યારે એ કંઈ પણ કરી શકે જેનો એને ભાન માં આવ્યા બાદ પછી ખ્યાલ આવે, એને શુ કર્યું હોય એ એને પણ યાદ ન રહે….
આકાશ, મને ભરોસો નથી આવતો કે ..આવું પણ હોય
ડોકટર નીલા, આવું જ હોય, તું જે અંધવિશ્વાસ નું કહે છે એ આ જ છે, લોકો અંધવિશ્વાસ માં વિશ્વાસ કરે છે એટલે એ વધે છે , પણ આ બધો મગજ નો ખેલ છે,

જે લોકો નું મન ને કર્મો સાફ ને સાચા હોય એની સાથે ક્યારેય અંધવિશ્વાસ માં વિશ્વાસ કરવો પડે એવી ઘટના નથી બનતી….
આકાશ,હું સમજી ગયો ડોકટર, . …
મારી જોબ જ્યારે છૂટી ત્યાર થી રિના ટેન્શન માં રહેતી, ઘર ના ખર્ચા બધા રિના પોતે ઉપાડવા લાગી, ઓવર ટાઈમ કરવા લાગી, એનો બોજો ઓછો કરવા નાની ને મારી ક્વોલિફિકેશન કરતા નીચી જોબ કરી મેં, હવે મને નવી જોબ મળી પણ સેલેરી આટલી ખાસ નથી…અને ઘર માટે લીધેલ લોન ભરવા રિના પણ ઓવર ટાઈમ બંધ ન કરી શકે, બંસી ઘરે એકલી રહે તેના કરતાં મેં સુજાવ દીધો કે તેને ઘર થી દુર હોસ્ટેલ માં એડમિશન લઈ દઈએ…
રિના ની ઈચ્છા નહતી, બંસી એ રિના ને નવું જીવન આપ્યું છે બંસી રિના ની તાકત છે અને એને જ હું એના થી દુર કરવા નું કહેતો હતો,
ઘર ની હાલત જોઈ ને રિના માની ગઈ હશે…પણ એ વાત એ સ્વીકારવા તૈયાર નહિ હોય…
જો તમે કહો એવું છે તો મારી રિના હવે ક્યારેય અલગ વર્તન નહિ કરે..એ પાકું છે,
..
રિના ની બધી ટેન્શન દૂર કરવા ની મારી ફરજ છે…
ડોકટર હું જાવ છું રિના પાસે એનું ટેન્શન દૂર કરવા….
થેન્ક યુ સો મચ….
આટલું કહી રિના પાસે જવા આકાશ દોડ્યો .,નીલા પણ ત્યાં થી આકાશ ને ઓલ ધ બેસ્ટ કહી નીકળી ગઇ. ..
આકાશ રિના પાસે પહોંચ્યો, એને જઈ ને ગળે મળ્યો પછી, બંસી ને પોતાના અને રિના વચ્ચે બેસાડી ને બોલ્યો, આપણી દીકરી ક્યાંય પણ નહીં જાય, એ મારું પ્રોમિસ છે….


રિના ખૂબ ખુશ થઈ ગઈ …પણ પછી કંઈક વિચારી ને તુરંત બોલી, પણ આકાશ…
પણ બણ કાઈ નહિ,હું મારી જીમેદારી નિભાવીશ.. મારી જીમેદારી ને લીધી તારી તાકત ને દૂર કરવા ની ફરજ પાડવા નો મને કંઈ હક નથી….
રિના આકાશ ને બંસી બને ને ગળે મળી….ને બોલી ,તમે બેય મારી તાકાત છો….કોઈ એક પણ નો દૂર જાવા નો વિચાર મને ડરાવી જાય છે ….


આકાશ, તો તને જે ડરાવે એ કામ હું કેવી રીતે કરી શકું….
રિના….

તે દિવસ થી આજ સુધી આકાશ એ રિના નું એ રૂપ પાછું ક્યારેય જોયું નથી….

લેખક : મેધા ગોકાણી

દરરોજ આવી નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ-  જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી