મેગી હક્કા નુડલ્સ – મેગીમાંથી બનાવો એકદમ યુનિક રેસિપી, નાના મોટા દરેકને પસંદ આવશે ….

મેગી હક્કા નુડલ્સ(Meggie Hakka Noodles)
મેગી તો રેગ્યુલર બધા ને ત્યાં બનતી જ હશે કારણ કે એ નાના મોટા સૌ ની ફેવરિટ આઈટમ છે.
પણ ક્યારેક એવું બને કે એક ના એક ટેસ્ટ થી કંટાળી જાય વધી ને મેગી માં ન્યુ ટેસ્ટ લાવા વેજિટેબલસ ઉમેરી એ પણ તો ભી ટેસ્ટ મેગ્ગી નો જ આવે તો હવે મેગી માંથી બનાવો એકદમ યુનિક ટેસ્ટી રેસિપી આ રેસીપી એકવાર બનાવશો એટલે ઘર માં સૌ કોઈ ની ફેવરિટ રેસિપી થઇ જશે
સામગ્રી :
 • ૧ પેકેટ મેગી
 • ૧ ટે સ્પૂૂન.. તેલ
 • ૧ ટે સ્પૂન.. આદુ-લસણ (જીણું સમારેલું)
 • ૧ નંગ.. ડુંગળી (સ્લાઇસ કરેલી)
 • ૧ નંગ.. કેપ્સીકમ (સ્લાઇસ કરેલાં)
 • ૧/૨ કપ.. કોબીજ (લાંબુ સમરેલું)
 • ૧/૪ કપ.. ગાજર (લાંબુ સમરેલું)
 • 1 ટી સ્પૂન સોયા સોસ
 • 1 ટી સ્પૂન ચીલી સોસ
 • 1 ટી સ્પૂન ટામેટા સોસ
 • મીઠુ
 • મેગી મસાલો(ઓપસનલ)
 • ૧ ટી સ્પૂન.. વિનેગર (Optional)
રીત :
સૌ પ્રથમ એક પેન માં 2 કપ પાણી ગરમ કરો તેમાં 1/2 ટી સ્પૂન તેલ ઉમેરી પાણી ઉકળે એટલે તેમાં મેગી નાખી બરાબર બાફી લો. 
બફાઈ જાય એટલે તેના પર તેલ વાળો હાથ ફેરવો જેથી એકબીજા ને ચોંટી ના જાય 
• હવે એક પેન  માં તેલ લઇ આદુ-લસણ સાંતળો. પછી ડુંગળી ઉમેરી લાઇટ ગોલ્ડન શેકાય પછી કેપ્સીકમ, ગાજર, કોબીજ બધું વારાફરતી ઉમેરી મિડિયમ ફાસ્ટ ફ્લેમ પર સાંતળો.
એકાદ મિનિટ પછી બાફેલી મેગી, વિનેગર ,સોયા સોસ,ચીલી સોસ,ટોમેટો સોસ ઉમેરી સારી રીતે મિક્સ કરી
ગરમ ગરમ સર્વ કરો.
નોંધઃ આમાં તમે ચીલી સોસ ની જગ્યા એ ચિલ્લી ઓઇલ પણ ઉમેરી શકો જેની રેસીપી નીચે આપેલી છે.
ચીલી ઓઇલ બનાવાની રીત
ઍક પેન માં તેલ ગરમ કરી સુકા લાલ મરચા નાખી 5 મિનીટ ઢાંકી ને રાખો હવે તેલ ઠંડું થઈ જાય એટ્લે મરચા કાઢી તેલ ઉપયોગ માં લો.
નોંધ બૌઇલ કરેલા નુડલ્સ પર તેલ વાળો હાથ ફેરવી દેવો જેથી નુડલ્સ એકબીજા ને ચોંટે નહીં. ઉપર લિલી ડુંગળી છાંટીને ગાર્નિશ પણ કરી શકો તો તેયાર છે મેગી હક્કા નુડલ્સ

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી