મનની મીરાત – જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં શંકાને કોઈ સ્થાન નથી હોતું, દરેક પ્રેમીઓ માટે સોનેરી સલાહ…

મનની મીરાત

લાગણીની પારવાર પજવણી

પચીસ વર્ષના પૂર્વાચારના પ્રેમ રહિત જીવનમાં હજુ હમણાજ પંપાળવી ગમે તેવી પ્રેમની લાગણીઓની લીલીછમ કૂંપળો ફૂટી છે. આપણા ડ્રાય સ્ટેટ જેવી તેની ડલ એન્ડ ડ્રાય લાઇફમાં પૂર્વાર્ચિકા લાગણીનો ગુલદસ્તો લઇને પ્રવેશી છે. સિંગલમાંથી મિંગલ બનવાના સ્વપ્નાં સેવતાંઆ લવ બર્ડ અત્યારે મનગમતી લાગણીના માર્ગ પર આંખો મીંચીને આગળ વધી રહ્યા છે. બટ ઓબ્વિયસલી, લાગણીની આંગળી પકડીને વણમાગી માગણી પણ આ લવલી કપલની સાથે સાથે ચાલવા લાગી છે.જિંદગીના કેટલા રોમાંચક સમયમાંથી આ મોસ્ટ બ્યુટિફુલ પેર પસાર થઇ રહી છે! જે કોઇ તેમને સાથે ચાલતાં-મહાલતાં, મસ્તીથી લાઇફને એન્જોય કરતાં જુએ છે તેઓ તેમની ઇર્ષ્યા કરે છે. અદેખાઇની આગમાં ભડભડ બળતા લોકોની બૂરી નજરથી પૂર્વા ચાર પણ બચી શક્યો નથી. પરિણામે વન ફાઇન મોર્નિંગ એવું બને છે કે પૂર્વાર્ચિકાની પ્રતીક્ષા કરતાં પૂર્વાચાર પર એક અનનોન કોલ આવે છે. તે કોલ રીસિવ કરે છે. સામે છેડે અજાણ્યો અવાજ તેને ચેતવણી આપે છે, ‘હું જાણુ છું કે પૂર્વાર્ચિકાની પાછળ તું પાગલ થયો છે, પણ તને તેની બ્લેક સાઇડ વિશે કંઇ ખબર છે ખરી? જો તું કંઇ જાણતો નહોતો આમાંથી હાથ કાળા કર્યા વગર બને તેટલો જલદીથી બહાર નીકળીજા. એમાંજ તારું ભલું છે.’ ઊંચા જીવે પૂર્વાચાર આટલી વાત સાંભળે છે ત્યાંજ કોલ કટ થઇ જાય છે.પૂર્વાચારના દિમાગમાં નકામા અને નુકશાન કારક સંશયનો કીડો સળવળવા લાગે છે. તે ઊંડા વિચારોમાં ખોવાઇ જાય છે અને આજની રોમેન્ટિક ડેટ મૂડ આઉટ થઇ જવાને કારણે કેન્સલ કરી દે છે. તે પૂર્વાર્ચિકાને તબિયત સારી નથી એટલે આજે આપણે બહાર કશે જતાં નથી, વિગતે પછી વાત કરીશ. સોરી એવો મેસેજ ટાઇપ કરીને સેન્ડ કરી દે છે. પછી પૂર્વાચારના મનમાં શંકાનું સુનામી આવે છે. આવી ડિસ્ટર્બ સિચ્યુએશનમાં તે પોતાના પ્રિય દોસ્ત પૂર્વાંગને મિસ કરી રહ્યો છે. તરતજ તે બાઇક મારી મૂકીને મેચ્યોર મિત્રની પાસે પહોંચી જાય છે. પૂર્વાંગ તેનો પીળો પડી ગયેલો ચહેરો જોઇને પળવાર માટે ચિંતામાં પડી જાય છે પણ પછી બગડી રહેલી બાજીનો દોર સંભાળતા પૂર્વાચારને સમજાવે છે,

‘જો ભાઇબંધ, અનુભવે મને સમજાયું છે કે રિલેશનશિપ નવી હોય કે જૂની પણ તેને લોંગટર્મ સુધી નિભાવવા માટે સૌથી પહેલાં કમિટમેન્ટ, કોમ્પ્રોમાઇઝ અને સેક્રિફાઇસની જરૂર પડે છે. આ સંબંધોની મજબૂત ઇમારતના મુખ્ય પિલર છે. આના આધારેજ રિલેશનશિપનું ટાવર ટકતું હોય છે. પ્રેમની નૈયાને મઝધારે ડૂબવા ન દેવી હોય તો સંબંધોના સાગરમાં શંકિત લાગણીઓનું તોફાન ઊઠે ત્યારે સમર્પણ અને સમજદારીના કાંઠે વહાલના વહાણને પહોંચાડવામાં શાણપણ રહેલું છે. તેના માટે તારે પારાવાર પેશનની જરૂર પડશે મારા ભાઇ!

એક વાર તું નક્કી કરી લે કે તું પૂર્વાને પ્રેમ કરે છે અને તેની સાથે આખી જિંદગી વિતાવવા માગે છે. તારો આ મક્કમ મકસદ ભવિષ્યમાં આવનારી પરેશાનીઓને પહોંચી વળવા માટેની તને ઠંડી અને ઊંડી તાકાત આપશે. બીલિવ મી, વોટ આઇ ટેલ યુ! તેં પૂર્વાર્ચિકાને તારી પાર્ટનર બનાવી છે. તો તેના કેરેક્ટર પર ભરોસો રાખ. કાચા કાનનો ન બન. એક અજાણ્યા અનનોન કોલનો તે વિશ્વાસ કર્યો અને જેણે પોતાના એક એક શ્વાસ તારા નામે કરી દીધા છે તે પૂર્વા પર તને પાઇભારનો ભરોસો નથી! તુલસી પત્ર જેવી પવિત્ર પૂર્વા પર તું ફાલતૂ શંકા ન કર. સંબંધના કૂમળા છોડને વિશ્વાસનું ખાતર નાખીને ઉછેરવાની કોશિશ કરવા જેવી છે.

મોટા ભાગના કિસ્સામાં મેં એવું જોયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે કે દોસ્તીનો હાથ લંબાવે ત્યારે તે પોતે જે નથી એ દેખાડવાનો પ્રયાસ કરે છે. તું પણ એજ ભૂલ કરી રહ્યો છે. હકીકત તો એ છે કે તું જેવો છું તેવો પૂર્વાની સામે પેશ થા. તેને તારું અસલી રૂપ ગમશેજ એટલું નક્કી. તું જેનથી એવા બનવાનો પ્રયાસ કરવાનું પડતું મૂકી દે.સંબંધોમાં ટ્રાન્સપરન્સી હોય તો ઇન્ટિમસી ડેવલપ થાય છે. બી કૂલ ડૂડ! એવરીથિંગ વીલ બી ફાઇન. ચાલ ત્યારે હું જાઉં છું હવે. જે હોય તે મને જણાવજે પછી. સીયુ! બાય!’

અમીરાત: લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.

    – મનોજ ખંડેરિયા

લેખક : મીરાં ત્રિવેદી

આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપશો, દરરોજ આવી અનેક સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી વાતો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી